Aapnu Gujarat
Uncategorized

સરદાર વલ્લભભાઈ પટેલનાં અથાગ પ્રયત્નોથી સોમનાથનું મંદિર ફરી નિર્માણ પામ્યું

૧૯૪૭નું વર્ષ ભારતના ઈતિહાસમાં અત્યંત મહત્વનું બનવા સર્જાયું હતું. ભારત સ્વતંત્ર થયું. ૧૨મી નવેમ્બર ૧૯૪૭ ના દિને ભારતના ગૃહપ્રધાન અને ગુજરાતનાં પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા દિગ્વિજયસિંહજી (જામસાહેબ), ભારત સરકારનાં ખનીજ અને ઉર્જાખાતાના પ્રધાન શ્રીનગરમાં. વિ ગાડગીલ (કાકા સાહેબ) આરજી હકૂમતના અગ્રણી શામળાદાસ ગાંધી વગેરે મહાનુભાવો સોમનાથ પધાર્યા. મંદિરની જીર્ણોદ્ધાર દશા જોઇને ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનું હૃદય દ્રવી ઊઠ્યું. હાથમાં સમુદ્રનું જળ લઇ સોમનાથના મંદિરનું નવનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. ૧૩ મી નવેમ્બર ૧૯૪૭નાં આ દિવસે (વિ. સ.૨૦૦૪ ના પ્રથમ દિને – બેસતા વર્ષે) જાહેર સભાનું આયોજન થયું, તે વખતે સરદાર વલ્લભભાઈએ ધોષણા કરી કે નૂતન વર્ષના આ શુભ દિવસે આપણે નિશ્ચય કર્યો છે કે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થવું જોઈએ. આ પરમ પવિત્ર કર્તવ્ય છે જેમાં સૌએ ભાગ લેવો જોઈએ. સોમનાથની પુનઃરચનાની યોજનાને મૂર્ત સ્વરૂપ આપવાની સંપુણ જવાબદારી સરદાર પટેલે ક. મા. મુનશીને સોંપી. તેમણે આ કાર્ય પુરુ કરવા સતત જહેમત ઉઠાવી. ભારત સરકાર હસ્તક ના આ કાર્યમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતાં મહાત્મા ગાંધીજી એ સરદારને સલાહ આપી કે પ્રજા પોતે જ આ કાર્ય અંગેનો ખર્ચ સંપૂર્ણ વહન કરે તે વાજબી ગણાશે.સરદારે ગાંધીજીની સલાહ સ્વીકારી અને સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.

????????????????????????????????????

સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિર ના પુનઃ નિર્માણ ના સ્વપ્ન દૃષ્ટા અને યુગ સર્જક પ્રણેતા હતા સ્વ. કનૈયાલાલ મુનશીએ સાચું જ કહ્યું છે કે. “જો સરદાર આપણને મળ્યા નહોત તો આપણી આંખો સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયેલું જોવાને ભાગ્યશાળી થઈ ન હોત.” સોમનાથ મંદિરનાં પુનઃ નિર્માણના પ્રણેતા સરદાર વલ્લભભાઈની અમર સ્મૃતિ ના પ્રતિક સમી સરદારશ્રીની પૂર્ણ કદની કાંસ્ય પ્રતિમા આજે પણ પ્રેરણા આપતી સોમનાથ મંદિર પાસેના દિગ્વિજય દ્વાર સન્મુખ બિરાજમાન છે. ૪ એપ્રિલ. ૧૯૭૦ ના રોજ ગુજરાતના મૂક સેવક પૂ. રવિશંકર મહારાજના હસ્તે સરદારશ્રીની આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા એવી રીતે મુકવામાં આવી છે કે દિગ્વિજય દ્વારની પાર થઈને સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર થી સીધી નૃત્ય મંડપ અને સભામંડપ પાર કરી ગર્ભગૃહમાં સ્થિત ભગવાન સોમનાથના જ્યોતિર્લિંગનું સરદારની આંખો દર્શન કરી શકે પરંતુ સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયેલું જોવા સરદાર આપણી વચ્ચે રહ્યા નહી અને તેમનો ૧૯૫૦ ની ૧૫ ડીસેમ્બર દેહવિલય થયો પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ આદરેલું સોમનાથ મંદિરના પુનરૂધ્ધારના નિર્માણનું કાર્ય જારી રહ્યું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પ્રથમ ૧૯૫૦ થી ૧૯૬૭ દરમ્યાન જામસાહેબ દિગ્વિજયસિંહજીના અધ્યક્ષ પદે અને પછી ૧૯૬૭ થી ૧૯૯૫ સુધી માનનીય મોરારજી દેસાઈના અધ્યક્ષપદે અને તે પછી ૧૯૯૫ થી જય કૃષ્ણ હરિવલ્ભદાસના અધ્યક્ષ પદે સોમનાથના પુનઃ નિર્માણ અને વિકાસનું કામ વણથંભી રીતે ચાલું રહ્યું અને આજે બાર જ્યોતિર્લિંગમાંનું એક સોમનાથ મહાદેવના ભવ્ય મંદિર આપણે સૌઆ જોઈ રહ્યા છે.
રિપોર્ટર : રાજેશ ભજગોતર (પ્રભાસપાટણ)

Related posts

મોરબી જિલ્લામાં હથીયારબંધી

aapnugujarat

આજોઠાનાં ખેડૂતે પ્રથમવાર ખારેકનું વાવેતર કરી સૌપ્રથમ ખારેક સોમનાથ મહાદેવને અર્પણ કરી

aapnugujarat

કાકાની ઇત્તેફાકની રિમેકને લઇને સિદ્ધાર્થ આશાવાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1