Aapnu Gujarat
Uncategorized

મે કરતા જૂનમાં મારુતિનું વેચાણ ૨૦૦% અને ટોયોટોનું વેચાણ ૨૩૫% વધ્યું

પેસેન્જર વ્હીકલ બનાવતી દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા એ જૂન મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યા છે. મેના પ્રમાણમાં જૂનમાં તેનું વેચાણ ૨૦૯ ટકા વધ્યું છે. તે ૧૮,૫૩૯ યુનિટથી વધીને ૫૭,૪૨૮ યુનિટ સુધી પહોંચી ગઇ છે. ગત વર્ષ એટલે કે ૨૦૧૯ જૂનમાં મારુતિએ ૧,૨૪,૭૦૮ કાર વેચી હતી. જે તેના પહેલાના વર્ષ કરતા ૫૪ ટકા ઓછી છે.તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ લોકડાઉનના કારણે દેશમાં મારુતિના તમામ શોરૂમ બંધ હતા. અને આ કારણે મેનું વેચાણ પડ્યું હતું. પણ સરકારે અનલૉક ૧માં તેને ખોલવાની છૂટ આપી અને તે પછી તેના વેચાણમાં તેજી આવી છે.કંપનીની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જૂનમાં કૂલ વેચાણ ૫૭,૪૨૮ યુનિટ છે. જ્યારે ઘરેલુ વેચાણ ૫૩,૧૩૯ યુનિટ છે. મે કરતા જૂનમાં એક્સપોર્ટ ૪,૬૫૧ યુનિટ પડીને ૪,૨૮૯ યુનિટ પર આવ્યું છે. આ દરમિયાન એક્સપોર્ટ પણ ૮ ટકા ઓછો થયો છે.મારુતિ સુઝુકીએ પોતાના ગ્રાહકો માટે નવો લૉયલ્ટી પ્રોગ્રામ પણ લાવ્યો છે. જેને કંપનીએ મારુતિ સુઝુકી રિવોડ્‌ર્સ નામ આપ્યું છે. જેનો ફાયદો મારુતિની એરેના, નેક્સા અને ટ્રુવેલ્યુ આઉટલેટ્‌સથી પેસેજર વ્હીકલના તમામ ગ્રાહકો ઉઠાવી શકશે. આ સ્કીમ હેઠળ અતિરિક્ત રિવોર્ડ અને બેનિફિટ આપી ગ્રાહકોને પ્રોડક્ટ અને સર્વિસનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.જાપાનની કાર ટોયોટોના વેચાણમાં પણ મેના કરતા જૂનમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. તેની સેલ પણ વધીને ૩૮૬૬ યુનિટ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ મે મહિનામાં તે ૧૬૩૯ યુનિટ રહ્યા હતા. જો કે જૂન ૨૦૧૯ના કરતા આ ૬૩ ટકા ઓછું છે. જૂન ૨૦૧૯માં ટોયોટાએ કુલ ૧૦,૬૦૩ યુનિટ વહેંચ્યા હતા. જ્યારે જૂન ૨૦૨૦માં કુલ ૩૮૬૬ યુનિટ વહેંચવામાં આવ્યા હતા.

Related posts

ભાવનગરના ચાર પોલીસકર્મી શહીદ,ચારેય જવાનોના નશ્વર દેહ હવાઈમાર્ગે ભાવનગર ખાતે લવાયા

editor

जामनगर को १० मिलियन लीटर अधिक पानी मिलेगा

aapnugujarat

જાતિ તોડો…સમાજ જોડો…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1