Aapnu Gujarat
બ્લોગ

ભારતે અંતરીક્ષમાં કરી સર્જીકલ સ્ટ્રાઇક

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે જમીન, હવામાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યા બાદ હવે દુશ્મનોને અંતરિક્ષમાં પણ મરણતોલ ફટકો આપ્યો છે. ભારતે અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આ સિધ્ધિ સાથે ભારત વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. આતંકવાદને નાથવા માટે ભારતે આકરૂ વલણ અપનાવ્યું છે અને જમીન અને હવામાંથી સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓને આકરો જવાબ આપ્યો હતો. આ બાદ ભારતે વધુ એક મોટી સિધ્ધિ મેળવી છે. ભારતે અંતરિક્ષમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી દેશને મોટું ગૌરવ અપનાવ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ બન્યો છે. દેશ પર નજર રાખી રહેલા વિદેશી સેટેલાઇટને ભારતીય વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં જ તોડી પાડ્યો છે અને મહાશક્તિ તરફ પ્રયાણ કર્યું છે. ભારતે હવે પોતાનું નામ અંતરીક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. દુનિયાના માત્ર ત્રણ દેશોને આ ઉપલબ્ધિ હાંસલ હતી જેમાં ચીન, અમેરિકા અને રશિયાનું નામ સામેલ છે. ભારત હવે ચોથો દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ મેળવી છે. પીએમ મોદીએ આ જાહેરાત કરતા કહ્યું કે તમામ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. દેશવાસીઓને એક સંબોધનમાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ એલઈઓ એટલે કે લો અર્થ ઓર્બીટમાં એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો. માત્ર ૩ મિનિટમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. મિશન શક્તિ ખુબ કપરું ઓપરેશન હતું જેમાં ટેક્નોલોજીની ક્ષમતા જરૂરી હતી. વૈજ્ઞાનિકો દ્વારા તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કરાયા છે. આ પરાક્રમ ભારતમાં જ વિક્સિત એન્ટી સેટેલાઈટ દ્વારા પાર પાડવામાં આવ્યું. પીએમ મોદીએ તે બદલ ડીઆરડીઓના તમામ વૈજ્ઞાનિકો અને અન્ય સહયોગીઓને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે અંતરીક્ષ આજે આપણી જીવનશૈલીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજે આપણી પાસે પૂરતી સંખ્યામાં ઉપગ્રહ ઉપલબ્ધ છે. જે અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા ૩ મિનિટમાં આ ઓપરેશન પાર પડાયું. મિશન શક્તિ કપરું ઓપરેશન હતું. તેમણે સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી કે ભારત હંમેશા અંતરીક્ષમાં હથિયારોની દોડની વિરુદ્ધમાં રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતનું આ મિશન કોઈ દેશ વિરુદ્ધ નહતું. કોઈ પણ આંતરાષ્ટ્રીય કાયદા કે સંધિ કરારોનો