Aapnu Gujarat
Uncategorized

ભ્રષ્ટાચારનું ગાબડુ ફરી 12 કલાકમાં ખુલ્લુ પડ્યુ ,શહેરી વિસ્તારમાં નબળી કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી એમ.પી .શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ નજીક 30 ફૂટનું ગાબડું પડી જવા પામ્યું છે જેને લઈને શહેરની એમ પી શાહ કોલેજ સામે બીજી વાર પડેલા આ મસમોટા ભૂવાને તાત્કાલિક રિપેર કરવા પ્રજાના હિત માટે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાન કમલેશભાઈ કોટેચા, દીપકભાઈ ચીહલા, મહેશભાઈ ભરવાડ, ધર્મેશભાઈ, ચીંતનભાઈ ભુસડીયા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી જઈ નેશનલ હાઈવેના અધિકારી સહિત વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સાંસદ સભ્ય ડો મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યને કોલ કરવા છતા પ્રજાના કામ માટે ફોન પણ રિસીવ ના કરતા આમ આદમી પાર્ટીની ટીમના આગેવાનોમાં આક્રોશ સાથે રોષ ફેલાયો હતો

અને આ હાઈવે પર 30 ફૂટનો પડેલો મસમોટો ખાડો તાત્કાલિક પણે તંત્ર દ્વારા રિપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ મુખ્ય રસ્તાને જોરાવનગર રતનપર વઢવાણ સહિતનો ગામોને જોડતો હાઈવે ઉપર 30 થી 35 ફૂટ જેટલું ગાબડું પડી જવા પામ્યુ છે જેને લઈને વાહનોની લાંબી લાઇનો પણ જોવા મળી રહી છે ત્યારે કામગીરી સામે સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રની બેદરકારી સામે આવી રહી છે નીચે જમીનમાં પોલાણ હોવાના કારણે ગાબડું પડયુ હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ત્યાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો પણ આ રસ્તા ઉપર સર્જાય જવા પામ્યા હતા આ ગાબડું બે દિવસ પહેલા પણ પડયુ હોય તો ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયાના આદેશ અનુસાર આ ગાબડું માટીનું પુરાણ કરી પુરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

તેવા સંજોગોમાં આ ગાબડું પૂર્યા ને 12 કલાક હજી થયા છે ત્યાં ફરી એક વખત 30 ફૂટનું ગાબડું પડી જવા પામ્યુ છે જ્યારે નગરપાલિકાની કામગીરી સામે પણ આંગળી ચિંધતો કિસ્સો સામે આવ્યો છે રીપેરીંગ બાદ પણ 12 કલાકમાં જ આ ગાબડું પડતું હોય તો તે રીપેરીંગ કેવું થયું હશે તે પણ લોકોની આંખે વળગી રહ્યું છે. અને આ નેશનલ હાઈવે પર નબળી કામગીરી બાબતે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

Related posts

ભાવનગરના ત્રણ ડુંગરોમાં આગ ફાટી નીકળી

editor

કેશોદના યુવાને દોઢ લાખનો મોબાઈલ મુળ માલીકને પરત આપી પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો

editor

ટેસ્ટી દાળવડા બનાવો એકદમ સરળ રીતે!

editor

Leave a Comment

UA-96247877-1