Aapnu Gujarat
Uncategorized

દિલ્હીની આપ સરકારે ઇલેક્ટ્રીક વ્હીકલ પૉલીસી લોન્ચ કરી

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ માટે આજે (શુક્રવાર) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈલેક્ટ્રીક વ્હીકલ પૉલીસી લૉન્ચ કરી દીધી છે. આ સાથે જ દિલ્લી સરકાર ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર ફાઈનાન્સિયલ ઈન્સેટીવ પણ આપશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક ડિજિટલ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે દિલ્લી સરકારે છેલ્લા ૨-૩ વર્ષ આકરી મહેનત કરીને બધા લોકો સાથે ચર્ચા કરીને દિલ્લીની ઈલેક્ટ્રીક વ્હીકલ પૉલિસી તૈયાર કરી છે. આજે સવારે આ પૉલિસીને નોટિફાઈ કરી દેવામાં આવી છે.
સીએમ કેજરીવાલે ઈલેક્ટ્રીક વ્હીલક પૉલિસી લૉન્ચ કરતી વખતે કહ્યુ કે જો આજથી પાંચ વર્ષ બાદ દુનિયામાં ક્યાંય ઈલેકટ્રીક વ્હીકલની વાત થશે તો દિલ્લીનુ ઉદાહરણ સૌથી પહેલા આપવામાં આવશે. તેમણે કહ્યુ કે આ પૉલિસી દ્વારા આપણો હેતુ દિલ્લીની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદૂષણના સ્તરને ઘટાડવાનો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ઈલેક્ટ્રીક વ્હીકલ આજે મોંઘા છે એટલા માટે તેને કોઈ ખરીદતુ નથી. આને વધુને વધુ લોકો ખરીદે તેના માટે સરકાર આના પર આર્થિક મદદ આપવા જઈ રહી છે. ટુ વ્હીલર પર લગભગ ૩૦૦૦૦ની મદદ, કાર પર ૧.૫૦ લાખ, ઑટો રિક્ષા પર ૩૦૦૦૦, ઈ-રિક્ષા પર ૩૦૦૦૦ અને માલવાહક વાહન પર ૩૦૦૦૦ સુધી ઈન્સેન્ટીવ મળશે. આ ઉપરાંત જો તને જૂના પેટ્રોલ કે ડીઝલ વાહન એક્સચેન્જમાં આપીને નવી ઈલેક્ટ્રીક ગાડી ખરીદો તો સરકાર તરફથી તમને ઈન્સેન્ટીવ મળશે. સીએમે કહ્યુ કે આ રીતના ઈન્સેન્ટીવ આખા દેશમાં પહેલી વાર જ દિલ્લીમાં આપવામાં આવી રહ્યા છે.

Related posts

સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન કેશુભાઈ પટેલ સોમનાથની મુલાકાતે

aapnugujarat

અમદાવાદ આરટીઓમાં વાહન રજિસ્ટ્રેશન-પાસીંગની રીસીપ્ટ સંદર્ભે ભારે ધાંધિયા

aapnugujarat

યુવકની દિન દહાડે કરવામાં આવી હતી હત્યા,શહેર આખું સજ્જડ બંધ

editor

Leave a Comment

UA-96247877-1