Aapnu Gujarat
Uncategorized

સોમનાથ તીર્થધામ ખાતે તા.૦૭-૦૮-૨૦૧૭ શ્રાવણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણયોગ : ૨૬ વર્ષ બાદ રચાયો ખગોળીય ગ્રહણયોગ

આગામી તા. ૭-૮-૨૦૧૭, સોમવારે શ્રાળણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોય. આ ગ્રહણ આધ્યાત્મિક રીતે પાળવાનું રહેશે. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં સર્જાનાર આ ગ્રહણ આધ્યાત્મિક રીતે ખુબ જ મહત્વ ધરાવતુ હોય સોમનાથ ક્ષેત્રમાં ગ્રહણ દરમ્યાન પાઠ-પૂજન-દાન-જપ-તપ-ધ્યાન વગેરેનું વિશેષ મહત્વ ધરાવે છે અને આધિ દૈવિક આધિ ભૌતિક તથા આદ્યાત્મિક દોષોમાંથી મુક્તિ અપાવનારૂ છે. ઉપરોક્ત ગ્રહણ શ્રવણ નક્ષત્રમાં તથા મકર રાશિમાં થનાર છે, શ્રાવણ માસમાં હોવાથી વિશેષ પુણ્કારી ગણવામાં આવે છે.

सरस्वती समुद्रश्व. सोमेसोम ग्रहणस्तथा ।
दर्शनम्‌ सोमनाथस्य, सकारा पंचदुर्लभा

ઉપરોક્ત સ્કંદ પુરાણના કથન અનુસાર પ્રભાસક્ષેત્રમાં ચંદ્રગ્રહણનો યોગ દુર્લભ માનવામાં આવે છે. ઉપરોક્ત શ્લોક અનુસાર પંચસકાર એટલે કે ૧. સરસ્વતી ૨. સમુદ્ર (ત્રિવેણી સ્નાન),૩ સોમવાર, ૪ ચંદ્રગ્રહણ ૫. સોમનાથ મહાદેવના દર્શનથી પંચસકાર યોગ બને છે. આવા દુર્લભ યોગના ઉપલક્ષ્યમાં દર્શનાર્થીઓ ચંદ્રગ્રહણના પંચસકારનો લાભ પ્રાપ્ત કરી કૃતાર્થ બને તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિરના નિત્યક્રમમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવેલ છે. તદ્‌અનુસાર શ્રી સોમનાથ મંદિર તા.૦૭-૦૮-૨૦૧૭ના રોજ પ્રાતઃ ૪ વાગ્યે ખુલશે અને મધ્યાન્હ આરતી સમયે શ્રૃંગારદર્શન તથા મધ્યાન ૧ વાગ્યા બાદ મંદિરમાં ધાર્મિક ક્રિયાઓ ગ્રહણ મોક્ષ સુધી થશે નહીં. ગ્રહણ મોક્ષ બાદ એટલે રાત્રિના ૧ વાગ્યા બાદ શિવ મહાપૂજન તેમજ ૧.૩૦ વાગ્યે મહાઆરતી થશે. આરતી બાદ રાત્રિના ૨ વાગ્યે મંદિર થશે.

Related posts

જુનાગઢની મેડિકલ કોલેજનાં ડીન સુરેશ રાઠોડ પર હુમલા સંદર્ભે આવેદનપત્ર અપાયું

aapnugujarat

શિક્ષક દિન નિમિત્તે ગીર-સોમનાથ જિલ્લાનાં ૨૧ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું

aapnugujarat

ઉત્તર ગુજરાતના મોટામા મોટા ૨૮૨ વણકર સમાજ પરગણાનો બહિષ્કાર

editor

Leave a Comment

UA-96247877-1