Aapnu Gujarat
Uncategorized

સોમનાથ ખાતે કાર્તિક પૂર્ણિમા મેળાનો પ્રારંભ થયો

સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં કાર્તિક પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થયો છે. આ મેળો પાંચ દિવસ માટે હિરણ્યા નદીના કાંઠે નેશનલ હાઈવે બાયપાસ ચોકડી પાસે કાર્તિક પૂર્ણિમા મેળા મહોત્સવનું આયોજન સફારી હોટલ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટ મેદાન ખાતે કરવામાં આવેલ છે. આજે મેળા નો ખુલ્લો મુકવામાં આવેલ હતો જેમાં સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જે ડી પરમાર, રાજ્ય સરકાર મંત્રી જશાભાઈ બારડ વિજયસિંહ ચાવડા, રીતેષભાઇ ફોફંડી, લખમભાઇ ફેંસલા, પિયુષ ફોફંડી, પ્રવિણભાઇ આમહેડા સહિતના હસ્તે ઢોલ શરણાઈના સુત્રો આતશબાજી વૈધ મંત્રોચ્ચાર સાથે શ્રીફળ વધારી આજથી પ્રારંભ કરાયો છે, શનિવાર સુધી પાંચ દિવસ ચાલનારા મેળામાં માનવ મહેરામણ ઉમટશે જેમાં પીવાના પાણી, પાર્કિંગ, શૌચાલય, રસ્તા લાઇટ સિક્યુરિટી સુવિધા ઉભી કરવામાં આવેલ છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સ્ટોલ તેમજ મતદાર જાગૃતિનાં સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે.

સોમનાથ મેળામાં શું હશે, બાળકોને આકર્ષણ મળી રહે તેવા હેતુ સાથે વિવિધ રાઈડસ લોક કલા જીવંત રાખવા માટે પાધ-પાધડીઆ – સાફા પ્રદર્શની પારંપરીક શસ્ત્ર પ્રદર્શની અને નિદેશની, ઈતિહાસ સાથે જોડાયેલા સરદાર અને સોમનાથ ગેલરી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઐતિહાસિક મંદિરોની ચિત્ર પ્રદર્શની, પ્રભાસ સંસ્કૃતિ દર્શન પ્રદર્શની, પંચદેવ મંદિર, સોમનાથ એટ ૭૦ પ્રદર્શની, સ્થાનિક કલા સંગીત પહેરવેશ પ્રદર્શની, હેન્ડીકાફટ સ્ટોલ્સ – પપેટ શો કઠ પુતળી ખેલ જેવી ઘણી બધી વસ્તુઓ છે.
રિપોર્ટર : રાજેશ ભજગોતર (પ્રભાસપાટણ)

Related posts

નગરપાલિકાની હાઉસ ટેક્સ શાખા મારફતે સર્વે કરાવી.૩૬૮ બાંધકામને નોટિસો ફટકારી

aapnugujarat

કારોલ ગામમાં વીજ કરટ લાગતા યુવાનનું મોત

editor

ભિલોડાનો ભાવેશ વણઝારા ફસાયો યુક્રેનમાં

editor

Leave a Comment

UA-96247877-1