Aapnu Gujarat
Uncategorized

ધંધુકા ખાતે અમદાવાદ જિલ્લાનાં પ્રભારી મંત્રી આર.સી.ફળદુની હાજરીમાં પ્રશ્નોનો નિકાલ

૨૫ જુલાઈનાં રોજ ધંધુકા ખાતે અમદાવાદ જિલ્લાનાં પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરાયેલાં શ્રી આર.સી.ફળદુનાં ધોલેરા અને રાણપુરનાં નાગરિકોનાં જુદાં-જુદાં અનેક પ્રશ્નોની છણાવટ અમદાવાદ જિલ્લાનાં કલેક્ટર, ડીડીઓ તથા ધંધુકા પ્રાંત અધિકારીની હાજરીમાં અગાઉથી આવેલાં પ્રશ્નોનો જવાબ સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો, જે અધૂરાં કામો હતાં અને પૂરાં થઈ ગયાં છે તેની જાણકારી આપવામાં આવી, જે કામ હજુ બાકી છે તેને પૂર્ણ કરવા માટે અને રાજ્યકક્ષાનાં જે કામો બાકી છે તેની દરખાસ્ત તૈયાર કરીને રાજ્યમાં મોકલી આપવા માટે પ્રભારી મંત્રી આર.સી.ફળદુએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી તથા પોલીસ વિભાગમાં આવેલી ફરિયાદોનો તાકીદે નિકાલ કરી નિષ્પક્ષ રીતે નિર્ણય લેવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી અને ત્રણેય તાલુકામાં જે હાલમાં પ્રશ્નો બાકી છે તેનું પ્રમાણ ત્રણ મહિના પછી મળનારી આવી જ બેઠકમાં ઘણું ઓછું રહે તેવી અપેક્ષા સાથે તેઓએ અધિકારીઓને સૂચના આપી.
સ્થળ પર પ્રશ્નોનાં નિકાલનાં કારણે ગ્રામ્યજનોમાં આનંદ અને ઉત્સાહ હતો. પોતાની હાજરીમાં જ પોતાનાં પ્રશ્નોનો અધિકારીઓએ સંતોષપૂર્વક આમને-સામને જવાબ આપતાં અને તેનો નિકાલ થતાં સ્થાનિક લોકોએ આવી બેઠકો વારંવાર યોજાય તેવી આશા વ્યક્ત કરી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ, માજી સાંસદ રતિલાલ વર્મા, ભાજપનાં આગેવાનો જેમ કે મુન્નાભાઈ, કાળુભાઈ જાખલાવાળા, કાળુભાઈ ભુરકીવાળા, ધંધુકા નગરપાલિકાનાં પ્રમુખ, ધંધુકા નગરપાલિકાનાં માજી પ્રમુખ પ્રકાશ રામી, ધંધુકા નગરપાલિકાનાં માજી પ્રમુખ ધીરૂભાઈ રાસમીયા, ભદુભાઈ અગરાવત, માજી ધારાસભ્ય લાલજીભાઈ મેર, ધંધુકા નગરપાલિકાનાં હર્ષદ ચાવડા, રણછોડભાઈ ભુંભાણી, કોર્પોરેટર કાળુભાઈ ડાભી, નવદીપ ડોડીયા, વગેરે મહત્વનાં આગેવાનોએ હાજરી આપીને આ મિટિંગને સફળ બનાવી હતી.

Related posts

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે તમંચા સાથે શખ્સને પકડ્યો

editor

ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસ-આપમાં ગાબડું : સીઆર પાટીલ પહેરાવશે કેસરીયો

aapnugujarat

ધોરાજીમા કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની કરાઈ નિકાસ

editor

Leave a Comment

UA-96247877-1