Aapnu Gujarat
બ્લોગ

અમિત શાહ અત્યાર સુધીનાં સૌથી શક્તિશાળી ભાજપ અધ્યક્ષ

પક્ષની રચના થઈ ત્યારથી માંડી ૧૮ વર્ષ સુધી એટલે કે ૧૯૯૮ સુધી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીએ વારાફરતી પક્ષના અધ્યક્ષ પદને સંભાળ્યું.જ્યારે પ્રથમ વખત એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે આરએસએસના ફુલટાઇમર જેવા કે કુશાભાઉ ઠાકરે, જન કૃષ્ણમૂર્તિ, બંગારુ લક્ષ્મણ આરએસએસના આશીર્વાદથી પક્ષના અધ્યક્ષ બન્યા.આની પાછળનો હેતુ એ હતો કે અગ્રણી લોકો સરકાર અને રાજકારણ સંભાળશે અને આ લોકો પાર્ટી અને સંગઠન વચ્ચે એક કડીરૂપ બનશે.નીતિન ગડકરી અને રાજનાથ સિંહ એવા બે અધ્યક્ષ રહ્યા જેમણે રાજકારણ અને સંગઠન બન્નેને સંભાળ્યાં. રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા.જોકે, આ બન્નેને આરએસએસનું પીઠબળ હતું અને તેઓ નાગપુરની વાત માનતા પણ હતા.જોકે, અમિત શાહ અલગ જ છે. તેઓ વડા પ્રધાનના આદેશને માન આપે છે અને તેમના પોતાના નિર્ણયોનું પણ ભારે વજન પડે છે.સંઘ પણ એમની વાત માને છે કારણ કે શાહ-મોદીની સત્તાનો સૌથી મોટો લાભ સંઘને જ મળ્યો છે.ભાજપના ઐતિહાસિક દ્રષ્ટિએ બે સૌથી મહત્ત્વના નેતા, વાજપેયી અને અડવાણીને પણ શાસનકાળ દરમિયાન સંઘ સાથે ઘણી વખત તણાવ અને મતભેદનો સામનો કરવો પડ્યો છે.અત્યારે જો કોઈ અસંતોષ કે મતભેદ છે તો તે જાહેરમાં નથી. લોકો અમિત શાહથી ડરે છે અને આખાબોલી મનાતી ભાજપ પાર્ટી આજે સંગઠિત છે અને પોતાના અધ્યક્ષના ચીંધેલા માર્ગે જ ચાલે છે.વાજપેયી અને અડવાણીનું કાર્યકર્તાઓએ અલગ રીતે સન્માન કર્યું પણ કોઈને ક્યારેય પણ એમનાથી બીક રહી નથી.ભાજપની હાલની રાષ્ટ્રીય કાર્યકારિણીએ એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે શાહ ભાજપના સૌથી શક્તિશાળી અધ્યક્ષ છે.તેઓ વ્યૂહરચના ઘડવાની સાથે-સાથે રાજ્યમાં પ્રચાર પણ કરે છે. તેમને હોદ્દાની દ્રષ્ટિએ વડા પ્રધાન બાદ બીજા નંબરે મૂકી શકાય.જોકે, જે રીતે તેઓ જાહેર રેલીઓ કરે છે તે પરથી તો એવું લાગે છે કે તેઓ પોતાની જાતને એક વ્યૂહરચના ઘડનાર કરતાં કંઈક વધારે માને છે.તેઓ જનનેતા હોવાની મહત્વાકાંક્ષા તો ધરાવે છે પણ એમની તાકાત છે નરેન્દ્ર મોદીની એમના પરની નિર્ભરતા.આ બન્નેનું ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલું છે. એકબીજા વગર તેઓ અધૂરા છે.આવું પ્રથમ વખત છે કે સત્તાનું કેન્દ્ર અધ્યક્ષ પાસે છે. એમને પડકાર ફેંકનાર બીજું કોઈ પાવર સેન્ટર નથી.અમિત શાહને એ વાતનું શ્રેય આપી શકાય કે તેઓ દરેક વખતે કામ કરે છે અને વિપક્ષને સંભાળવાની દરેક વ્યૂહરચના તેઓ જાણે છે.ગુજરાતમાં પણ તેમના સમયમાં જ એ વાત સામે આવી કે તે એક ઉમદા ચૂંટણી પ્રબંધક છે જેમની ખાસિયત એ હતી કે ભાજપના વિરોધીઓની સામે નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોને ઊભા કરવા જેના પરિણામે વિપક્ષના મત ઘટી જતા હતા.ગુજરાતની વ્યૂહરચનાને ભારતના બીજા ભાગોમાં પણ સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવી અને મોદી-શાહના રાજમાં ભાજપ ઐતિહાસિક રીતે દેશની સૌથી અમીર પાર્ટી (ચૂંટણી પંચનાં આંકડા અનુસાર) તરીકે ઊભરી છે.