Aapnu Gujarat
રમતગમત

આઇસીસી ટેસ્ટ રેંકિંગ : કોહલી શીર્ષ સ્થાને

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવા જઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ પહેલા આઇસીસીએ ટેસ્ટ રેંકિંગ જાહેર કરી છે. ટેસ્ટ બેટિંગ રેંકિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું વર્ચસ્વ યથાવત છે. કોહલી હજુ પણ વિશ્વનો નંબર વન બેટ્‌સમેન છે. આઇસીસી દ્વરા જાહેર કરવામાં આવેલા રેંકિંગ અનુસાર કોહલી ૯૩૫ અંક સાથે પ્રથમ સ્થાને છે. કોહલી બાદ બીજા નંબરે એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલા ખેલાડી સ્ટીવ સ્મિથ છે. હાલ સ્ટીવ સ્મિથ પાસે કોહલીથી આગળ નીકળવાનો કોઇ ચાન્સ નથી.કોહલી ઉપરાંત ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા છઠ્ઠા નંબરે છે.
ટૉપ ૧૦ બેટ્‌સમેનમાં ફક્ત એક ફેર પડ્યો છે તથા દિનેશ ચંડીમલના સ્થાને ઉસ્માન ખ્વાજા દસમા નંબરે આવી ગયો છે. આંજિક્ય રહાણે બે સ્થાન નીચે ૧૯મા નંબરે આવી ગયો છે જ્યારે લોકેશ રાહુલ બે સ્થાન ઉપરની તરફ ૨૪મા નંબરે પહોંચી ગયો છે.
જો બોલર્સની વાત કરીએ તો સાઉથ આફ્રિકાના કાગિસો રબાડાએ બાજી મારી છે. તેમણે ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનનું સ્થાન લીધું છે. તેનાથી એંડરસનને નવ અંકનું નુકસાન થયુ છે અને હવે તે રબાડાથી આઠ અંક પાછળ છે.ભારતીય બોલરોની વાત કરીએ તો ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ એક ક્રમ ઉપર સાતમા ક્રમે પહોંચી ગયો છે. રવિન્દ્ર જાડેજા હજુ પણ ભારતના નંબર વન બોલર છે. અશ્વિનને ટ્રેંટ બોલ્ટના આઠમા ક્રમે પહોંચવાનો ફાયદો મળ્યો છે.

Related posts

विपक्ष कितना भी मजबूत हो, गांगुली ने कभी कदम पीछे नहीं हटाए : गावसकर

aapnugujarat

इमाद वसीम भी विदेशी लड़की सानिया अशरफ से करेंगे शादी

aapnugujarat

PCB ने लिया बड़ा फैसला, इस साल पाकिस्तान में नहीं होंगे कोई भी मैच

editor

Leave a Comment

UA-96247877-1