Aapnu Gujarat
Uncategorized

કારોલ ગામમાં વીજ કરટ લાગતા યુવાનનું મોત

ચુડા તાલુકાના કારોલ ગામે પોતાની બહેનના ઘરે આવેલા ભાઈનું પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે મોત નિપજ્યું છે. મૃતક હીરાભાઈ ચૌહાણ ઘાઘરેટીયા ગામના વતની હતાં, જેઓની ઉંમર ૪૧ વર્ષની હતી તેઓ ધાબાની છત પર ફોન પર વાત કરી રહ્યાં હતાં ત્યારે ધાબા ઉપરથી પસાર થતી નારાયણ ફિડરની લાઈના વાયર ખુબ જ નીચેથી પસાર થતા હોય તારને ભુલથી અડી જતા હીરાભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ કમમકાટીભર્યું મોત નિપજ્યું હતું. હીરાભાઈને કરંટ લાગતા મૃત્યુ થયાના સમાચારની જાણ સ્થાનિક ઓફિસ ચુડા પીજીવીસીએલનો સંપર્ક કરતા તેઓ બે કલાક પછી આવ્યા હતા. ચુડા પીજીવીસીએલ પોતાની બેદરકારી માટે કાયમને માટે ચર્ચામાં રહી છે અગાઉ પણ આજ ગામના વતની ઓમદેવ સિંહ રાણા તેમજ ગોખરવાળા ગામની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી એવામાં આ બીજી ઘટના બનતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. ઘર પરથી પસાર થતી ભયજનક નારાયણ ફીડરની લાઈન ફેરવવા માટે તેમજ જુના પોલ બદલવા માટે ૧૧ /૬ /૨૦૨૦ ગ્રામ પંચાયત કારોલ દ્વારા અરજી આપવામાં આવેલી પરંતુ પીજીવીસીએલ પેટા વિભાગ કચેરી ચુડા દ્વારા આ અરજીને નજર અંદાજ કરી યોગ્ય કાર્યવાહી નહીં કરેલ જેના કારણે આજે આ યુવાનનું મૃત્યુ નીપજયું હતું. લોકમુખે એક જ ચર્ચા છે કે ચુડામાં પીજીવીસીએલ પેટા વિભાગ કચેરી દ્વારા યોગ્ય કામગીરી ન થતી હોવા છતાં કોઈપણ અધિકારી પોતાની જવાબદારી સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરી રહ્યા નથી અને એનો ભોગ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી ને કરી રહ્યા છે. ૧૧/૦૬/૦૨૦૨૦ની અરજીની નકલ રવાના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઝોન ઓફિસ વીજ સેવા સદન ચાવડી ગેટ ભાવનગર તેમજ માનનીય માજી ધારાસભ્યશ્રીને પણ રવાના કરેલ છતાં પણ આવી બેદરકારી સામે આવી રહી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે પગલા લેવામાં તંત્ર લાચાર દેખાઈ રહ્યું છે. હવે આ વણથંભી મૃત્યુની વણઝાર ક્યારે અટકશે તે એક મૂંઝવતો પ્રશ્ન છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

સુરતમાં યુવકે પ્રેમિકા સાથે આત્મહત્યા કરી લીધી

editor

આબરડી સફારી પાર્ક મુદ્દે હાઇકોર્ટે માંગેલો ખુલાસો : શુક્રવાર સુધી જવાબ રજુ કરવા આદેશ

aapnugujarat

વાપીમાં જૈન યુવતી લવ જેહાદનો શિકાર બની

editor

Leave a Comment

UA-96247877-1