Aapnu Gujarat
Uncategorized

ઉના દલિતકાંડના પીડિતોમાં રોષ, રાષ્ટ્રપતિને કરી ઈચ્છા મૃત્યુની માંગ

ઉનાના દલિતકાંડના પીડિતોએ આરોપ મૂક્યો છે કે, ગુજરાત સરકારે તેનો વાયદો પૂરો કર્યો નથી. તેથી દલિત પીડિતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે.
ગીર સોમનાથના ઉના દલિતકાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને તેની તપાસ સી.આઈ.ડી.માં ઉચ્ચસ્તરીય પર સોપાઈ હતી. જેમાં ૩૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી. આ કાંડને લઈને સરકાર પણ ભીંસમાં આવી હતી.ગીર સોમનાથ જિલ્લાનો સૌથી પછાત અને છેવાડાનો તાલુકો એટલે ઉના. આ તાલુકામાં બહુ ચર્ચિત દલિતકાંડે સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું હતું. સમઢીયાળાના દલિત પરિવારને ગાય મારી હોવાના આક્ષેપ સાથે બહુ માર મરાયો હતો. અને ઉનાના બજારમાં બાંધીને સરઘસ કાઢયુ હતું. આ બનાવ બાદ ઉના પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા.તેમજ ઉના પી.આઈ.સહિતના પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરાયા હતા. તથા ૩૦થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ આ પીડિત પરિવારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને સરકાર દ્વારા અપાયેલ વાયદા પુરા ના થતા હવે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

Related posts

ધ્રાગધ્રા હાઇવે પર પથ્થર ભરેલા ટ્રકની અડફેટે બાઇક સવાર નવદંપતિનુ મોત

editor

લાઠી ખાતે વધુ એક ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

aapnugujarat

રાજકોટ ખાતે નર્મદાયાત્રાનું નીતિનભાઇના હસ્તે સમાપન : શહેરના રસ્તા રીપેર કરવા માટે રાજય સરકારની ૨૫ કરોડની સહાયની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1