Aapnu Gujarat
Uncategorized

ભાવનગર રેલવે મંડળમાં ક્લીન પ્રસાધન દિવસની ઉજવણી કરાઈ

ભાવનગર રેલવે મંડળમાં સ્વચ્છ રેલવે કોલોની / આરોગ્ય એકમ / હોસ્પિટલ અને ક્લીન પ્રસાધન દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભાવનગર રેલવે મંડળ ખાતે ૧૬ સપ્ટેમ્બરથી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ૨૨મી સપ્ટેમ્બરે સ્વચ્છતા પખવાડિયાના અંતર્ગત સ્વચ્છ કેમ્પસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. તમામ સ્ટેશનો / ડેપો / હોસ્પિટલો / આરોગ્ય એકમો / કોલોની / રનિંગ રૂમ વગેરેની સઘન સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. પાર્કિંગ વિસ્તાર અને કેમ્પસ વિસ્તારમાંથી કચરો દૂર કરવામાં આવ્યો હતો. મચ્છરોથી બચવા માટે ધૂમ્રીકરણ કરાયું હતું. પર્યાવરણની સુંદરતા જાળવવા વૃક્ષોની કાટછાટ કરાઈ હતી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ૨૩મી સપ્ટેમ્બરે ક્લીન ડેપો / યાર્ડ / શેડ / રેલવે શાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો. સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને સઘન સફાઇ કરીને આ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મચ્છરોથી બચવા માટે એન્ટી લાર્વા સ્પ્રેની ફ્યુમિગેશન અને છંટકાવ પણ કરાયો હતો. ૨૪મી સપ્ટેમ્બરે ક્લીન રેલવે કોલોની / આરોગ્ય એકમો / હોસ્પિટલ દિવસ તરીકે મનાવવામાં આવ્યો. આ તમામ સ્થળોએ સ્પેશલ અભિયાન દ્વારા સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. સ્વચ્છતા જાળવવા તમામ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મચ્છરોથી બચવા માટે એન્ટી લાર્વા સ્પ્રેની ફ્યુમિગેશન અને છંટકાવ પણ કરાયો હતો. કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને જાગૃત કરવા વિવિધ સ્થળોએ સ્વચ્છતાને લગતા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. ૨૫મી સપ્ટેમ્બરે ક્લીન ટોઇલેટ દિવસ તરીકે મનાવવામાં આવ્યો. મંડળના તમામ સ્ટેશનો / કોચિંગ ડેપો અને ટ્રેનોમાં આવેલા ટોઇલેટ સાફ કરવામાં આવ્યા હતા. શૌચાલયોમાં પાણીની ઉપલબ્ધતા અને લાઇટિંગની તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ રિપેરિંગ કામ કરવામાં આવેલ હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

ગોંડલમાં પ્રેમીના દુષ્કર્મ, અત્યાચારોથી કંટાળીને સગીરાનો આપઘાત

aapnugujarat

વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો

aapnugujarat

માસિક શિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1