Aapnu Gujarat
Uncategorized

ગોંડલમાં પ્રેમીના દુષ્કર્મ, અત્યાચારોથી કંટાળીને સગીરાનો આપઘાત

ગોંડલ શહેરના કોલેજ ચોક ખાતે આવેલા તુલસી બાગ ખાતે સગીરાએ પ્રેમી અને તેના પરિવારજનોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લઇ મોત વ્હાલું કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, સગીરાએ આત્મહત્યા કરતા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં પ્રેમી અને પ્રેમીના પરિવારજનો દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ તેમજ પ્રેમી અને તેના મિત્રો દ્વારા તેણીની પર વારંવાર બળાત્કાર ગુજારાયો હોવા સહિતની કાળજુ કંપાવી દે તેવી ઉલ્લેખાયેલી હકીકતોને લઇ કેસ ઘણો ગંભીર અને સંવેદનશીલ બન્યો છે. પોલીસે આ સમગ્ર મામલામાં આઇપીસી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તુલસી બાગની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી જીગ્નેશ ઉર્ફે સાગર મોહનભાઈ મકવાણા અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો. સગીરાની ઉંમર નાની હોય લગ્ન ન થઈ શકતા આખરે બંને પરિવારોની સંમતિથી સગીરાને રાજકોટ સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે યુવાન જેલ હવાલે થવા પામ્યો હતો. બાદમાં સમજૂતીના કરાર બાદ સગીરાએ પોતાના ઘરે પહોંચી હતી અને યુવાન પણ જેલમાંથી છુટવા પામ્યો હતો. પાછળથી યુવક લગ્ન કરવાના વચનમાંથી ફરી જતાં ગોંડલના કોલેજ ચોક ખાતે આવેલા તુલસી બાગમાં સગીરાએ ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજયુ હતું. જો આત્મહત્યા પહેલાં આ સગીરા દ્વારા સુસાઇડ નોટમાં તેના પ્રેમી જીગ્નેશ સુરસાગર મોહનભાઈ મકવાણા, પ્રેમીના પિતા મોહનભાઈ, માતા હંસાબેન તેમજ રવજીભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, મનજીભાઈ જેઠાભાઈ મકવાણા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય તેમજ પ્રેમી જીગ્નેશ દ્વારા તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોય અને જીગ્નેશ બળજબરીપૂર્વક તેના મિત્ર વિપુલ પાસે બળાત્કાર કરાવડાવી ફોટા તેમજ વીડિયો શૂટિંગ ઉતારી બ્લેકમેલ કરતો હોવાની ગંભીર હકીકતોનો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ સ્યુસાઈડ નોટના આધારે તેના પિતા દ્વારા ગોંડલ સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. સગીરાએ સ્યુસાઇડ નોટમાં કાળજુ કંપાવી દે તેવી હકીકતો વર્ણવી હતી કે, તેના પ્રેમી દ્વારા અન્ય સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવતી હતી અને તેના મિત્ર વિપુલ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતો હતો, જેના ફોટા અને વીડિયો ઉતારી તેનો પ્રેમી તેને બ્લેકમેઇલ કરતો હતો. તેનો પ્રેમી જીગ્નેશ અને તેના પરિવારજનો તેણીને જમવાનું પણ આપતા નહીં, તા.૨૮ જુન ૨૦૧૮એ જીજ્ઞેશના પિતા મોહનભાઈએ મને તેમના ઘરે મારી નાની ઉંમર હોવાના કારણે દીકરી તરીકે સ્વીકારી હતી પરંતુ તેમછતાં ત્યાં જીજ્ઞેશ મને મારતો અને મારી નાની ઉંમરે મારા પર રેપ કરતો, જીજ્ઞેશના પિતા મને મારતા, તેની મમ્મી મને મારતા અને ખાવા ન આપતા, ધમકી આપીને જીજ્ઞેશ તેના દોસ્તાર સાથે રેપ કરાવતો અને તેના દોસ્તાર સાથે મારા ખરાબ વીડિયો પાડતો, જીજ્ઞેશનો દોસ્તાર વિપુલ મકવાણા સાથે મને જબરજસ્તી રેપ કરાવ્યો અને વિપુલ સાથે મને પરાણે વાતો કરાવતો અને મારા અને વિપુલના ફોટા પાડતો અને તે ફોટોથી મને બ્લેકમેઈલ કરાવતો અને મારી સાથે ખરાબ ધંધા કરાવતો હતો અને ઉપરથી મને ખરાબ છો તેવું કહેતો. મને મારતો અને રેપ કરતો. અંતમાં સગીરાએ લખ્યું છે કે મારા કુટુંબનો કોઈ વાંક નથી. તેમણે જ્યારથી જીજ્ઞેસના ઘરે સોંપી દીધી ત્યારથી કુટુંબ સાથે મારે કોઈ સબંધ નથી. મને ન્યાય મળવો જોઈએ. સગીરાની આ દર્દનાક કહાનીથી ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ ઝીણવટભરી અને સઘન તપાસ શરૂ કરી છે.

Related posts

કુંવરજી સામે આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ

aapnugujarat

સુરેન્દ્રનગર રતનપર ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલની 50 મી સંસ્થાનો શિલાન્યાસ

editor

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારે અમદાવાદમાં સફાઈ કામદારોની સમસ્યાઓ વિશે ચર્ચા કરી

editor

Leave a Comment

UA-96247877-1