Aapnu Gujarat
બ્લોગ

ભારતમાં બાળ મૃત્યુદર સૌથી ઊંચો

વિશ્વના અનેક દેશોની સરખામણીમાં ભારતમાં બાળ મૃત્યુદર વિશ્વમાં સૌથી વધુ ૫૨ ટકા જોવા મળે છે. દર વર્ષે ૪૫ ટકા તાજાં જન્મેલા બાળકો ટૂંકા ગાળામાં મૃત્યુ પામે છે. તાજા જન્મેલા બાળકનો દર વધુ હોવા છતાં માતા તથા શિશુને હૉસ્પિટલમાં યોગ્ય સારસંભાળ મળતી નથી. તેમાં પણ વળી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસૂતિ ઘરમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં કરવામાં આવે છે. વળી પ્રસૂતિબાદ ઝડપથી માતા અને બાળકને મળવી જોઈતી સંભાળ લેવામાં આવતી નથી. જેને કારણે બાળમૃત્યુનું પ્રમાણ વધતું જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુ એચ.ઓ અને યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ) (યુનીસેફ)દ્વારા બાળમરણ રોકવા માટે એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે જેમાં નિષ્ણાત વ્યક્તિ ઘરે ઘરે જઈને યોગ્ય શિશુ સંભાળની તાલીમ આપે છે.જન્મ બાદ ૨૮ દિવસથી ઓછા સમયનું શિશુ હોય તે ‘શિશુ કે ઈન્ફન્ટ’ કહેવામાં આવે છે. આ ગાળો શિશુ માટે અતિમહત્ત્વનો ગણાય છે. આ સમયગાળા દરમિયાન બાળકને યોગ્ય પોષણ મળે તે માટે જાગૃતિ લાવવાની છે.
બાળમૃત્યુના કારણો જોઈએ તો જન્મ સમયે શિશુનું ઓછું વજન, ચેપ લાગવો, જન્મ સમયે પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનો અભાવ, જન્મ સમયે યોગ્ય કાળજીને અભાવ ગણવામાં આવે છે. નિષ્ણાત ડૉક્ટરની સલાહ અનુસાર જો પ્રસૂતિ કરાવામાં આવે તો અનેક શિશુને અકારણ મૃત્યુથી બચાવી શકાય છે.
આજે પણ અલ્પવિકસિત દેશોમાં ૧૩ ટકા પ્રસૂતિ બાદ માતા અને બાળકની યોગ્ય સાર-સંભાળ લેવામાં આવતી નથી.યુનીસેફ દ્વારા ભારતનું કેરાલા રાજ્ય, જે વિશ્ર્‌વમાં પ્રથમ ‘બેબી ફ્રેન્ડલી’ રાજ્ય બન્યું છે, તેનું મુખ્ય કારણ આ રાજ્યમાં તાજાં જન્મેલા બાળકને સ્તનપાન કરાવવામાં આવે તે ધ્યેયને મોટા પાયે સમર્થન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.આ માટે હૉસ્પિટલને પણ બેબી-ફ્રેન્ડલી બનાવાવમાં આવી છે. હૉસ્પિટલને પણ કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમાં હૉસ્પિટલનું વાતાવરણ બેબી ફ્રેન્ડલી રાખવામાં આવે. હૉસ્પિટલના સ્ટાફને યોગ્ય તાલીમ આપવામાં આવે. શિશુના માતા-પિતા પણ શિશુના જન્મની સાથે તેને બ્રેસ્ટફિડિંગ કરાવવા રાજી થાય તે માટે સમજાવવામાં આવે છે. ૧૯૯૧માં બેબી-ફ્રેન્ડલી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આજે કેરાલાના ૧૪ જિલ્લાઓ સંપૂર્ણ પણે બેબી-ફ્રેન્ડલી બની ગયા છે તેથી જ કેરાલા રાજ્યમાં બાળમરણનું પ્રમાણ અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછું જોવા મળે છે. એક હજાર બાળકોમાંથી ફક્ત ૧૩ બાળમરણ થાય છે જેનું મુખ્ય કારણ સ્તનપાન કરતા શિશુ રોગનો ભોગ બનતા નથી.