સાથી પાર્ટીઓને જરૂરિયાત અનુસાર ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને સાથે-સાથે કાર્યકર્તા અને રાજકારણના ફેલાવા માટે પણ નાણાંની અછત વર્તાતી નથી. રાજકારણના આ ક્રૂર મૉડલને ભાજપમાં લાવવાનું શ્રેય શાહને ફાળે જાય છે.વિપક્ષી દળોની હંમેશાં એ ફરિયાદ રહી છે કે જો તેઓ વિરોધ કરે છે તો તેમને ઇન્કમ ટૅક્સ અને ઈડીની ધમકી આપવામાં આવે છે.પણ તાકાત અને નાણાંની એક મર્યાદા હોય છે કારણ કે શાહની કર્ણાટકમાં સરકાર બનાવવાની યોજના નિષ્ફળ ગઈ.ત્યાં ભાજપને બહુમત ના મળ્યો અને કોંગ્રેસ અને જેડીએસે સાથે મળી સરકાર બનાવી લીધી.શાહે ગયા વર્ષે એ માટે સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો કે સોનિયા ગાંધીના ભરોસાપાત્ર અહેમદ પટેલ રાજ્ય સભાની સીટ જીતી ના જાય કારણ કે પટેલ પણ આર્થિક રીતે આનો માર્ગ કાઢવામાં કાબેલ હતા.શાહ હિંદુ-મુસલમાનના મુદ્દા ઉઠાવવામાં એ રીતે ચાલાક છે કે જાતિને લગતા મતભેદો સમાપ્ત કરી વિરોધીઓ સામે એકતા કેળવી શકાય.૨૦૧૪ની ચૂંટણી દરમિયાન એક ખાસ ચૂંટણી ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવ્યો જેનાથી ઉત્તર પ્રદેશની દરેક સીટનું મૂલ્યાંકન ત્યાંનાં ’લાગણીશીલ મુદ્દા’ને અનુરૂપ કરવામાં આવ્યું હતું.તે વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ જ હતા. ઉત્તર પ્રદેશના એ વખતે ભાજપની તરફેણમાં આવેલા ચોંકાવનારા પરિણામે સાબિત કરી દીધું હતું કે નરેન્દ્ર મોદીની સફળતાની ચાવી અમિત શાહના હાથમાં છે.ભાજપના અધ્યક્ષ અમિત શાહ શનિવારે ઉમેદવારી કરવા પહોંચ્યા તે પહેલાં યોજાયેલી રેલીમાં એનડીએના શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ, લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન હાજર રહ્યા.ઉપરાંત વિરોધી કૅમ્પના મનાતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ગૃહપ્રધાન રાજનાથસિંહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા.જેમાં શાહને ’અફઝલ ખાન’ કહેનારા ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થયા હતા, જેમના ભાષણ દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા.એનડીએ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ઉમેદવારી કરીને ભાજપના અધ્યક્ષ શાહ કાર્યકર્તાઓ, જનતા તથા વિપક્ષને સંદેશ આપવા ચાહે છે.૫૪ વર્ષીય શાહનો જન્મ વર્ષ ૧૯૬૪માં મુંબઈ ખાતે થયો હતો, જોકે તેમનો ઉછેર ગુજરાતના માણસામાં થયો હતો.૧૬ વર્ષની ઉંમરે શાહ પરિવાર અમદાવાદ આવી ગયો, અહીં શાહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફ આકર્ષાયા.અહીંથી તેઓ સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને બાદમાં રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા.૨૧ વર્ષની ઉંમરે નારણપુરા વૉર્ડના પોલિંગ એજન્ટ તરીકે શાહને ભાજપમાં પહેલી મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી.આગળ જતા તેઓ નારણપુરા બેઠક ઉપરથી ધારાસભ્ય પણ બન્યા, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ પણ આવે છે.રામ જન્મભૂમિ અભિયાન અને એકતાયાત્રા દરમિયાન શાહે તેમની સંગઠનાત્મક શક્તિનો પરિચય આપ્યો.