Aapnu Gujarat
Uncategorized

વેરાવળ – પ્રભાસપાટણ પોલીસે દારૂનાં જથ્થાનો નાશ કર્યો

વેરાવળ અને પ્રભાસપાટણ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ઝડપાયેલા દારૂનો વેરાવળના ડાભોર ગામ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં નાશ કરવામા આવ્યો હતો જેમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના૨૦૧૨ થી ૨૦૧૮ સુધીના કેસની રૂપિયા ૩૬,૯૬,૩૬૦ની ૫૪,૮૯૬ બોટલનો નાશ કરવામા આવ્યો હતો. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનથી ટ્રેકટર દ્વારા વહેલી સવારથી દારૂ ભરવામાં આવી રહ્યો હતો જે ડાભોર રોડ ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવ્યો હતો તેમજ વેરાવળ પોલીસ સ્ટેશનનાં ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીનાં કેસની ૩૭,૮૬,૮૭૦ની કુલ ૩૮૫૧૫ બોટલ, ૪ ટ્રક અને ૨ ટ્રેક્ટર માં લવાયો દારૂ ના જથ્થાને લઈ જવામાં આવ્યો હતો જેને યોગ્ય રીતે ગોઠવી અને વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતું જેમાં વેરાવળ અને પ્રભાસ પાટણ પોલીસ દ્વારા પકડાયેલ ૫ વર્ષનાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ વાત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ને થતા લોકોના ટોળેટોળા એકઠા થવા લાગ્યા હતા. નશાબંધી વિભાગના ડાયરેક્ટર, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, અને એ.એસ.પી ની હાજરીમાં નાશ કરાયો હતો.
(વિડીયો / અહેવાલ :- સુરેશ ચાંડપા, પ્રભાસપાટણ)

Related posts

સોમનાથ ખાતે કાર્તિક પૂર્ણિમા મેળાનો પ્રારંભ થયો

aapnugujarat

બાળકી સાથે ફુઆએ કર્યા શારીરિક અડપલા

aapnugujarat

લીંબડી તાલુકાના ભલગામડા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1