Aapnu Gujarat
Uncategorized

બાળકી સાથે ફુઆએ કર્યા શારીરિક અડપલા

મોરબીના વિસીપરા વિસ્તાંરમાં ભાડાના મકાનમાં રહેતાં પરિવારની સાડા ચાર વર્ષની બાળકી સાથે કૌટુંબિક ફુઆએ શારીરિક અડપલાં કર્યા હતાં. બાળકી રડવા લાગતાં માતા આવી પહોંચી હતી અને આ શખ્સની કરતૂત સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં ભાડાનાં મકાનમાં રહેતાં એક પરિવારની માત્ર સાડા ચાર વર્ષની દીકરી સાથે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતાં ભગવાનજી હિરભાઇ વાઘોરા નામના શખ્સે બાળકીના કપડા ઉતારી શારીરિક અડપલા કર્યા હતા. ફુઆના કરતૂતથી ગભરાયેલી બાળકી રડી પડતાં માતા આવી પહોંચતાં શખ્સની કરતૂત બહાર આવી હતી. બનાવની જાણ થતાં માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસં બાળકીને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ કરાવી કંઇ અજુગતુ તો નથી બન્યુ તે અંગે તજવીજ હાથ ધરી હતી.

Related posts

અમદાવાદમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યાજાયો

editor

જીરુનો પાક નિષ્ફળ જતા ખેડુતે કરી આત્મહત્યા

aapnugujarat

બે દીપડા કુવામાં ખબકયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1