Aapnu Gujarat
મનોરંજન

પાત્રને ન્યાય આપવા અસલી પ્રોસ્ટીટ્યુટને મળી’તી : જુલિયા રોબર્ટસ્‌

હોલિવૂડની માતબર અભિનેત્રી જુલિયા રોબર્ટસે પોતાની યાદગાર ફિલ્મ પ્રેટી વૂમનનું મુખ્ય પાત્ર ભજવતી વખતે સાચુકલી પ્રોસ્ટીટ્યુટની મુલાકાત લીધી હતી એવા અહેવાલો પ્રગટ થયા હતા.
પ્રેટી વૂમના ડાયરેક્ટર ગેરી માર્શલની પત્ની અને એક સમયની વ્યાવસાયિક નર્સ બાર્બરા માર્શલે કહ્યું હતું કે ગેરી પોતે તો ચેપ લાગી જવાના ડરથી કદી મારા ક્લીનીક પર આવતો નહોતો પરંતુ એણે મને વિનંતી કરી હતી કે જુલિયા એકાદ બે પ્રોસ્ટીટ્યુટને મળવા માગે છે. એટલે મેં મારી બે પેશન્ટને મુલાકાત દીઠ ૩૫ ડૉલર્સ ચૂકવવા એવી શરતે જુલિયાને બે પ્રોસ્ટીટ્યુટની મુલાકાત કરાવી હતી.
એક અખબારના સિક્સ કૉલમ્સ પેજ માટે આપેલી મુલાકાતમાં પહેલીવાર બાર્બરાએ આ વાત કહી હતી. એણે કહ્યું કે હું સ્વયંસેવક તરીકે ૧૯૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પ્રોસ્ટીટ્યુટઓ માટે ક્લીનીક ચલાવતી હતી ત્યારે ગેરીએ પોતાની પ્રેટી વૂમન ફિલ્મ માટે મને રિક્વેસ્ટ કરી હતી કે જુલિયા રોબર્ટસ્‌ અસલી પ્રોસ્ટીટ્યુટને મળવા ઉત્સુક છે. મેં જુલિયાની મુલાકાતો મારી હાજરીમાં ગોઠવી આપી હતી.

Related posts

સલમાનની સાથે ફિલ્મને લઇ સોનાક્ષી ખુશ

aapnugujarat

જુલી-૨ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ

aapnugujarat

‘કેદારનાથ’ફિલ્મને શાહરૂખની ફિલ્મ સાથે રજૂ કરી શકાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1