Aapnu Gujarat
Uncategorized

દિયોદર રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ પાર્ટીના કાર્યકરોની યોજાઈ બેઠક

દિયોદર તાલુકા કોંગ્રેસની રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઈ હતી.આવનાર વિધાન સભાની ચૂંટણી સંદર્ભે દિયોદર કોંગ્રેસમા સંગઠન મજબૂત બનાવવા દિયોદર વિધાન સભા સીટના કોંગ્રેસ પ્રભારી હરેશભાઈ બારોટની અધ્યક્ષતામા મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ .

જ્યાં દિયોદર કોગ્રેસ પક્ષને મજબૂત બનાવવા ડિજિટલ બુથ મેમ્બર સીપ બનાવવા, બુથ સમિતિ તૈયાર કરવા, બુથ લેવલે 10 થી વધુ મેમ્બર સીપ તૈયાર કરવા, સાથે કોંગ્રેસના વિચારો, સિદ્ધાંતો અને કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકશાહી જીવંત રાખવા સાથે દિયોદર તાલુકામાં કોંગ્રેસના ધારાસભ્ય ચુંટાઈ આવે એ માટે ધારાસભ્ય સહિત આગેવાનો, પદાધિકારીઓ, હોદેદારો, અને જિલ્લા અને તાલુકાના સંયોજકોને પાયા થી મજબૂર બનાવવા હાકલ કરી હતી.

મહત્ત્વનું છે કે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસ સંગઠન મીટીંગમા દિયોદર વિધાનસભા કોંગ્રેસ સીટના પ્રભારી હરેશભાઈ બારોટ, દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, દિયોદર કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ રબારી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા, દિયોદરના પૂર્વે સરપંચ અને રાજવી પરિવારના ગિરિરાજસિંહ વાઘેલા, વકીલ બીકે જોશી, સહિત દિયોદર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ગોંડલમાં જયરાજસિંહે પત્ની સાથે ભવ્ય રોડ-શો યોજ્યો, વિવાદના એંધાણ

aapnugujarat

ધોરાજીમાં તહેવારોને લઈ ફુટ પેટ્રોલિંગ

editor

રાજકોટનો આજી ૧ ડેમ ઓવરફ્લો, ડેમ પર જવા અંગે મનાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1