Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમા કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની કરાઈ નિકાસ

ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝન સહકાર થી વિશેષ ટ્રેન જેને કિશાન રેન્ક નામ આપવામાં આવેલ છે. આ ગુડ્ઝ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્ર નાં વેપારીઓ દ્વારા અંદાજે 550 મેટ્રિક ટન ડુંગળી ભરી ને કિશાન રેન્ક ટ્રેન ગૌહાટી જવાં આજરોજ રવાના થશે ખેડૂતો પાસે થી 600 થી 700 સુધી નાં ભાવ માં પોષણક્ષમ ભાવો માં ડુંગળી ની ખરીદી કરાઈ છે.

ગત મહિના માં ચાર વખત જેમાં એક વખત ગૌહાટી અને ત્રણ વખત સિલિગુડી કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળી ની નિકાસ કરવામાં આવેલ જેથી ખેડૂતો ને પોષણક્ષમ ભાવો મળી રહે છે અને ખેડૂતો ની ડુંગળી ઓની નિકાસ કરવામાં આવતાં ખેડૂતો ખુશ ખુશાલ જોવાં મળ્યા હતા આમ પાંચ મી વખત કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળી ની નિકાસ ધોરાજી થી અન્ય રાજ્ય માં મોકલતાં ખેડૂતો ને ખરેખર ખુબ જ ફાયદાકારક નિવડી રહી છે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝન તથા રાજય સરકાર આવી રીતે ખેડૂતો ને સહકાર આપતી રહે જેથી ખેડૂતો વેપારીઓ ટ્રાન્સફરો અને મજુરો ને રોજગારી મળતી રહે તેવી આશા વેપારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી હતી.

Related posts

ગુજરાત હાઇકોર્ટે રૈયાણી હત્યાકેસમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજીવન કેદ ફટકારી

aapnugujarat

કોંગ્રેસ ગરીબોને રૂ.૭૨ હજાર કઈ રીતે આપશે એ સ્પષ્ટ કરે : રૂપાલા

aapnugujarat

અમદાવાદમાં યુવતીને તાલિબાની સજા

editor

Leave a Comment

UA-96247877-1