ભંગ કરતું નથી. અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશના ૧૩૦ કરોડ નાગરિકોની સુરક્ષા માટે કર્યો છે. એક મજબુત ભારત હોવું ખુબ જરૂરી છે. અમારો હેતુ યુદ્ધનો માહોલ બનાવવાનો નથી. લો અર્થ ઓરબીટ અંતરીક્ષની એ ભ્રમણ કક્ષા છે જેમાં લો અર્થ ઓરબીટ સેટેલાઈટ છોડવામાં આવતા હોય છે. તે અંતરીક્ષમાં પૃથ્વીની સપાટીથી ૨૦૦૦ કિમી (૧૨૦૦માઈલ)ની ઉંચાઈ પર સ્થિત એક કક્ષા છે. આ કક્ષા અને પૃથ્વીનું કેન્દ્ર એક જ છે. પરંતુ પૃથ્વીનો આકાર સંપૂર્ણ રીતે ગોળ ન હોવાના કારણે આ ઊંચાઈમાં ફેરફાર આવી જાય છે. એટલે કે આ કક્ષાની ઊંચાઈ શું હશે તે આપણે પૃથ્વી પર ક્યાંથી તેની ઊંચાઈ આંકવા માંગીએ છીએ તેના પર નિર્ભર કરે છે. આ કક્ષામાં જો કોઈ સેટેલાઈટ છોડવામાં આવે તો તે એક દિવસમાં પૃથ્વીના ૧૧ ચક્કર લગાવી શકે છે. તેનું એક ચક્કર લગભગ ૧૨૮ મિનિટ કે તેનાથી પણ ઓછા સમયનું હોય છે. જો કે આ ચક્કર સંપૂર્ણ રીતે ગોળ નહીં પરંતુ દીર્ધવૃત્તાકારમાં હોય છે. આ કારણે સેટેલાઈટની પૃથ્વીથી ઊંચાઈ વધારે ઓછી રહે છે. સેટેલાઈટનું પ્રક્ષેપણ અને તેને કક્ષામાં સ્થાપિત કરવા દરમિયાન આ વાત પર ખાસ ભાર મૂકવાનો હોય છે. આ કક્ષામાં જે અંતરીક્ષ યાન મોકલવામાં આવે છે તે મોટાભાગના માનવરહિત જ હોય છે. મોટાભાગના માનવનિર્મિત અંતરીક્ષયાન આ કક્ષામાં મોકલાય છે. આ ઉપરાંત અગાઉ જીઈઓ કક્ષામાં સેટેલાઈટ મોકલવાનું ચલણ વધુ હતું પરંતુ હાલના કેટલાક વર્ષોમાં દુનિયામાં એલઈઓ સેટેલાઈટ મોકલવાનું ચલણ વધ્યું છે. આ કક્ષામાં છોડવામાં આવેલા સેટેલાઈટનો ઉપયોગ હાઈ બેન્ડવિડ્‌થ ફ્રીક્વન્સી સંચાર માટે ઉપયોગમાં લેવાય છે. દુનિયાભરમાં ઈન્ટરનેટથી મોકલાયેલા તમામ સેટેલાઈટ આ કક્ષામાં મોકલાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કક્ષામાં સ્થાપિત સેટેલાઈટ્‌સમાં ખાનગી કંપનીઓના સેટેલાઈટમાં ખાસ્સો વધારો થયો છે. સ્થિતિ એવી બની ગઈ છે કે આ કક્ષામાં સેટેલાઈટની સંખ્યા વધતી જાય છે જેણે વૈજ્ઞાનિકોને ચિંતામાં નાખ્યા છે. તેઓ હજુ પણ સેટેલાઈટ વચ્ચેના ટકરાવની આશંકા અને આ કક્ષામાં કચરો વધવાને લઈને ચિંતા કરવા લાગ્યા છે. આ કક્ષામાં જ તમામ પ્રકારના જાસૂસી સેટેલાઈટનો ઉપયોગ કરાય છે. ભારતે આ પ્રકારના સેટેલાઈટને તોડી પાડવાની ક્ષમતા મેળવી છે. આ પ્રકારની ક્ષમતા હજુ સુધી રશિયા, અમેરિકા અને ચીન પાસે જ હતી. હવે ભારત પાસે આ ક્ષમતા હોવાના કારણે તે ક્ષેત્રમાં સેટેલાઈટ સંબંધિ આંતરરાષ્ટ્રીય નિયમો બનાવવા અને તેને બદલવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. આ કક્ષામાં પ્રક્ષેપિત અંતરીક્ષ યાનોને ઓછી ક્ષમતાવાળા એમ્પ્લિફાયર્સની જરૂર હોય છે. જેનાથી સૂચનાઓ સટીક રીતે પ્રસારીત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે હાલના કેટલાક વર્ષોમાં દુનિયાભારમાં સંચાર ટેક્નોલોજીમાં જે