Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં સી.એ.ની પરીક્ષાનું કેન્દ્ર ફાળવાતા વિદ્યાર્થીઓમાં ખુશી

ે, પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સૌ પ્રથમ વખત સીએની પરીક્ષાનું કેન્દ્ર ફાળવામાં આવતા વિદ્યાર્થીઓ, અધ્યાપકોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. દેશભરની પ્રતિષ્ઠિત કહેવાતી પરીક્ષાઓમાંની એક સી.એ.( ચાર્ટડ એકાઉન્ટ)ની પરીક્ષા માટે ગોધરા ખાતે પસંદગી ઉતારવા આવી છે. રાજ્યસભાના સાંસદ અને ધારાશાસ્ત્રી ગોપાલસિંહ સોલંકીની રજૂઆતને પગલે ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટના કમિટીના સદસ્યો દ્વારા સીએની પરીક્ષા કેન્દ્રના માપદંડ સાથે ચકાસણી બાદ ગોધરા કોમર્સ કોલેજને પરીક્ષા કેન્દ્ર ખાતે પસંદ કર્યું હતું. આ પરીક્ષા આપવા માટે બહારગામ જવું પડતું હતું. પરીક્ષા માટે દૂર ના જવું પડે તે માટે રાજ્યસભાના પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી દ્વારા જવાબદાર સત્તાધીશોને આ મામલે રજુઆત કરવામાં આવી હતી જે બાદ ગોધરા કોમર્સ કોલેજની પસંદગી ઉતારવામાં આવી હતી, તેને લઇને પંચમહાલ જીલ્લામાં પણ ખુશીની લહેર દોડી જવા પામી છે. કોર્મસ કોલેજના પ્રાધ્યાપક અરૂણસિંહ સોલંકી જણાવે છે કે, સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ સોલંકીના અથાગ પ્રયત્નો અને કોમર્સ પરિવારના સદસ્યોની મહેનતના અંતે ગોધરાને સીએની પરીક્ષા કેન્દ્ર ફાળવામાં આવતા હવે વિદ્યાર્થીઓનો સમય, શક્તિ, નાણાંનો બચાવ થશે. સાથો સાથ હવે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે તે ગૌરવવંતી બાબત છે.

(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

કડીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું પથ સંચલન યોજાયું

aapnugujarat

गुजरात सरकार ने खरीदा १९१ करोड़ का विमान

aapnugujarat

ધોલકા ખાતે મહીલા સેમીનાર યોજીને નાનુ કટુબ…… સુખી કટુબ..ના સંદેશ ને ઘરે ઘરે પહોંચાડી નાનો પરિવાર રાખવા અનુરોધ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1