૧૯૯૧માં અડવાણીએ ગાંધીનગરની બેઠક ઉપરથી ઉમેદવારી કરી હતી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાસે હતા અને અમિત શાહ એક સામાન્ય કાર્યકર તરીકે ઊભા હતા.૧૯૮૯થી ૨૦૦૯ તેઓ ગાંધીનગરની બેઠક ઉપર ચૂંટણી વ્યૂહરચના ઘડવાની જવાબદારી નીભાવતા રહ્યા છે અને પાર્ટી આ બેઠક ઉપર અજય રહી છે.૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં તેમને ભાજપની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યાં સૌથી વધુ ૮૦ બેઠક છે.રાજકીય વર્તુળોમાં એક કહેવત પ્રચલિત છે કે દિલ્હીની સત્તા ઉપર પહોંચવાનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જાય છે.અહીં ભાજપે અત્યારસુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને એકલાહાથે ૮૦માંથી ૭૧ બેઠકો જીતી.અડવાણીની બેઠક ઉપરથી અમિત શાહનું ચૂંટણી લડવું ભાજપના એક વરિષ્ઠ નેતાનું ચૂંટણીના મેદાનમાં ઊતરવું માત્ર નથી, તેમાં સંદેશ પણ છે.અમિત શાહ લોકસભામાં એક સાધારણ સભ્યની જેમ લડવાના નથી. આ ચૂંટણીથી ભાજપમાં પદાનુક્રમ નક્કી થઈ રહ્યો છે.મોદીની સાથે જે નેતાઓની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધારે છે તેમની માટે સંદેશ છે કે પદાનુક્રમમાં હવે અમિત શાહ ઔપચારિક રૂપે નંબર બે પર હોઈ શકે છે.લોકસભા ચૂંટણી બાદ ભાજપની ફરીથી સરકાર બને તો એવી પ્રબળ શક્યતા છે કે અમિત શાહ દેશના ગૃહમંત્રી અને કૅબિનેટમાં બીજાક્રમે હશે.વર્તમાન ગૃહમંત્રી રાજનાથસિંહ માટે તે મોટો ઝટકો હશે. સંજોગની વાત એ છે કે પાર્ટી અધ્યક્ષપદ પણ અમિત શાહને રાજનાથસિંહને હટાવ્યા બાદ જ મળ્યું હતું.”૨૦૧૪ની ચૂંટણી લોકસભામાં તત્કાલીન વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજ, ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથસિંહ, ઉપરાંત પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીને ’ક્લબ-૧૬૦’નાં સભ્ય માનવામાં આવતાં.પ્રદીપસિંહના કહેવા પ્રમાણે, ત્રણેય એકબીજાને પસંદ કરતાં ન હતાં, પરંતુ મોદીનો વિરોધ કરવામાં એક હતાં.એક તબક્કે કોર્ટના આદેશને પગલે શાહે ગુજરાત છોડવું પડ્યું, ત્યારે તેઓ દિલ્હીમાં રહેતા. એ સમયે શાહનો કપરો કાળ ચાલી રહ્યો હતો.તેઓ જ્યારે ગડકરીને મળવા જતા ત્યારે ગડકરી તેમને કલાકો સુધી રાહ જોવડાવતા.જોકે, સમયનું પૈડું ફર્યું. ડિસેમ્બર ૨૦૧૪માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરવાનું હતું અને અમિત શાહ ભાજપના અધ્યક્ષપદે હતા.પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી અને શંકરસિંહ વાઘેલા (હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)માં ભાજપની ટિકિટ ઉપર લોકસભામાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ૨૩મી મેના દિવસે ગાંધીનગરની બેઠક ઉપરથી ભાજપનો વિજય થશે તો આ યાદીમાં વધુ એક નામ ઉમેરાશે, ત્યાં સુધી ’જો અને તો’ની જ ચર્ચા હશે.

Related posts

ભારતમાં ૧.૧૯ લાખ બાળકો કોરોનાકાળમાં અનાથ બન્યા : રિસર્ચ

editor

હોલિવુડની એકવીસમી સદીની ઉત્તમ ફિલ્મો

aapnugujarat

વધુ બેસવાથી યાદશક્તિ ગુમાવશો : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1