Aapnu Gujarat
ગુજરાત

ઉમિયા માતાજીના મંદિરે લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના

ઉંઝા ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે લક્ષચંડી મહાયજ્ઞમાં દેશ વિદેશથી આ વખતે ૫૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભવના છે. આ માટે દૂર દૂરથી પહોચનાર યાત્રિકોને મુશ્કેલી ના પડે તે માટે એસટી નિગમે કુલ ૫૦૦ ઉપર એસટી બસનું આયોજન કર્યું છે જેમાં ડેપોની ૮૦ બસો ઉપરાંત મહેસાણા ડિવીઝનની ૩૦૦ બસો અને રાજ્યના અન્ય ડિવિઝનમાંથી ૨૦૦ બસની વ્યવસ્થા કરાઈ છે.યાત્રીઓને બસોની સુવિધા મળે તે માટે કુલ ત્રણ બુથ રાખવામાં આવ્યા છે જેમાં બુથ નંબર ૧ પર કેવલેશ્વર મહાદેવ મંદિર પાછળથી સાબરકાંઠા, ગોધરા અને ગાંધીનગર તરફની એકસ્ટ્રા બસો મળશે. બુથ નંબર ૨ પરથી વણાગલા રોડ પર મલાઈ તળાવ પાસેથી પાટણ, કચ્છ, વડનગર અને ખેરાલું તરફથી એકસ્ટ્રા બસો મળશે જ્યારે બુથ નંબર ત્રણ પરથી મહેસાણા હાઈવે રીલાયન્સ પેટ્રોલપંપ પાસેથી કલોલ, બેચરાજી, અમદાવાદ,ખેડા, નડિયાદ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો મળશે.
પાટીદારોની કુળદેવી ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના સાંનિધ્યમાં ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહા મહોત્સવ યોજાવવાનો છે અને આ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો મા ઉમાના દર્શનાર્થે ઉમટશે ત્યારે આ દર્શનાર્થીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે ત્યારે આ વ્યવસ્થાને પહોંચી વળવા ઊંઝામાં બનાવેલ ખાસ ભોજન શાળામાં આજથી ૩૦ લાખ જેટલા લાડુ બનાવવાનો પ્રારંભ થશે.ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ દરમ્યાન યજ્ઞશાળામાં તેમજ નીજ મંદિરે દાન, ભેટ આપનાર દરેક દર્શનાર્થીઓ માટે મગદળના બે લાખ ઉપરાંત પેકેટ ઉપરાંત ૨૫,૦૦૦ કિલો બુંદી અને ૧૧,૦૦૦ કિલો સાકર, સીંગદાણા, કાજુ, દ્રાક્ષનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Related posts

સૌરાષ્ટ્રના 8 સાંસદોમાંથી 2 સીટ પર જ ભાજપ રીપીટ કરે તેવી શક્યતા

aapnugujarat

ગોધરામાં સી.એ.ની પરીક્ષાનું કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશી

editor

गुजरात में 14 अगस्त तक भारी बारिश का पूर्वानुमान

editor

Leave a Comment

UA-96247877-1