Aapnu Gujarat
Uncategorized

શિક્ષક દિન નિમિત્તે ગીર-સોમનાથ જિલ્લાનાં ૨૧ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મ દિવસ ૫ સપ્ટેમ્બર નાં રોજ વેરાવળ સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં ગીર-સોમનાથ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર ૨૧ શિક્ષકોનું સાલ ઓઢાડી સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. જેમાં જિલ્લા પારિતોષિક વિજેતા માલશ્રમ પ્રા.શાળાનાં આચાર્યા અને હાલ બી.આર.સી જ્યાબેન ગોહીલનું રૂા. ૧૫૦૦૦ નો પુરષ્કાર શાલ અને સન્માનપત્ર આપી વિશેષ બહુમાન કરાયું હતું.
શ્રી જયાબેન ગોહીલનાં શિક્ષણ પ્રત્યેના વિશેષ પ્રયાસોથી માલશ્રમ શાળા છેલ્લા તમામ ગુણોત્સવમાં એ ગ્રેડ મેળવેલ છે. તેમણે ઇત્તર પ્રવૃતિમાં સ્વરચિત એક “બાલ કલરવ” તથા “દિકરી વહાલનો દરીયો” કાવ્ય સંગ્રહની રચના કરેલ છે. તેમણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને પ્રજ્ઞા કાર્યક્રમમાં પણ પ્રેરણારૂપ કામગીરી કરેલ છે. માલશ્રમ શાળા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચ વખત પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તેમની આ તમામ પ્રવૃતિનાં આધારે તેઓ જિલ્લા પારીતોષિક વિજેતા થયા છે.
રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેમણે શિક્ષકો-ગુરૂજનોને હંમેશા વંદનીય છે તેમ જણાવી કહ્યું કે, આજે અમે આગળ વધ્યા છીયે તેમાં પ્રિન્સીપાલ પ્રફુલાબેનનું ખુબ મોટું યોગદાન છે. તેમણે શિક્ષકોને હંમેશા સન્માન આપવા સાથે તેમની સમસ્યાઓ સંવાદથી ઉકેલવા પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે શિક્ષક દિન ફક્ત ભારતમાંજ ઉજવાઇ છે તે આપણી શિક્ષક પ્રત્યેની લાગણી-વિશ્વાસ છે. માતા બાળકને જન્મ આપે છે, જ્યારે સંસ્કારોનું સિંચન કરી શિક્ષક બાળકનાં જીવનનું સાચું ઘડતર કરે છે. બીજો જન્મ આપે છે વડિલોને આપણે વંદન કરીએ છીયે જ્યારે શિક્ષકોને પગે લાગીએ છીએ. એ તેમનું સ્થાન આપણા જીવનમાં મુઠી.ઉચેરૂ છે તે પ્રતિત થાય છે. ભગવાન રામને યાદ કરીએ ત્યારે ગુરૂ વિશ્વામીત્ર અને ક્રિકેટનાં ભગવાન સચિત તેંડુલકરને યાદ કરીએ ત્યારે તેમનાં ગુરૂ રમાકાન્તજીને પણ યાદ કરીએ છીએ તેમ કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા અને પ્રવાસન નિગમનાં ડિરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરારે સન્માનીત શિક્ષકોને શુભેચ્છા પાઠવી શિક્ષકો સમાજ ઘડતર સાથે સંસ્કાર સિંચન્ન માટે શ્રેષ્ઠ કામગીરી કરે છે તેમ જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખે સૈાના સ્વાગત સાથે શ્રેષ્ઠ શિક્ષકોની કામગીરીને બિરદાવી તેમાથી શિક્ષકોને પ્રેરણા લઇ જિલ્લામાં શિક્ષણ સુધારવા માટે સહભાગી જવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પ્રા.શિક્ષણાધીકારીશ્રી એચ.એન.દાફડાએ અભારવિધિ અને શિક્ષકશ્રી દિપકભાઇ નિમાવતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
ઉપરાંત આ પ્રસંગે માધ્યમિક વિભાગમાં જિલ્લામાં શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વેરાવળ ગર્લ્સ સ્કુલના આચાર્ય એન.ડી.અપારનાથી, સરસ્વતી વિદ્યામંદીર સુપાસીનાં આચાર્ય ડી.કે.જોટવા, વિનય મંદીર આજોઠાનાં આચાર્ય એન.બી.ઓઝા, માધ્યમીક શાળા આલીદરનાં શિક્ષક કે.એમ.ડોડીયા, વિનોબા વિદ્યા મંદીર સીમારનાં શિક્ષક એ.પી.બારડ, વલ્લભાચાર્ય કન્યા વિદ્યાલય તાલાળાનાં શિક્ષક આર.એચ.રામ, માધ્યમિક શાળા ધોકડવાના શિક્ષક ડી.ડી.પોપટ અને સરકારી માધ્યમિક શાળા હરમડીયાના શિક્ષકશ્રી કે એન. છગનું સાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતું.
પ્રાથમિક વિભાગમાં રાજેન્દ્રકુમાર જોષી, આચાર્ય સનવાવ પ્રા.શાળા, રામસિહભાઈ પરમાર આચાર્યશ્રી આલીદર કુમાર શાળા, જશુભાઈ બળાઇ આચાર્ય મોરાસા પ્રા.શાળા, રમેશભાઈ રામ આચાર્યશ્રી તાંતીવેલા પ્રા.શાળા, દિલીપભાઈ માલકીયા શિક્ષક અંબાડા પ્રા.શાળા, આનંદભાઈ ઠાકર શિક્ષક વડવીયાળીપ્રા.શાળા, કાળભાઈ કામળીયા છારા કન્યા શાળા, માનસિંગભાઈ પરમાર શિક્ષક રાખેજ પ્રા.શાળા, વાઢેર માલદેભાઇ પ્રા.શાળા મેધપુર, વિપુલભાઈ વોરા વાવરડા પ્રા.શાળા, ભાવેશ મહેતા ધ્રામણવા પ્રા.શાળા અને નીકુંજભાઈ ભુત રાળેચી પ્રા.શાળાનું તેમજ કેળવણી નિરિક્ષક અનીલભાઈ પટેલ, બી.આર.સી. શ્રી જેસીંગભાઈ ચુડાસમા અને જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ રામસીભાઈ પંપાણીયાનું પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ અને સન્માનપત્ર આપી બહુમાન કરાયુ હતુ. આ પ્રસંગે અગ્રણી ધીરૂભાઈ સોલંકી, મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, મદદનીશ શિક્ષણાધિકારીશ્રી ભાવેષ ડોડીયા સહિત શિક્ષકગણ-આચાર્યશ્રીઓ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા. ઉપરાંત આ તકે રાષ્ટ્રીય કામગીરી મતદારયાદી સુધારણામાં શ્રેષ્ડ ફરજ બજાવનાર બી.એલ.ઓશ્રી દિનેશ દાફડાનું પણ સન્માન કરાયુ હતું
સન્માનનો પ્રતિભાવ આપતા સન્માનીત સરસ્વતી વિધાલય સુપાસીના આચાર્યશ્રી ડી.કે.જોટવાએ કહયુ કે, શિક્ષક દિન નિમિત્તે અમારૂ સન્માન થતા અમે ગૌરવ અનુભવવા સાથે વધુ કાર્ય કરવાની પ્રેરણા મળશે.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ચુડામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

editor

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે પૈસા ચૂકવવા પડશે

editor

કેશુભાઈને મોદીએ અને આનંદીબેનને શાહે હેરાન કર્યાં : ઇન્દ્રનીલ રાજ્યગુરુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1