Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર બની ચોરીની ઘટના

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લુંટ અને ધાડ પાડવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શિયાળાની ઠંડીમાં તસ્કરો રહેણાંક બંધ મકાન અને વેપાર ધંધાની મોટી દુકાનોને નિશાન બનાવી મોટી ચોરી કરવાનો કારસો રચી તસ્કરો ત્રાટકતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર શ્રી રામ જવેલર્સ સોની દુકાનમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે અને આજુબાજુ વિસ્તારમાં રહેતાં લોકોમાં ચોરીનો ભય ફેલાઈ જવા પામ્યો છે

વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર ઉમિયા ટાઉનશિપમાં રહેતાં ચેતનભાઈ પટેલની શાક માર્કેટ નજીક આવેલ શ્રી રામ જવેલર્સ સોનીની દુકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ નિશાન બનાવી બંધ દુકાનનું શટર તોડીને તસ્કરો ગેરકાયદેસર પ્રવેશ કરી સોનાચાંદીના દુકાનમાં હાથફેરો કરતા કાઈ ચીજ વસ્તુઓ હાથ ના આવતા દુકાનમાં રહેલ સીસીટીવી ટીવી કેમેરાનુ એલઈડી ટીવી અને રીસીવર લઈને ફરાર થયા હોવાનું દુકાનના માલિક ચેતનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ માસ્ટર માઈન્ડ તસ્કરોએ પોતાની ચોરીની કોઈ સાબિતી ના રહે તે હેતુથી ચાલુ સીસીટીવી ટીવી કેમેરાનું એલઈડી ટીવી અને રીસીવર લઈને રફુચક્કર થતા આ રહેણાંક વિસ્તારમાં રહેતાં લોકોમાં ચોરીનો ફફડાટ અને ભય ફેલાઈ જવા પામ્યો છે અને આ ઘટનાની જાણ શ્રી રામ જવેલર્સ સોનીની દુકાનના માલિક ચેતનભાઈ પટેલે બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ટીમે ચોરી અંગેની તપાસ હાથ ધરી છે અને ચોરીની ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

જિજ્ઞેશ વાઘેલાની અમદાવાદ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના મહામંત્રી તરીકે વરાણી

editor

असम में बारिश का कहर

editor

દીવના ઘોઘલા ખાતે પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ

editor

Leave a Comment

UA-96247877-1