ધરતી ઉપર પગ મૂકતાં દરેક શિશુનું યોગ્ય જતન કરવું માનવીય ફરજ છે.યુનાઇટેડ નેશન્સના તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર ભારતમાં બાળ મૃત્યુદર સૌથી વધારે છે. વર્ષ ૨૦૧૧ના આંકડા દર્શાવે છે કે એકથી પાંચ વર્ષની વયના ૧૬.૫૫ લાખ બાળકો ભારતમાં મૃત્યુ પામ્યા હતા.
યુએનના અહેવાલ અનુસાર ભારતમાં દરરોજ એકથી પાંચ વર્ષ વચ્ચેની વયના ૧૯,૦૦૦ બાળકો મૃત્યુ પામે છે. ભારત સરકારે બાળકો અને મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ બનાવી છે. છતાં બાળ મૃત્યુદર ઘટાડવામાં ખાસ સફળતા મળી નથી. નવા રિપોર્ટ અનુસાર બાળ મૃત્યુદરમાં ભારત વિશ્વભરમાં પ્રથમ ક્રમે છે. યુનિસેફે જાહેર કરેલા ’બાળ મૃત્યુદર રિપોર્ટ ૨૦૧૨’ અનુસાર વિશ્વમાં ૫૦ ટકા બાળ મૃત્યુ ભારત, પાકિસ્તાન, કોંગો, નાઇજિરિયા અને ચીનમાં થાય છે. વર્ષ ૨૦૧૧ના આંકડા અનુસાર ભારતમાં ૧૬.૫૫ લાખ, નાઇજિરિયામાં ૭.૫૬ લાખ, કોંગોમાં ૪.૬૫ લાખ, પાકિસ્તાનમાં ૩.૫૨ લાખ અને ચીનમાં ૨.૪૯ લાખ બાળકો એકથી પાંચ વર્ષની વયમાં મૃત્યુ પામ્યા હતા. વિશ્વમાં સિંગાપોરમા બાળ મૃત્યુદર સૌથી નીચો છે. વિશ્વભરમાં બાળ મૃત્યુ માટે જવાબદાર મુખ્ય કારણોમાં નિમોનિયા, મેલેરિયા, ઝાડા, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવી અને કુપોષણ છે.
યુએનના અગાઉ જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર કુપોષણથી થતા બાળ મૃત્યુમાં પણ ભારત આગળ છે.વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત -કે જેની ૨૦૩૦ સુધીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(જીડીપી) ૭.૩ અબજ ડોલરનું થવાનું અનુમાન છે અને વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકેની ગણના છે, એ ભારત તેના દક્ષિણ એશિયાના પડોશીઓ જેવા કે પાકિસ્તાન અને બંગલાદેશની સરખામણીએ વિવિધ સામાજિક સૂચકાંકોમાં પાછળ છે.
