Aapnu Gujarat
શિક્ષણ

૪૦૦ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા મજબૂર

ગુજરાત સરકાર ભણતરને લઈને મોટી મોટી વાતો કરે છે. એક તરફ સરકાર ડિઝિટક એજ્યુકેશનની વાતો કરી રહ્યું છે ત્યાં બીજી તરફ જમીન પર તો સ્થિતિ કંઈક જુદી જ છે. વલસાડના વાપી જીલ્લામાં ભણતરની સ્થિતિ સરકારના ગાલ પર જાણે સણસણતા તમાચા સમાન છે. અહીં ૪૦૦ વિદ્યાર્થીઓ જર્જરીત એવા એક જ ઓરડામાં ભણવા મજબુર બન્યા છે.
વિદ્યાર્થીઓ રસોડા, ઓટલા અને ઘરના હોલમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. એક સાથે બાળકોને બેસાડવાથી અભ્યાસ પર પણ ગંભીર અસર પડી રહી છે. આટ આટલું થવાં છતાંયે તંત્રનું તો પેટનું પાણી પણ હલતું નથી.
વલસાડના વાપીમાં ચલા વિસ્તારની જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં છે. તેથી વિદ્યાર્થીઓ ચલા વિસ્તારના એક ફળિયાના મકાનમાં ભણવા મજબુર બન્યા છે. પરંતુ આશ્ચર્યનીએ વાત અહીં ધોરણ ૧ થી ૭ના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરે છે. શાળાનું મકાન અત્યંત નાનું હોવાથી વિદ્યાર્થીઓ ૨ શિફ્ટમાં ભણે છે. આમ એક સમયે ચાર અને બીજા સમયે ૩ ધોરણના વિદ્યાર્થીઓ એકસાથે જ અભ્યાસ કરવા મજબુર છે. આમ એકસાથે જ એકથી વધારે ધોરણના વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરતા હોવાથી તેમના અભ્યાસ પર પણ વિપરીત અસર પડી રહી છે.
એક જ ઓરડાના મકાનમાં વિદ્યાર્થીઓ રસોડામાં, ઓટલા પર અને ઘરના હોલમાં શિક્ષણ લે છે. ઓરડામાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા સવાલ સામે પણ ગંભીર સવાલ ઉભા થયા છે. આમ ભણતરને લઈને અનેક જાહેરાતો છતાં બાળકો બેબસ બન્યા છે. ઘણા સમયથી વિદ્યાર્થીઓને આવી હાલત હોવા છતાંયે વલસાડ જિ.પં. પ્રમુખ અને ડ્ઢર્ડ્ઢંના પેટનું પાણી પણ નથી હલતું.
અગાઉ શિક્ષણ અધિકારીએ નવા મકાનના બણગાં ફૂંક્યા હતાં. તેમ છતાંયે સ્થિતિ તો ઠેરની ઠેર જ છે. એક ઘરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે નવા મકાનની રાહ જોઈ રહ્યાં છે.

Related posts

મ્યુનિસિપલ સ્કુલોમાં ૪ વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઓછાં થયાં

aapnugujarat

ઇસ્લામિક આતંકવાદ પર કોર્સ અંગે જેએનયુને નોટિસ

aapnugujarat

स्कूल वैन तथा रिक्शा चालक की हड़ताल खत्म

aapnugujarat

Leave a Comment

UA-96247877-1