Aapnu Gujarat
Uncategorized

અનુસુચિત જાતિના વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ સકારાત્મક નિર્ણયો કરવા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમનું કરવામાં આવ્યુ આયોજન

આજ રોજ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુ.જાતિ સમાજના હિત માટે કરાયેલ રજૂઆતોને ધ્યાને લઈને સકારાત્મક નિર્ણયો કરવા બદલ લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો.જે અંતર્ગત આજે યોજાયેલ ઋણ સ્વીકાર કાયૅક્રમમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ.પ્રદ્યુમન વાજા, મહામંત્રી ગૌતમ ગેડીયા, વિક્રમ ચૌહાણ ઉપરાંત પ્રદેશ જીલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયના માનનીય કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ ઉષ્માભર્યું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપ પરમાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નોના સંદર્ભે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરેલ જે અનુસાર અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમોમાં એફ.આર. સી. કમિટી (ફી રેગ્યુલેટરી કમિટી) એ નક્કી કરેલ ન હોય તેવા ખાનગી યુનિવર્સિટીના ૭૦ ઉપરાંતના નોન એફ.આર.સી. અભ્યાસક્રમોમાં કેટલી ફી શિષ્યવૃત્તિ તરીકે ચૂકવવી તે પ્રશ્ન ઉપસ્થિત થતા અનુસુચિત જાતિના વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ તેમજ અનુસુચિત જાતિ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન  બગડે તેમજ સમયસર શિષ્યવૃત્તિ ચૂકવવા કાર્યવાહી કરેલ છે

.જે અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ સુધી પ્રાઈવેટ યુનિવર્સિટીમાં નોન એફ.આર.સી. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવતી ફી ચૂકવવામાં આવતી હતી.તે મુજબ ફી વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણના થાય ત્યાં સુધી ચૂકવવા તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ માં જે અભ્યાસક્રમોની ફી નક્કી ના હોય તેવા અભ્યાસક્રમોમાં એફ.આર.સી. દ્વારા જે ફી નક્કી કરવામાં આવેલ તે મુજબ ચૂકવવા તેમજ એફ.આર.સી. નક્કી કરે તે મુજબ ફી ચૂકવવા તાત્કાલિક અસરથી નિર્ણય કરવામાં આવ્યો છે.

Related posts

સરકારને જગાડવા માટે કાલાવાડમાં ખેડૂતોનું અનોખું પ્રદર્શન, ખાલી ડેમમાં ગરબા રમ્યા

aapnugujarat

સુરતમાં ફરી કોરોનાએ ઉચાળો ભર્યો

editor

સોમનાથ મંદિર લઇ થયો ચોંકાવનારો ખુલાસો જાણી તમે પણ ચોંકી જશો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1