Aapnu Gujarat
Uncategorized

ઇસદ્રા ગામનું કે.બી સબસ્ટે શન દારુ સંતાડવાનો અડ્ડો સાબિત થયુ

ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામે બુટલેગરે પોલીસથી વિદેશી દારુ જથ્થો દુર રાખવા રોડ પર આવેલા કે.બી સબ સ્ટેશનમા વિદેશી દારુ સંતાડેલો હોવાની જાણ પી.એસ.આઇ જે.બી.મીઠાપરાને થતા હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇ દેવાયા, સાયેબ મકરાણી સહિતના સ્ટાફ સાથે તુરંત ઇસદ્રા ગામ તરફ જવાના રસ્તે આવેલા ૬૬ કે.બી સબસ્ટેશનની અંદર દરોડો પાડ્યો હતો

જે દરમિયાન વિદેશી દારુની બોટલ નંગ ૨૫૨ કિંમત રુપિયા ૧,૦૯,૨૦૦ સાથે અમિત લાલજીભાઇ હારેજા ઉ:-૨૨ રહે:- ઇસદ્રાવાળાને ઝડપી પાડી એક બાઇક કિમત ૪૦ હજાર તથા મોબાઇલ કિમત રુપિયા ૩હજાર સહિત ૧,૫૧,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસ દ્વારા દારુ સાથે ઝડપાયેલ અમિત હારેજાની પ્રાથમિક પૂછપરછમાં ધ્રાગધ્રા શહેરી વિસ્તારમા રહેતા અજુ જુમાભાઇ માણેક તથા આમિન ગુલાબભાઈ રાજાનુ નામ જાહેર કરતા ઝડપાયેલ એક શખ્સ પર કાયદેસરની કાયઁવાહી હાથ ધરી અન્ય બે શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. આ તરફ પોલીસે ૬૬ કે.બી સબસ્ટેશન દારુ સંતાડવા બાબતે અહિંના સ્ટાફ પર પણ વધુ પુછપરછ બાદ કાયઁવાહી કરાશે તેમ જણાવ્યુ હતુ.

Related posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૩૧,૫૦૦/-નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર✳

editor

સુરતમાં મિત્રએ મિત્રની કરી હત્યા

editor

અમદાવાદમાં અંતિમ સંસ્કાર માટે લાગી લાઈનો

editor

Leave a Comment

UA-96247877-1