Aapnu Gujarat
Uncategorized

રાજકોટના ઉપલેટામાં હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ

રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામે હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ હતી જેમાં ગધેડીને સોળે શણગાર કરવામાં આવ્યો હતો અને રીતિ રિવાજ મુજબ ગધેડીની શ્રીમંત વિધિમાં પૂજાવિધિ કરવામાં આવી હતી.ગધેડીના શરીર પર રંગબેરંગી કલરથી પટ્ટા દોરવામાં આવ્યા હતા તેમજ ગધેડીને ચુંદડી પણ પહેરાવવામાં આવી હતી ત્યારે આ અનોખો પ્રાણીપ્રેમ ઉપલેટા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.આ હાલારી ગધેડીની શ્રીમંતમાં વિધિ પ્રસંગમાં મંડપો બાંધવામાં આવ્યા હતા તેમજ મહિલાઓએ શ્રીમંત વિધિના રૂડા ગીતો ગાયા હતા અને ગધેડીની શ્રીમંત વિધિમાં મહિલાઓની સાથોસાથ પુરૂષો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ અનોખા પ્રસંગે માલધારી સમાજ એકઠો થઈ શ્રીમંત વિધિ કરી હતી

જેમાં સ્થાનિક મેઘીબેન ભરવાડે જણાવ્યું હતું કે, માનવીઓમાં જેમ શ્રીમંત વિધિ કરવામાં આવે છે તેમ હાલારી ગધેડીની પ્રજાતિને બચાવવા માટે આ અનોખી શ્રીમંત વિધિ યોજી હતી જેમાં માલધારી સમાજ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આ તકે તેઓ સરકારને વિનંતી છે કે, હાલારી ગધેડાની પ્રજાતિને બચાવવા માટે ખરાબા આપો.વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલ હાલારી ગધેડાની સંખ્યા 439 જ છે ત્યારે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના હાલારી ગધેડાને રાષ્ટ્રીય માન્યતા પણ મળી છે ત્યારે આ હાલમાં હાલારી ગધેડાની સંખ્યા 439 જ રહી છે જેથી આ હાલારી ગધેડાના સંરક્ષણ માટે ભુજની સહજીવન સંસ્થા દ્વારા શ્રીમંત વિધિનો કાર્યક્રમ યોજાયો હતો.આ હાલારી ગધેડાને બચાવવા માટે ગર્ભવતી ગધેડીની શ્રીમંત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી ત્યારે આ અનોખો પ્રાણીપ્રેમ ગુજરાતમાં લગભગ સૌપ્રથમ ગણી શકાય છે.

https://youtu.be/abQZoqqh1Rg

Related posts

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

aapnugujarat

જેતપુર પીઠડીયા ટોલનાકામાં ફાસ્ટેગની અમલવારી શરૂ

editor

લીંબડી ખાતે પંચાયત રાજયમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાના હસ્‍તે ધ્‍વજવંદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1