Aapnu Gujarat
Uncategorized

સોમનાથ દર્શનાર્થે આવતાં ભક્તો માટે તંત્ર દ્વારા મંડપ બાંધવામાં આવ્યાં

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સંકુલમાં જુદાં-જુદાં પાંચ સ્થળોે મંડપ લગાવી આકરી ગરમીમાં ભક્તોનો થાક ઉતારવા કે તાપથી રક્ષણ આપવા માટેનું સરાહનીય કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ મંડપોમાં એક મંદિર પ્રવેશ ચેકિંગ પોઈન્ટ પાસે એક બુટઘર પાસે લાઈટ એન્ડ સાઉન્ડ એરિયા પાસે અને અન્ય એક સ્થળે આ મંડપ લગાવવામાં આવ્યાં છે.
કાળઝાળ આકરી ગરમીમાં દર્શન કરવા માટે આવતાં લાઈનમાં ઉભા રહેતી વખતે ગભરામણ ના થાય તે માટે મંદિર સેન્ટ્રલી એરકન્ડિશન્ડ કરાયું છે જેમાં રૂપિયા ૩૫ લાખનાં ખર્ચે ૨૮ નોઝલ સિસ્ટમ દ્વારા અંદર-બહારની હવા સર્ક્યુલેશનથી સભાગૃહ સતત ઠંડુગાર રહે છે અને શીતળતાનો અહેસાસ અનુભવી શકે છે. આમ, સોમનાથમાં કૈલાશપતિનાં દર્શન કરવા માટે આવનારા ભક્તોને કૈલાશનો અનુભવ થાય તેવો પ્રબંધ કરવામાં આવ્યો છે.
મંદિરમાં પ્રવેશતાં જ જ્યાં બુટઘર આવેલું છે ત્યાં દર્શનાર્થીઓ પોતાનાં પગરખા ઉતારી દર્શન કરવા જતાં હોય છે તે સ્થળેથી મંદિરમાં પ્રવેશ કરે તે પટ્ટાને કેમિકલ દ્વારા સફેદ પટ્ટો લગાવવામાં પણ આવ્યો છે જેનાં કારણે ખુલ્લાં પગે મંદિરમાં જતાં ભક્તોને આ પટ્ટા પર ચાલવાથી પગ ધગધગતા નથી નથી એટલું જ નહીં બુટ-ચંપલ ઉતારવાનાં બુટઘર સ્થળે છાંયડા માટે ખાસ મંડપ પણ બાંધવામાં આવ્યો છે. ઉપરાંત રેગ્યુલર ત્રણ જેટલી પીવાના પાણીની પરબો કાર્યરત છે જ અને દર્શનાર્થી મંદિર દર્શન પૂર્ણ કર્યા પછી મહાદેવની પ્રસાદી સમુ શીતળ ચંદન સ્વહસ્તે કપાળે લગાવી શકે તે માટે મંદિરનાં ઉત્તરી દરવાજાનાં ખૂણા પાસે ચંદન વાટિકા કાયમી ધોરણે મૂકવામાં આવી છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

દિલ્હીની આપ સરકારે ઇલેક્ટ્રીક વ્હીકલ પૉલીસી લોન્ચ કરી

editor

સોમનાથ તીર્થધામ ખાતે તા.૦૭-૦૮-૨૦૧૭ શ્રાવણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણયોગ : ૨૬ વર્ષ બાદ રચાયો ખગોળીય ગ્રહણયોગ

aapnugujarat

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂત દ્વારા પ્રથમવાર કરવામાં આવ્યું તમાકુનું વાવેતર

editor

Leave a Comment

UA-96247877-1