Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

‘ભૂમાફિયા’ ચીન એકલું પડી ગયું

ચીને ભારત સાથે વિવાદ તો વધારી લીધો પરંતુ હવે તેણે દુનિયાભરના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાની મહાશક્તિઓ ખુલીને ભારતના સપોર્ટમાં આવી છે. ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ મહાશક્તિઓએ ભારતીય સેનાના શહીદો માટે સંવેદના વ્યક્ત કરી છે અને ચીનની સેના પર ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતના સૈનિકોની શહાદત પર દુનિયાની મહાશક્તિઓ તકલીફ મહેસૂસ કરી રહી છે. ભારતને દુનિયાના શક્તિશાળી દેશોનું સમર્થન મળી રહ્યું છે જે જોઈને હવે ચીન હચમચી ગયુ છે. ડર પેદા થઈ રહ્યો છે. ભારતને રાફેલ જેવા ઘાતક ફાઈટર જેટ આપનારા ફ્રાન્સે ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
ફ્રાન્સના રક્ષામંત્રીએ ભારતના રક્ષામંત્રીને પત્ર લખીને કહ્યું કે ફ્રાન્સની સેના ભારતીય સેનાના શહીદોના પરિજનોના પડખે છે. ચીન માટે આ નિવેદનને ફ્રાન્સનો કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે.દુનિયાના સૌથી ઘાતક ફાઈટર વિમાનોમાં જેની ગણતરી થાય છે તે રાફેલ ભારત અને ફ્રાન્સની રણનીતિક ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે પરંતુ ભારત અને ફ્રાન્સની મિત્રતા રણનીતિક ભાગીદારી કરતા ઘણી આગળ છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાન્સથી આવેલા એક સમાચારે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ફ્રાન્સ ભારતીય સેના સાથે છે. ફ્રાન્સના રક્ષામંત્રીએ ગલવાન ઘાટીના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને લખેલા પોતાના પત્રમાં ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પર્લે કહ્યું કે આ જવાનો, તેમના પરિજનો અને દેશ માટે એક ઝટકો છે. આ મુશ્કેલ ઘડીમાં મિત્ર ભારત પ્રત્યે ફ્રાન્સ સેના તરફથી મિત્રતા પ્રગટ કરું છું. હું તમને આગ્રહ કરુ છું કે તમે મારી શ્રદ્ધાંજલિ સમગ્ર ભારતીય સેના અને શહીદોના પરિજનોને પહોંચાડો.
ફ્રાન્સની ભારત સાથેની મિત્રતા ફક્ત સંવેદનાઓ સુધી સિમિત નથી. ફ્રાન્સના રક્ષામંત્રીએ ભારતને સારો મિત્ર ગણાવતા રક્ષા મંત્રી સાથે મુલાકાત કરવાની વાત પણ કરી છે. સ્પષ્ટ છે કે હાલના સમયમાં ભારતના રક્ષામંત્રી સાથે મુલાકાતની વાત ચીનનો કડક સંદેશ છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ફ્રાન્સે ભારતને મળનારા રાફેલ ફાઈટર જેટની સંખ્યા પણ વધારી છે. હવે ભારતને પહેલી ખેપમાં ૪ની જગ્યાએ ૬ ફાઈટર જેટ મળશે.ફ્રાન્સ દુનિયાની એક એવી મહાસત્તા છે જે ચીન વિરુદ્ધ ભારત સાથે છે. આમ તો ભારતની સેના પોતાના દમ પર ચીનને પાઠ ભણાવવા માટે તૈયાર છે પરંતુ ભારતની ફ્રાન્સ જેવી મહાસત્તાઓ સાથેની મિત્રતા ચીનને ભારે પડી શકે છે. ફ્રાન્સ જેવી મહાસત્તા સાથે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ ગલવાનના શહીદો સાથે છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ સાથે ચીનની સેનાની સાથે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને પણ દુષ્ટ ગણાવી દીધી હતી. અમેરિકા ભારત વિરુદ્ધ મોરચો ખોલનારા ચીન પર સતત દબાણ વધારી રહ્યું છે.

Related posts

અમેરિકામાં H-1B વિઝા હોલ્ડરના સ્પાઉઝને ફાયદો : EADના રુલમાં ફેરફાર નહીં થાય

aapnugujarat

पिछली सरकारों की आर्थिक नीतियां महंगाई के लिए जिम्मेदार : इमरान

aapnugujarat

Clashes between Kurdish and Turkish

aapnugujarat

Leave a Comment

UA-96247877-1