વધારો અને નિર્ભરતા વધી તે એલઈઓ સેટેલાઈટ્‌સના વધારાથી વધી છે. ઝડપી ગતિથી સૂચનાઓના આદાન પ્રદાન કરવાની સાથે દૂર દૂરના વિસ્તારોને નેટવર્કથી જોડવાની જરૂરિયાતમાં વાયરલેસ નેટવર્કનો ઉપયોગ વધી ગયો છે. આવામાં વૈજ્ઞાનિકોએ હવે એ વાત પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે કે જો વાયરલેસ નેટવર્ક પરિહાર્ય થવા લાગ્યું છે તો એલઈઓ સેટેલાઈટ સંચાર ટેક્નોલોજીનો ઉપયોગ કેમ ન વધારાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને સંબોધન કર્યું. સંબોધનમાં તેમણે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે થોડા સમય અગાઉ જ ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સ્પેસ પાવર તરીકે ભારતે પોતાનું નામ નોંધાવ્યું છે. અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશો જ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યાં છે જેમાં અમેરિકા, ચીન અને રશિયાનું નામ છે. આજે ભારત ચોથો દેશ બન્યો છે જેણે આ સિદ્ધિ મેળવી છે. દરેક ભારતવાસીઓ માટે આ ગર્વનો વિષય છે. આપણા વૈજ્ઞાનિકોએ સ્પેસમાં ૩૦૦ કિમી દૂર એલઈઓ ઓરબિટમાં સેટેલાઈટ તોડી પાડ્યો છે. આ એક પૂર્વ નિર્ધારીત લક્ષ્ય હતું. જેને ઈ સેટ મિસાઈલ દ્વારા ૩ મિનિટમાં જ તોડી પાડવામાં આવ્યું. ’મિશન શક્તિ’ એ ખુબ જ કપરું ઓપરેશન હતું.
આ સમગ્ર અભિયાનની જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે હવે પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. તેમણે કહ્યું કે ’તમામ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા ૩ મિનિટમાં આ ઓપરેશન પાર પડાયું. મિશન શક્તિ કપરું ઓપરેશન હતું. તેમણે સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી કે ભારત હંમેશા અંતરિક્ષમાં હથિયારોની દોડની વિરુદ્ધમાં રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતનું આ મિશન કોઈ દેશ વિરુદ્ધ નહતું. કોઈ પણ આંતરાષ્ટ્રીય કાયદા કે સંધિ કરારોનો ભંગ કરતું નથી. અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશના ૧૩૦ કરોડ નાગરિકોની સુરક્ષા માટે કર્યો છે. એક મજબુત ભારત હોવું ખુબ જરૂરી છે. અમારો હેતુ યુદ્ધનો માહોલ બનાવવાનો નથી. પીએમ મોદીએ જણાવ્યું કે થોડા સમય પહેલા જ આપણા વૈજ્ઞાનિકોએ ૩૦૦ કિમી દૂર લો અર્થ ઓરબીટમાં એક સેટેલાઈટ તોડી પાડ્યો. આ ઓપરેશન માત્ર ૩ મિનિટમાં જ પૂરું કરવામાં આવ્યું. મિશન શક્તિ નામનું આ ઓપરેશન ખુબ જ કપરું હતું જેમાં ખુબ ઉચ્ચ કોટિની ટેક્નોલોજીની જરૂર હતી. પીએમ મોદીએ કહ્યું કે આજે આ પરિક્ષણ કરાયું તે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદા કે સંધિ, કરારનો ભંગ કરતું નથી. અમે તેનો ઉપયોગ ૧૩૦ કરોડ દેશવાસીઓની સુરક્ષા અને શાંતિ માટે કરવા માંગીએ છીએ. અમારા વ્યુહાત્મક હેતુઓ યુદ્ધના માહોલને