Aapnu Gujarat
Uncategorized

ગોંડલમાં જયરાજસિંહે પત્ની સાથે ભવ્ય રોડ-શો યોજ્યો, વિવાદના એંધાણ

દિગ્ગજ અને બાહુબલી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ગોંડલ બેઠક સતત વિવાદમાં રહી છે. આ બેઠક માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સામસામે કાનૂની દાવ-પેચ ખેલાઇ રહ્યા છે. જો કે કાનૂની કારણોસર આ ચૂંટણીમાં જયરાજસિંહને ટિકિટ આપી શકાય તેમ ન હોવાથી ભાજપે તેમના પત્ની ગીતાબાને ટિકિટ આપી છે.
સામાપક્ષે કોંગ્રેસમાંથી અર્જુન ખાતરિયાએ ઉમેદવારી નોંધાવી છે. હાલમાં જ તેમના દ્વારા ચૂંટણી વેળાએ જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં પ્રવેશ નહીં આપવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
બાદમાં કોંગ્રેસના આગેવાન જ્યંતિભાઈ લીંબાણીએ હાઇકોર્ટના આદેશનું અર્થઘટન કરતા જણાવ્યું હતું કે, જયરાજસિંહ જાડેજા પોલીસ બંદોબસ્ત વચ્ચે રહેશે અને ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. પરંતુ જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા હોઈ જયરાજસિંહે આજે પત્ની સાથે ખુલ્લી જીપમાં ભવ્ય રોડ-શો કર્યો હતો જેમાં ઠેર-ઠેર હાર પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુંઅને આ રોડ-શોમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. ત્યારે પ્રચારની મનાઇ હોવા છતાં જયરાજસિંહે ગોંડલમાં પત્ની સાથે ખુલ્લી જીપમાં રોડ-શો કરતા રાજકારણ ગરમાયુ છે અને આ મામલે વિવાદ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

Related posts

મુંબઇ હુમલો : નવમી વરસી પર શહીદોને અંજલિ અપાઇ

aapnugujarat

મોર ના ઈંડા ચીતરવા ના પડે તે કહેવત પુરવાર કરતી મુસડીયા ફેનલ

editor

ઉના દલિતકાંડના પીડિતોમાં રોષ, રાષ્ટ્રપતિને કરી ઈચ્છા મૃત્યુની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1