Aapnu Gujarat
Uncategorized

વાપીમાં જૈન યુવતી લવ જેહાદનો શિકાર બની

રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ સૌ પ્રથમ ગુનો વડોદરામાં નોંધાયો હતો અને બીજાે ગુનો હવે વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાતા સનસની મચી ગઇ છે. વાપીમાં ઇમરાન વશી અંસારી નામના એક પરણીત વિધર્મી યુવકે એક જૈન સમાજની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇમરાન અંસારી જૈન યુવતીને પ્રથમ અજમેર અને ત્યારબાદ મધ્યપ્રદેશના ઇન્દોર લઇ ગયો હતો અને બળજબરીથી પીડિત યુવતી પર દુષ્કર્મ આચરી અને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરવાનો પ્રયાસો કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિત યુવતીના પરિવારજનોએ વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાપી પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ આરોપી અને યુવતીને શોધવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. આ મામલે વાપી ડીવાયએસપી વીરભદ્ર સિંહ જાડેજાના માર્ગદર્શનમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ બી. જે .સરવૈયા અને તેમની ટીમે વિધર્મી યુવક અને યુવતીને શોધવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ વાપી ટાઉન પોલીસને સફળતા મળી છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી વિધર્મી યુવક ઇમરાન અંસારી અને યુવતીને શોધી કાઢ્યા છે. પોલીસે યુવતીનો કબજાે લઇ અને તેના પરિવારજનોને સોંપી દીધી છે. પોલીસની પૂછપરછમાં પીડિતાએ જણાવ્યું કે વિધર્મી યુવક ઇમરાન અંસારી જે પરિણીત છે તેમ છતાં પીડિતાને ધમકી આપી હતી કે જાે તે તેની સાથે પ્રેમ અને નિકાહ નહીં કરે તો તેના ભાઈની હત્યા કરી નાખશે. ભાઈની હત્યાની ધમકીથી પીડિતા ડરી અને વિધર્મીના તાબે થઈ હતી. આથી ઇમરાન અંસારી પીડિતાને પ્રથમ અજમેર દરગાહમાં લઇ ગયો છે અને ત્યાં નિકાહ કરવાના પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જાેકે અજમેરમાં યુવતીને તાવીજ પહેરાવી અને તેને મધ્યપ્રદેશના ઇન્દોર લઇ જઇ એક ચાલીમાં રાખી હતી. ત્યાં પણ આરોપી ઇમરાને પીડિતા પર બળજબરી કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે પીડિતાને ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા દબાણ કરતો હતો. તે દરમ્યાન પીડિતાના પરિવારજનોએ વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપી વિધર્મી ઇમરાન અંસારી અને યુવતીને મધ્યપ્રદેશના ઇન્દોરથી શોધી કાઢ્યા હતા અને પીડિતાને તેના પરિવારજનોને સોંપી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટાઉન પોલીસે આરોપી વિરૂદ્ધ ધર્મ સ્વાતંત્ર સુધારા અધિનિયમ ૨૦૨૧ એટલે કે લવ જેહાદના નવા કાયદા મુજબ ગુનો નોંધી અને તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ઇમરાન અંસારી મૂળ બંગાળનો વતની છે. જે તેના ત્રણ ભાઈઓ સાથે વાપીના કબ્રસ્તાન રોડ પર એક મોબાઇલની દુકાન ચલાવતો હતો અને પીડિત યુવતીના પરિવારની નજીક જ રહેતો હતો. ઇમરાન અંસારી પોતે પરિણીત હોવા છતાં યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ ભાઇની હત્યા કરવાની ધમકી આપી અને તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ તેની સાથે બળજબરી પૂર્વક ધર્મપરિવર્તન કરી નિકાહ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાજ્યમાં લવજેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ લવ જેહાદનો સૌપ્રથમ ગુનો વડોદરામાં નોંધાયો હતો અને હવે લવ જેહાદનો બીજાે ગુનો વલસાડ જિલ્લાના વાપીમાં નોધાતા હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. વિધર્મી યુવકને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. લવ જેહાદના આ મામલામાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે ?? આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

ખોરાસા તિરૂપતિ મંદિરના ગાદીપતિના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

editor

પત્રકાર સુરક્ષા ધારો ગૃહમાં પસાર કરવા વાઘેલાની માંગ

aapnugujarat

સોમનાથ ખાતે નાતાલનાં મિનીવેકેશનનો માહોલ : સહેલાણીઓનો ધસારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1