બનાવી રાખવાની જગ્યાએ શાંતિ જાળવવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આજનું આ પગલું ભવિષ્યની સુરક્ષા માટે એક મહત્વનું ડગલું છે. આજની આ સફળતાને આવનારા સમયમાં એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ રાષ્ટ્ર માટે લેવાઈ રહેલા પગલાં તરીકે જોવી જોઈએ. આપણે આગળ વધીએ અને પોતાને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખીએ તે જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક ભારતીય માટે આ ગર્વની વાત છે. આ પરાક્રમ ભારતમાં જ તૈયાર થયેલા એ સેટ મિસાઈલ દ્વારા પાર પાડવામાં આવ્યું. આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આજે તેમણે ફરીથી દેશનું માન વધાર્યુ છે. આપણને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. આપણા સેટેલાઈટનો લાભ બધાને મળે છે. આવનારા દિવસોમાં તેનો ઉપયોગ અને મહત્વ વધવાના છે. આવામાં તેમની સુરક્ષા પણ અત્યંત જરૂરી છે. એન્ટી સેટેલાઈટ હથિયાર અંતરીક્ષ હથિયાર છે, જે વ્યુહાત્મક સૈન્ય ઉદ્દેશ્યો માટે ઉપગ્રહોને નિષ્ક્રિય કરવાના કે નષ્ટ કરવાના હેતુથી તૈયાર કરાય છે. ભારત અગાઉ આ સિસ્ટમ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ હતી. જો કે હજુ સુધી કોઈ પણ દેશ દ્વારા યુદ્ધમાં એન્ટી સેટેલાઈટ હથિયાર પ્રણાલીનો ઉપયોગ થયો નથી. અનેક દેશોએ પોતાની એન્ટી સેટેલાઈટ હથિયાર ક્ષમતાઓને બળ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવા માટે માત્ર પોતાના દોષપૂર્ણ ઉપગ્રહોને આ દ્વારા નષ્ટ કર્યા છે. આ પ્રકારે ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ ભારત આ વિશેષ ક્લબમાં એન્ટ્રી કરનારો ચોથો દેશ બન્યો છે. અમેરિકાએ ૧૯૫૦માં મહત્વની મિસાઈળ પરિયોજનાઓની એક સિરીઝની શરૂઆત કરી હતી. તેણે ૨૬ મે ૧૯૫૮થી લઈને ૧૩ ઓક્ટોબર ૧૯૫૯ વચ્ચે ૧૨ પરીક્ષણ કર્યા હતાં. પરંતુ આ બધામાં તેમને નિષ્ફળતા મળી હતી. જો કે ૨૧ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ અણેરિકી ડિસ્ટ્રોયર જહાજે મિસાઈલ દ્વારા અંતરીક્ષમાં યુએસએ ૧૫૩ નામના એક જાસૂસી ઉપગ્રહને તોડી પાડ્યો હતો. આ પ્રકારે તેને સફળતા મળી.
કહેવાય છે કે રશિયાએ કોલ્ડ વોર દરમિયાન અમેરિકાના પ્રભાવને ઘટાડવા માટે વર્ષ ૧૯૫૬માં સર્ગેઈ કોરોલેવે ઓકેબી-૧ નામની મિસાઈલ પર કામ કરવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ રશિયાના આ મિસાઈલ કાર્યક્રમને ખુશ્ચેવે આગળ વધાર્યો. રશિયાએ રોકેટનું નિર્માણ શરૂ કર્યું. રશિયાએ માર્ચ ૧૯૬૧માં ઈસ્ટ્રેબિટેલ સ્પૂતનિક સ્વરૂપે પોતાના ફાઈટર સેટેલાઈટ કાર્યક્રમની શરૂઆત કરી હતી. રશિયાએ ફેબ્રુઆરી ૧૯૭૦માં દુનિયાના પહેલા સફળ ઈન્ટરસેપ્ટ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. જો કે બાદમાં રશિયાએ આ કાર્યક્રમને બંધ કરી દીધો હતો. પરંતુ અમેરિકાએ ફરીથી પરીક્ષણ શરૂ કર્યા બાદ ૧૯૭૬માં રશિયાએ પોતાની બંધ પરિયોજનાને ફરીથી શરૂ કરી. આ બાજુ ભારતના પાડોશી દેશ ચીને ૧૧ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ પોતાના ખરાબ પડેલા મૌસમ ઉપગ્રહને નષ્ટ કરીને આ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. લૉ અર્થ ઓર્બિટ સ્પેસ શટલ સાથે જે સ્થળની મુલાકાત લેવા ઇચ્છતા હોય તેના માટે ખાસ ઉપયોગી છે, જેમ કે – હબલ સ્પેસ ટેલિસ્કોપ અને ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશન. આ ઓર્બિટ્‌સ નવા ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ ઇન્સ્ટોલ કરવા, તૂટેલી વસ્તુઓ જોડવા અને ડેમેજની ચકાસણી માટે પણ ઉપયોગી છે. લૉ અર્થ ઓર્બિટ એક માત્ર રસ્તો છે જેનાથી અંતરિક્ષ યાત્રી સ્પેસમાં જઇ શકે, એક્સપિરિમેન્ટ્‌સ કરી શકે છે અને ચોક્કસ સમયમાં પરત આવી શકે છે. જો કે, આ ઓર્બિટ પૃથ્વીની આટલી નજીક હોવાના બે ગેરફાયદાઓ પણ છે. પહેલું, આ પ્રકારના ઓર્બિટમાં વાતાવરણીય ખેંચાણ હોય છે. આ ઓર્બિટમાં ઓક્સિજનની માત્રા ઓછી હોવા છતાં ઓબ્જેક્ટ અથવા સેટેલાઇટ તરફથી ખેંચાણ થવાની શક્યતાઓ રહેલી હોય છે. પરિણામે સમય જતાં આ પ્રકારના ઓબ્જેક્ટ સ્લો થઇ જાય અને તેની ભ્રમણકક્ષામાં સડો પેદા કરે છે. જેના કારણે સેટેલાઇટ અથવા સ્પેસક્રાફ્ટ પણ સ્લો થઇ જાય છે પરિણામે ગુરૂત્વાકર્ષણ પ્રભાવના કારણે તે પૃથ્વીની નજીક પણ આવી શકે છે. બીજો ગેરફાયદો એ છે કે, લીઓ કેટલી ઝડપથી પૃથ્વીની સપાટીની આસપાસ ભ્રમણ કરી શકે છે. એક અંદાજ મુજબ આ સેટેલાઇટ ૨૮૯૬૮ કિમી/કલાકની ઝડપે અથવા તેનાથી પણ વધુની ઝડપે ટ્રાવેલ કરી શકે છે, પૃથ્વીના કોઇ પણ ક્ષેત્રમાં તે નિર્ધારિત સમયથી પણ ઓછા સમયમાં ટ્રાવેલ કરે છે, તેથી તેને સ્પેસમાં ફિક્સ નથી કરી શકતા. આ ટેકનિક અત્યારસુધી વિશ્વમાં ત્રણ દેશો પાસે હતી. હવે આ ટેકનિક ધરાવતા દેશોની યાદીમાં વિશ્વમાં ભારતનું નામ ઉમેરાયું છે.ભારતે વર્ષ ૨૦૧૨માં આ ટેકનિક પર કામ શરૂ કર્યુ હતું. હવે ભારતે સફળતા પ્રાપ્ત કરી છે. એવી શક્યતા છે કે ચોથુ વિશ્વ યુદ્ધ અંતરિક્ષમાં લડાશે ત્યારે જે દેશો પાસે એન્ટિ સેટેલાઇટ ટેકનિક હશે તે આ લડાઈમાં જીત મેળવશે.
વિશ્વમાં આ ટેકનિક અમેરિકા, ચીન અને રશિયા પાસે હતી. ચીને આ ટેકિનક વર્ષ ૨૦૧૦માં વિકસાવી હતી અને તેનું સફળ પરિક્ષણ કર્યુ હતું. જ્યારે ચીને પોતાની ઇન્ટરસેપ્ટ એન્ટિ બેલેસ્ટિક મિસાઇલ દ્વારા અંતરિક્ષમાં ફરી રહેલા એક સેટેલાઇટને તોડી પાડ્યો હતો.

Related posts

બાલ્ટીક સમુદ્રના તળિયે ઉડતી રકાબી “યુએફઓ”ના અવશેષો

aapnugujarat

नए ISI चीफ हमीद के आतंकी ग्रुपों के प्रति दृष्टिकोण पर रहेगी भारत की नजर

aapnugujarat

અમિત શાહ અત્યાર સુધીનાં સૌથી શક્તિશાળી ભાજપ અધ્યક્ષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1