Aapnu Gujarat
બ્લોગ

હોલિવુડની એકવીસમી સદીની ઉત્તમ ફિલ્મો

આપણે હોલિવુડ કે બોલિવુડની એકવીસમી સદીની ઉત્તમ ફિલ્મોની વાત કરવાનો પ્રયાસ કરીએ તો તે કાર્ય પડકારજનક બની રહે તેમ છે ખાસ કરીને હોલિવુડની એકવીસમી સદીની ઉત્તમ ફિલ્મોની વાત થોડી મુશ્કેલ બની રહે તેમ છે કારણકે ૨૦૦૦ બાદ અનેક એવી ફિલ્મો બની છે જેણે કમાણીનાં મામલે રેકોર્ડ કર્યા છે અને તે સિવાય પણ ઘણી એવી ફિલ્મો છે જેને દર્શકોએ ખાસ્સી વખાણી હતી અને ટીકાકારોએ વખાણેલી ફિલ્મોની યાદી તો અલજ છે ત્યારે કેટલીક વિશિષ્ટ ફિલ્મોની વાત કરી શકાય જેણે ૨૦૦૦ બાદ દર્શકો પર છાપ છોડી છે.
મહિલા કેન્દ્રીત ફિલ્મો હોલિવુડમાં પણ બને છે જો કે તેને એટલી સફળતા હાથ લાગી નથી જેટલી સફળતા ધ હેલ્પને મળી હતી.આ ફિલ્મમાં જેસિકા ચેસ્ટેન અને આહના ઓ રેલીએ કામ કર્યુ હતું.આ ફિલ્મમાં માત્ર આઠ જ મિનિટ નજરે પડનાર વાયોલા ડેવિસને ઓસ્કાર નોમિનેશન મળ્યું હતું.
ક્રિસ્ટોફર નોલાનનાં નામે હોલિવુડમાં અનેક જાણીતી ફિલ્મો બોલાય છે પણ તેમને સૌથી વધારે પ્રસિદ્ધિ કોઇ ફિલ્મે અપાવી હોય તો તે છે ધ ડાર્ક નાઇટે.આ ફિલ્મમાં મોટાભાગના કલાકારોએ જોરદાર અભિનય આપ્યો હતો.ફિલ્મમાં બેટમેન અને હાર્વે ડેન્ટની વાત કરાઇ છે પણ લોકોને જોકર તરીકે હીથ લેઝરનો અભિનય કમાલનો લાગ્યો હતો.આ ફિલ્મ રિલીઝ થઇ તે પહેલા જ જો કે તેમનું રહસ્યમય મોત થયું હતું પણ તેમને આ ભૂમિકા માટે ઓસ્કારનું નોમિનેશન મળ્યું હતું.
ગ્લેડિયેટર ૨૦૦૦માં રિલીઝ થઇ હતી જેને દર્શકો લાંબો સમય સુધી યાદ રાખશે.આ ફિલ્મમાં રોમન જનરલની કહાની રજુ કરાઇ હતી જેને ભ્રષ્ટ રાજા દગો આપે છે અને તેનાં પરિવારને પણ મોતને ઘાટ ઉતારે છે.તે બદલો લેવા માટે પાછો રોમ ગ્લેડિયેટર રૂપે આવે છે.રસેલ ક્રો આ ફિલ્મનું જમા પાસું હતા.આ ફિલ્મને એકવીસમી સદીની ઉત્તમ ફિલ્મોમાં સહેલાઇથી સામેલ કરી શકાય તેમ છે.
શ્યામલન નાઇટ એ હોલિવુડનાં એ ફિલ્મકારોમાં સામેલ છે જેમની સાથે વિશિષ્ટ ફિલ્મોનાં નામ જોડાયેલા છે તેમની ફિલ્મોમાં દર્શકોને અંત સુધી રહસ્યનો ઉકેલ મળતો નથી અને લોકો સીટ સાથે ઝકડાયેલા રહે છે.જો કે એકવીસમી સદીની ફિલ્મોની વાત કરવામાં આવે તો તેમની ફિલ્મ ધ વિલેજનો જરૂર ઉલ્લેખ કરી શકાય જેમાં તેમણે એક અંતરિયાળ ગામની કથા રજુ કરી હતી જ્યાં એક રહસ્યમય પ્રાણી અસ્તિત્વ ધરાવે છે.જો કે પ્રાણીની કથા તે ગામનો મુખિયા એ માટે ફેલાવે છે કે લોકોને ખ્યાલ જ ન આવે કે તેઓ એકવીસમી સદીમાં જીવી રહ્યા છે.આ રહસ્ય શ્યામલન પણ ફિલ્મનાં અંત પહેલાની વીસ મિનિટ દરમિયાન જ ઉજાગર કરે છે અને જ્યારે રહસ્ય ઉજાગર થાય છે ત્યારે લોકો આઘાતમાં સરી જાય છે.
પાઇરેટસ ઓફ ધ કેરેબિયન – ડેડસમેન ચેસ્ટમાં કેપ્ટન જેક સ્પેરોનાં સાહસોને રજુ કરાયા છે.જેક સ્પેરો તરીકે જહોની ડેપે અભિનય આપ્યો હતો. આ ફિલ્મમાં તે પોતાનું દેવું ચુકવી શક્યો નહી હોવાને કારણે આજીવન ભૂતિયા જહાજ પર રહેવાનો શ્રાપ ભોગવે છે.આ જહાજ લિજેન્ડરી પાઇરેટ ડેવી જોન્સનાં કબજામાં છે આ ભૂમિકા બિલ નાઇએ ભજવી હતી.ફિલ્મમાં એલિઝાબેથ સ્વાન તરીકે કીરા નાઇટલી અને વિલ ટર્નર તરીકે ઓર્લાન્ડો બ્લુમ પણ ચમક્યા હતા.આ એવી ફિલ્મ હતી જે દરેક વયવર્ગનાં દર્શકોને ગમી હતી અને ભારે લોકપ્રિય બની હતી.
