Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લાના તમામ સબ સેન્ટરોથી લઈ પ્રા.આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા ૧૫ એપ્રિલ સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવાશે.

આ સ્વચ્છતા અભિયાનમાં જુદા-જુદા દિવસે સફાઈ શપથ, ટીમ ગઠન, શ્રમદાન-સફાઈ, દર્દીઓને આરોગ્ય અને સ્વચ્છતા અંગે સમજણ, આરોગ્ય કેમ્પ, વેસ્ટ મેનેજમેન્ટ તાલીમ, ટીમ વર્કશોપ, મેડીકલ ઓફિસરો દ્રારા શાળાની મુલાકાત, સફાઈ કામદારોને તાલીમ, વોર્ડ સ્વચ્છતા ઓડીટ, ઈનામ વિતરણ સહિતની કામગીરી કરવામાં આવશે.

આ સ્વચ્છતા અભિયાન દરમ્યાન આરોગ્ય કેન્દ્રોમાં આવતા દર્દીઓને સ્વચ્છ વાતાવરણમાં સારવાર આપવાની સાથે ગીર સોમનાથ જિલ્લાને રોગ મુક્ત કરવા આ અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

જામનગરમાં હાર્દિક પટેલના કાફલાં ઉપર ટમેટાં ફેંકાયા

aapnugujarat

  વેરાવળ કોસ્ટગાર્ડ જેટી ખાતે બોટમાં યોગ દિવસની અનોખી ઉજવણી

aapnugujarat

ધંધુકા ખાતે અમદાવાદ જિલ્લાનાં પ્રભારી મંત્રી આર.સી.ફળદુની હાજરીમાં પ્રશ્નોનો નિકાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1