Aapnu Gujarat
Uncategorizedગુજરાતજીવનશૈલીતાજા સમાચારસ્વસ્થતા

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

હેલ્થ મેળામાં ૧૦૧ રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ : બ્લડપ્રેશર ડાયાબિટીસ સ્ક્રિનિંગ, મોતિયા સહિત આંખની તપાસ, હેલ્થ આઈડી, ટેલીકન્સલ્ટિંગ, પીએમજય કાર્ડ, જનરલ ઓપીડી, આયુષ ઓપીડી, પ્રિકોશન ડોઝ કોવિડ વેક્સિનેશન, લેબોરેટરી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ કરાયુ

મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર વિભાગ ન્યૂ દિલ્હી દ્વારા જિલ્લા કક્ષાએથી દરેક બ્લોક લેવલે હેલ્થ મેળાનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. જે અંતર્ગત મંગળવારે મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ વિરમગામ ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી દિપકભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષભાઇ પરમાર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રભાઇ રાજપુત દ્વારા કરવામાં આવ્યુ હતુ. હેલ્થ મેળામાં ૧૦૧ રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ હતુ. રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિરમગામ ખાતે આયોજિત હેલ્થ મેળામાં ૧૪૭૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

હેલ્થ મેળામાં બ્લડપ્રેશર ડાયાબિટીસ સ્ક્રિનિંગ, મોતિયા સહિત આંખની તપાસ, હેલ્થ આઈડી, ટેલીકન્સલ્ટિંગ, પીએમજય કાર્ડ, જનરલ ઓપીડી, આયુષ ઓપીડી, પ્રિકોશન ડોઝ કોવિડ વેક્સિનેશન, લેબોરેટરી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ, આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓનું આઇઇસી પ્રદર્શન, વાહક જન્ય રોગ નિયંત્રણ માટે ફોગીંગ મશીન, નેપસેક પંપ, ફોગર મશીન, અબેટ, પોરા નિદર્શન, ડાયફ્લુબેન્ઝ્યુરોન સહિતના દવા સાધનોનું નિદર્શન- માહિતી, આઇસીડીએસ વિભાગનું આઇઇસી પ્રદર્શન તથા ફુડ સેફટી વિભાગ દ્વારા ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને નિદાન સારવાર ઉપરાંત સ્વસ્થ્ય જીવનશૈલી અપનાવવા માટેની મહત્વની જાણકારી પણ આપવામાં આવી હતી.

રીપોર્ટર: વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ

Related posts

લોકડાઉનના સમય દરમ્યાન ભક્તોને ભગવાન સાથે જોડવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવી ડીઝીટલ સેવા દ્વારા ઇ-સંકલ્પ કરાવવાનો પ્રારંભ..

editor

રાજકોટ શહેરમાં પરિણીતાએ આપઘાત કર્યો

aapnugujarat

મતદાન બાદ તૃણમુલ નરસંહાર કરાવી શકે છે : સીતારામન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1