ભારતની માથાદીઠ જીડીપી ૨૦૧૩ના વર્ષમાં ૫,૨૩૮ ડોલર હતી, જે ઇરાન કરતાં ૬૫ ટકા ઓછી હતી, ૫૪ ટકા માલદિવ્ઝ કરતાં (૧૧,૨૮૩ ડોલર), ૪૪ ટકા શ્રીલંકા કરતાં (૯,૪૨૬ ડોલર) અને ૨૭ ટકા ભૂતાન કરતાં (૭,૧૬૭ ડોલર) પાછળ છે, એમ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, ૨૦૧૫માં જણાવવામાં આવ્યું હતું.ભારતની માથાદીઠ જીડીપી ૫,૨૩૮ ડોલર, જે ૪૪ ટકા શ્રીલંકા, ૨૭ ટકા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ૨૦૧૫માં ભારતનો ૧૮૮ દેશોમાંથી ૧૩૦મો ક્રમાંક છે, જે દક્ષિણ એશિયામાં ઇરાન (૬૯), શ્રીલંકા (૭૩) અને માલદિવ્ઝ (૧૦૪) કરતાં પાછળ છે. એ જ રીતે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ ૨૦૧૬- જે નેશનલ લર્નિંગ અને એમ્પ્લોયમેન્ટનાં પરિણામોની દ્રષ્ટિએ ભારતનો ૧૩૦ દેશોમાં ૧૦૫મો ક્રમાંક છે, જે શ્રીલંકા (૫૦), ભૂતાન (૯૧) અને બંગલાદેશ (૧૦૪) કરતાં પાછળ છે.એચડીઆઇ રેન્કિંગના સંકેતો -લાંબા અને તંદુરસ્ત જીવન, જ્ઞાન મેળવવાની ક્ષમતા, અને ઊંચું જીવનધોરણ છે. એચડીઆઇ રિપોર્ટ ૨૦૧૫ માટે વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી ૨૦૦૫ અને ૨૦૧૪ પાસેથી ડેટા ભેગો કરવામાં આવ્યો હતો.
ભારતનો પ્રસૂતિ સમયે માતાના મૃત્યુનો રેશિયો ૨૦૧૩માં એક લાખે ૧૯૦નો હતો, જે ઇરાનમાં ૨૩, શ્રીલંકામાં ૨૯, માલદિવ્ઝમાં ૩૧ અને ભૂતાનમાં ૧૨૦ અને બંગલાદેશ અને પાકિસ્તાનમાં ૧૭૦નો હતો. એ જ રીતે બાળ મૃત્યુદર ભારતમાં ૨૦૧૩માં દર ૧૦૦૦એ ૪૧.૪નો હતો, જે શ્રીલંકામાં (૮.૨), માલદિવ્ઝ (૮.૪), ઇરાન (૧૪.૪), ભૂતાન (૨૯.૭) નેપાળ (૩૨.૨) અને બંગલાદેશ (૩૩.૨)નો હતો.
માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો રેશિયો ખરાબ હતો, જે ૨૦૧૩માં પાંચ વર્ષની નીચેની વયનાં બાળકોનો મૃત્યુદર દર ૧૦૦૦એ સૌથી નીચો શ્રીલંકા (૯.૬), માલદિવ્ઝ (૯.૯) અને ભારત (૫૨.૭)નો મૃત્યુદર હતો.ચીનને ભારતના આફ્રિકા સાથે સંબંધો વધારવાના પ્રયાસોની જરાય ઇર્ષ્યા નથી.
આ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો આગળ વધે અને તેનો મુકાબલો ચીન સાથે છે, એવી જરાય ચીનને ઇર્ષ્યા નથી, એમ એક સરકારી અખબારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચાર રાષ્ટ્રોની મુલાકાત બાદ જણાવ્યું હતું. ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે કેલટાલ કનિરીક્ષકોનું માનવું હતું કે મોદીની ચાર રાષ્ટ્રોની ટૂર ચીનનો આફ્રિકામાં વધતા પ્રભાવને આભારી હતો, પણ એશિયા ખંડમાં સ્પર્ધા એ સારી બાબત છે.વડા પ્રધાન મોદીની આફ્રિકાની કરેલી ટ્રિપ અંગે વિશ્વવ્યાપી નિરીક્ષકોનાં ભવાં ખેંચાયાં હતાં. કેટલાક નિરીક્ષકોએ આ ટૂરને ચીનનો આફ્રિકામાં વધતો આર્થિક પ્રભાવ ગણાવ્યો હતો.
