Aapnu Gujarat
Uncategorized

અડાલજ ખાતે ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી,27 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી

અમદાવાદમાં આવેલા સુપ્રસિધ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન અડાલજ ખાતે તેનુ આયોજન કરવામાં આવ્યું છે .આ મહોત્સવમાં કથા, યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. તમને જણાવી દઇએ કે, કાલુપુર સ્વામિનારાયણ મંદિર એ સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણના હસ્તે સ્થપાયેલું સૌ પ્રથમ મંદિર છે. ખુદ સ્વામિનારાયણ ભગવાને આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી.ખુદ સ્વામિનારાયણ ભગવાને આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોવાથી અમદાવાદમાં આવેલુ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ભક્તોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે.

ત્યારે કાલુપુર મંદિરમાં નરનારાયણ દેવને 200 વર્ષ થતા મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય ‘પર્વ’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની તમામ હરિભક્તો તથા કાલુપુર મંદિરના આચાર્ય મહારાજ અને સંતો દ્વારા પૂરજોશમાં તૈયારી કરી છે જેના અનુસંધાને આ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

અમદાવાદ અડાલજ રોડ દાદા ભગવાન ત્રિમંદિર પાસે પભા હનુમાનજી મંદિરના સાનિધ્યમા સુંદર રીતે પર્વ ભવ્ય મહા મહોત્સવ ચાલી રહ્યો છે. 27 તારીખ થી આગામી 5 તારીખ સુધી મહા મહોત્સવ સમગ્ર સ્વામિનારાયણ સમુદાય આ પર્વ મહોત્સવ માણવા માટે માનવ મહેરામણ સમગની જેમ ઉમટી રહ્યુ છે સ્વામિનારાયણ દેવ, નારાયણદેવ પધાર્યા તેની એઈતિહાસિક ક્ષણો 200 વષ ની ઉજવણીમા હજારો લોકો લ્હાવો લઈ રહ્યા છે

Related posts

હવે સાધુ સમાજે ભાજપ સામે બાંયો ચડાવી

aapnugujarat

સુરતમાં ફરી કોરોનાએ ઉચાળો ભર્યો

editor

વેરાવળ – પ્રભાસપાટણ પોલીસે દારૂનાં જથ્થાનો નાશ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1