Aapnu Gujarat
Uncategorized

મોડાસાના વીર જવાન સાવન કુમાર પરમારની અંતિમયાત્રા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વતની અને મહારાષ્ટ્ર પૂના ખાતે 242 બટાલિયન C .R.P.F  માં  ફરજ બજાવતા સાવન કુમાર પરમારનું બીમારીથી નિધન થતા સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાનનુ નિધન થયુ હતુ. વીર શહીદ જવાનનો મૃતદેહ માદરે વતન લાવવમાં આવતા હજારોની સંખ્યામાં ભીડ અંતિમયાત્રામાં ઉમટી હતી વીર જવાનને સલામી અને ગાર્ડ ઓફ ઓનરની સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી

સલામી સાથે જવાનને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે જય હિન્દના નાદ થી સમગ્ર જિલ્લો ગુંજી ઉઠ્યો હતો પરિવારમાં વીર શહીદ દિકરાનો મૃતદેહ આવતા પરિવારમાં શોકનું મોજું ફેરવાયું હતું.C .R.P.F ના જવાનની બટાલિયન 242 એ દુઃખદ લાગણી વ્યક્ત કરી હતી.અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકો દ્વારા વીર શહીદ જવાનને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

કરૂણા મહિલા મંડળની બહેનો દ્વારા આર્મી ટ્રેનિંગ લઈ રહેલાં દલિત યુવાનોને રાસન અને રોકડની સહાયતા

aapnugujarat

गोंडल के उमवाडा चौकड़ी पर ट्रक ने स्कूटी को चपेट में लेते हुए मां-पुत्री की मौत

aapnugujarat

ઢસાના માંડવા પાસે સર્જાયો ભયાનક અકસ્માત

editor

Leave a Comment

UA-96247877-1