આફ્રિકન દેશો સાથે ભારતની આર્થિક ભાગીદારી સ્થાનિક વિકાસ માટે નવા વેગ લાવી શકે છે, ચીનને તેનો લાભ મળશે, એમ ટેબ્લોઇડે જણાવ્યું હતું.અસંખ્ય કાર્યક્રમોનો માત્ર પ્રચાર અને પબ્લિક ટેક્સમાંથી કરોડોના બજેટ પછી પણ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં ગુજરાત મોડલનો સતત રકાસ થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિયોનેટલ આઈસીયુ વોર્ડ બાળબલિનું તાબૂત બને તે પહેલા જ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક- કેગના ઓડિટરોએ ગુજરાત સરકારને ચેતવી હતી છતાંયે સરકારે સુધરી નહી અને છેવટે નવજાત બાળકોનો મૃત્યુઆંક વધી રહ્યો. જે વિતેલા ત્રણ જ વર્ષમાં ગુજરાતમાં મોતને ભેટેલા ૧,૦૭,૫૩૨ બાળકોનો રિપોર્ટમાં ફલિત થાય છે. કૃપોષણ અને મહિલાઓમાં શિક્ષણના અભાવી સીધી અસર ગુજરાતની નવી પેઢી ઉપર થઈ રહી છે. ભારતમાં બાળ મૃત્યુદરને મામલે ગુજરાતનો આંધ્રપદેશ, બિહાર અને છત્તીસગઢ પછી છઠ્ઠે ક્રમે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦૦એ શુન્યથી ચાર વર્ષના ૪૩ બાળકો મૃત્યુ પામી રહ્યા છે જ્યારે શહેરોમાં આ દર ૨૨નો છે. આ બન્ને વચ્ચે ૨૧નો તફાવત જ ગુજરાત સરકારની આરોગ્ય સેવાની ચાડી ખાય છે.
કેગના રિપોર્ટમાં સરકારી કાર્યક્રમોની પોલ ખોલતા ઓડિટરોએ નોંધ્યુ છે કે, ત્રણ વર્ષમાં ૫૨,૨૭૩ બાળકો મૃતજન્મ્યા હતા જ્યારે ૧૭,૨૦૯ નવજાત બાળકો બીજો કે ત્રીજો દિવસ પણ જોઈ શક્યા ન હતા જેમાંથી મોટાભાગના બાળકો નિયોનોટલ આઈસીયુ કે અન્ય બાળ ઉપચાર હેઠળ હતા. ૧૫,૮૧૭ બાળકોનું તો એક જ સપ્તાહમાં મૃત્યુ થયુ હતુ. જ્યારે હોસ્પિટલ કે પ્રસૂતિગૃહમાંથી ઘરે પહોંચેલા ૨૨,૨૩૩ શિશુઓના કવેળાએ મોત થયા હતા.શિક્ષણ અને આરોગ્ય એ નાગરીકોને મફત મળવા જોઈએ એમ છતાંયે સરકારી હોસ્પિટલોમાં સુશ્રુષા વ્યવસ્થા નામે મીંડુ છે.
આથી, ગરીબ વર્ગની સગર્ભાઓને પ્રસૂતિ ટાણે પ્રાઈવેટ હોસ્પિટલોને શરણે જવુ પડે છે.માતા-બાળ મૃત્યુદર ઘટાડવા સરકારે કરોડો રૂપિયાનુ બજેટ નાંખી આઠ યોજનાઓ જાહેર કરી. શબ્દ શૃગાંરથી આકર્ષક સુત્રો આધારિત કાર્યક્રમો કર્યા પરંતુ તેનો અમલ કર્યો નથી તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આવી યોજનાઓનુ વહન સરકારના જવાબદાર ઓફિસર, ડોક્ટર કે પેરામેડિકલ સ્ટાફને મામુલી વેતનથી આશાવર્કરની બહેનોને સોંપી દેવાયુ છે.

Related posts

વિકલાંગ અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરતાં ખોડાભાઈ

aapnugujarat

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

aapnugujarat

ભારતે અંતરીક્ષમાં કરી સર્જીકલ સ્ટ્રાઇક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1