Aapnu Gujarat
Uncategorized

વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ અને ભવ્ય સત્કાર સમારંભ

વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ અને ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી શરૂઆત કરી હતી. આ સત્કાર સમારંભમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. વોલન્ટરી બ્લડ બેંકમાં 31 લાખનુ દાન આપનાર સમર્થ ડાયમંડના ગોવિંદભાઈ પટેલનું પણ સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાંમાં મનુભાઈ પટેલના પૌત્ર રાજના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે રાજની કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારબાદ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પાણી પુરવઠો અને જળ સંપત્તિ વિભાગના મંત્રી અને વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય ઋષિકેશ પટેલની સાકરતુલા કરાઈ હતી.

ત્યારબાદ વિસનગર શહેર ભાજપ ઉપપ્રમુખ મનુભાઈ પટેલ (લાછડીવાળા)ના ઈચ્છા મુજબ મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને શહેરમાં હમેશા સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા સાર્વજનિક સ્મશાન ગૃહ અને વોલન્ટરી બ્લડ બેંકના ચેરમેન રાજુભાઇ પટેલ( આર.કે. જવેલર્સ) ની પ્રથમવાર અનોખી રક્તતુલા કરવામાં આવી હતી. જેમાં રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલી રક્તની બોટલો દ્વારા રાજુભાઇ પટેલની રક્તતુલા કરાઈ હતી. આ કાર્યક્રમમાં વિસનગર શહેરના 72 એસોસિએશન દ્વારા આરોગ્યમંત્રી અને ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલનું પુષ્પ, શાલ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સમર્થ ડાયમંડના ગોવિંદભાઈ પટેલ અને તેમની ધર્મપત્નિ કામિનીબેન, ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ મનુભાઈ પટેલ (લાછડીવાડા) તેમજ રાજુભાઇ પટેલ( આર.કે.) નું પણ શાલ, પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મનુભાઈ પટેલ (લાછડીવાળા) એ પોતાના પૌત્ર રાજના ત્રીજા જન્મ દિવસ પર અનોખી ઉજવણી કરી હતી.

Related posts

गरबा खेलते खेलते हुआ इंफेक्शन

aapnugujarat

આપનો રોડ શો – કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો ટૂંકાવી દેવામાં આવ્યો, શું કારણથી ટૂકાવાયો

aapnugujarat

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1