Aapnu Gujarat
Uncategorized

વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે હિમોફિલિયાના ઇન્જેક્શન ફાળવી સરકારે દાખવી સંવેદના

હિમોફિલિયાને એક બિમારી કહેવા કરતાં લોહીનાં એક ગ્રૂપની આનુવંશિક સમસ્યા કહેવું વધારે ઉચિત છે, જેના કારણે શરીરમાંથી અસાધારણ રીતે રક્તસ્ત્રાવ થાય છે કે લોહીનું વધારે પડતું વહન થાય છે અને શરીરમાં લોહી બરોબર જામતું નથી.મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે કુલ 171 દર્દી  છે. આ દર્દી ઓને જ્યારે પણ  ત્વચા (ઉઝરડો ધરાવતી હોય) કે સ્નાયુમાં અને નરમ પેશીમાં રક્તસ્ત્રાવ થાય,નસકોરી ફૂટે અથવા શરીર પર ઘા અને કાપાથી, કરડવાથી અથવા દાંત પડવાથી જો કોઈ રક્તસ્ત્રાવ થાય તો વધુ પડતું લોહી વહી જાય છે જેને લઈને આવા દર્દીઓ ને વધારે પડતી અશક્તિ આવી જાય છે અને એમાંય ખાસ કરીને આવા લોકો ને  સાંધામાં સોજો આવી શકે છે અને દુઃખાવો કે તાણ થઈ શકે છે; ઘણી વાર આની અસર ઘૂંટણ, કોણીઓ અને પગની ઘૂંટીઓમાં થાય છે,અને નાની ઉંમરે પણ ચાલવામાં તકલીફ પડે છે, આ માટે સરકાર દ્વારા ખૂબ મોંઘી સારવાર જીલ્લા મથકે થી ફ્રી માં  ઉપલબ્ધ કરવામાં આવી રહી છે

.મહેસાણા જીલ્લામાં હિમોફિલિયાની બીમારીના કુલ 171 દર્દીઓ છે જેમાં વિસનગર તાલુકામાં 19 દર્દી છે આ દર્દીઓને રક્ત સ્ત્રાવ અટકાવવા તથા કાંઈ પણ ઇજા થાય અને રક્ત સ્ત્રાવ વહે નહી એ માટેના ફેક્ટર ઇન્જેક્શનના રૂપમાં લેવાના હોય છે. આ માટે મહેસાણા અને અમદાવાદ સુધી તેમને લાંબા થવું પડતું હતું જેને લઈને આખો દિવસ બગડતો અને ખર્ચ પણ થતો હતો.આ બાબતે મહેસાણા જિલ્લામાં આવા દર્દીઓ ની હિમોફિલિયા સોસાયટી તથા વિસનગર સિવિલ હોસ્પિટલ ના અધિક્ષક ડો.પારૂલ પટેલ દ્વારા આ સારવાર વિસનગર સિવિલ ખાતે ઉપલબ્ધ કરાવવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ને રજુઆત કરવામાં આવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની સારવાર વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી છે જેને લઈને આવા દર્દીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે અને આ  19 દર્દીઓ ઉપરાંત મહેસાણા જિલ્લા હિમોફિલિયા સોસાયટી દ્વારા ખાસ કરીને ગુજરાત સરકાર તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો ખુબ ખુબ આભાર માન્યો હતો.આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તેમને હિમોફિલિયા સોસાયટી તથા વિસનગર સિવિલ અધિક્ષક દ્વારા ઉપર મુજબ ની સારવાર માટે ની રજુઆત મળતા તેમણે આ સારવાર અહીં ઉપલબ્ધ કરાઈ હોવાનું જણાવ્યું હતું.વિસનગર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.પારૂલ પટેલે,અને  હિમોફિલિયા સોસાયટી મહેસાણાના મહામંત્રી ધવલ મોદી દ્વારા માહિતી આપવામાં આવી હતી

Related posts

દિયોદરના જાડા ગામે ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

editor

મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતીની ઉજવણી ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ દ્વારા કરવામાં આવી

editor

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિમાં શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્‍દી મહોત્‍સવનો સમાપન સમારંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1