Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અરૂણ જેટલી માનહાનિ કેસ : દસ્તાવેજ રજૂ કરવા માટેની કેજરીવાલની માંગ ફગાવાઈ

અરુણ જેટલી માનહાનિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક મહિનામાં બીજી વખત ફટકો પડ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આજે કેજરીવાલની એક અરજીને ફગાવી દીધી હતી. આમા કેજરીવાલે માંગ કરીહતી કે, ૧૯૯૯ અને ૨૦૧૪ વચ્ચે ડીડીસીએની બેઠકોથી જોડાયેલા દસ્તાવેજોને કોર્ટમાં રજૂ કરવાની મંજુરી આપવામાં આવે. થોડાક દિવસ પહેલા જ હાઈકોર્ટે નિચલી કોર્ટમાં ચાલી રહેલી અપરાધિક કાર્યવાહી પર પ્રતિબંધ મુકવા માટે ઇન્કાર કરી દીધો હતો. કેજરીવાલે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહ્યું હતું કે, એક સાથે ે મામલા ચાલવાના કારણે અપરાધિક કાર્યવાહી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોઇન્ટ રજિસ્ટ્રાર પંકજ ગુપ્તાએ કેજરીવાલને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અત્રે નોંધનીય છે કે, કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના પાંચ અન્ય નેતા ભાજપ નેતા અરુણ જેટલી દ્વારા દાખલ કરાયેલ૧૦ કરોડ રૂપિયાના ્‌માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે. કેજરીવાલ ઉપરાંત અન્ય જે પાંચ લોકો છે તેમાં રાઘવ ચઢ્ઢા, કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજય સિંહ અને વિપક્ષ વાજપેયીનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે, ૨૦૦૦થી ૨૦૧૩ વચ્ચેના ગાળામાં ડીડીસીએના અધ્યક્ષ તરીકે જેટલી હતા ત્યારે અનેક ગેરરીતિઓ સર્જાઈ હતી.

Related posts

जम्मू कश्मीर में आतंकवादी हमला, CRPF के 3 जवान शहीद, 4 घायल

aapnugujarat

જુલાઇમાં સંસદનું ચોમાસુ સત્ર યોજાશે

editor

ભારત અને ઇઝરાયેલ વચ્ચે ૭ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1