ધ લોર્ડ ઓફ ધ રિગ એ કલાસિક ફિલ્મ છે જેમાં ફ્રોટો નામનાં બાળકની કહાની છે જે આ વિશ્વને નેસ્તોનાબૂદ કરી નાંખવાની શક્તિ ધરાવતી એક વિંટીનો નાશ કરે છે.
જો કે આ વિંટી પણ સામાન્ય નથી તે અનેક શક્તિઓ ધરાવે છે અને તેની આ માયાવી શક્તિઓને કારણે તે છોકરો પણ ભ્રમિત થઇ જાય છે અને આ વિંટીને કબજે કરવાનો મનસુબો ધરાવતા સ્મિગલ નામનાં વિચિત્ર પ્રાણીની સાથે નિકળી જાય છે.આખી ફિલ્મમાં સદ અને અસદ વચ્ચેની લડાઇ મનોરંજક રીતે પરદા પર સાકાર કરાઇ છે.ફિલ્મ દર્શકોને અંત સુધી જકડી રાખે છે. આમ તો આ યાદીમાં અનેક જાણીતી ફિલ્મોનાં નામ સામેલ છે પણ જુનો પોતાની રીતે એક અલગ જ પ્રકારની ફિલ્મ હતી જેને એટલી ખ્યાતિ મળી નથી જેટલી તેને મળવી જોઇતી હતી આ ફિલ્મ એક સોળવર્ષની છોકરીની કથા છે જે તેનાથી મોટી વયનાં વ્યક્તિથી ગર્ભવતી બને છે.જુનો મેકગફ જેની ભૂમિકા એલન પેજે ભજવી હતી જેણે આ યુવતીનાં માનસિક સંઘર્ષને પરદા પર ઉત્તમ રીતે સાકાર કર્યો હતો.
સપનાની વાત તો આપણે સમજી શકીએ પણ સપનામાંયે સપનું અને તેમાંય સપનુંની વાત થોડી ચકરાવે ચડાવી દે તેવી છે પણ ઇન્સેપ્શનમાં આ વાતને ખુબ જ મજેદાર અને રસપ્રદ રીતે રજુ કરાઇ હતી.ધ ડાર્ક નાઇટનાં દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાને ઇન્સેપ્શનનાં નામે અદ્‌ભૂત ફિલ્મનુનં નિર્માણ કર્યુ હતું.આ ફિલ્મ તેના અંત સુધી દર્શકોને અનેક ઉતાર ચડાવનો અનુભવ કરાવતી રહે છે.ફિલ્મમાં મુખ્ય ભૂમિકા લિયોનાર્દો કેપ્રિયોએ ભજવી હતી.
ટાઇટેનિક હોલિવુડની જ નહી પણ વિશ્વની ઉત્તમ ફિલ્મોમાં સ્થાન ધરાવે છે જેમાં ટાઇટેનિકની કરૂણાંતિકા બહુ પ્રભાવક રૂપે દર્શાવાઇ હતી.ટાઇટેનિક આમ તો ૧૯૧૨માં ડુબી હતી પણ એકવીસમી સદીમાં તેની કથાએ લોકોને હચમચાવી નાંખ્યા હતા.ફિલ્મનું દિગ્દર્શન જેમ્સ કેમેરૂને કર્યુ હતું.આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ટોચની ફિલ્મોમાં સામેલ છે.આ ફિલ્મમાં પણ લિયોનાર્દોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી જ્યારે કેટ વિન્સલેટે રોઝની ભૂમિકાને સાકાર કરી હતી.આ ફિલ્મ લગભગ ત્રણ કલાક લાંબી હતી પણ આ સમય ક્યારે પુરો થઇ જાય છે દર્શકોને ખબર પડતી નથી ખાસ કરીને ટાઇટેનિક ડુબવાની આખી ઘટના જેમ્સ કેમેરૂને જોરદાર રીતે પરદા પર કંડારી હતી અને દર્શકો તેમની આ માયાવી અસરમાંથી ફિલ્મ પુરી થયા બાદ પણ નિકળી શકતા નથી.
અવતાર પણ સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ટોચની ફિલ્મ છે.આ ફિલ્મનું દિગ્દર્શન પણ ટાઇટેનિકનાં દિગ્દર્શક રહેલા જેમ્સ કેમેરૂને જ કર્યુ હતું.આ ફિલ્મમાં જેક સુલી નામનાં વ્યક્તિની કહાની છે જે પેન્ડોરા નામનાં ચંદ્ર પર પહોંચી જાય છે જે ત્યાં વસતી એલિયન પ્રજાતિની મહિલાનાં પ્રેમમા પડે છે.આ ફિલ્મમાં જેમ્સ કેમેરૂન આપણને અનોખા વિશ્વની સફર પર લઇ જાય છે જે આપણાં માટે અલૌકિક બની રહે છે દર્શકો આ ફિલ્મનાં અંત સુધી સીટ પરથી ઉઠી શકતા નથી એવી ભૂરકી આ ફિલ્મ તેમનાં પર છાંટે છે ફિલ્મ પુરી થયા બાદ પણ દર્શકોને એ અનોખા વિશ્વની યાદ તાજા રહે છે.

Related posts

મંગળ ગ્રહની યાત્રા અને ભારતની મંગળસિદ્ધિ

aapnugujarat

પ્રાણાયામ અંગે વૈજ્ઞાનિક સંશોધન

aapnugujarat

દેશમાં મોદી પછી સૌથી શક્તિશાળી છે અજિત ડોભાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1