Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગર રતનપર ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલની 50 મી સંસ્થાનો શિલાન્યાસ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના રતનપર અને માળોદ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની 50 મી નૂતન શાખાના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી સહિત ૫.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, ૫.પૂ. સદગુરુ મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી સહિત સંતો અને મહંતો તેમજ ઇન્ચાર્જ જીલ્લા કલેકટર કે.સી. સંપત તેમજ જિલ્લાના રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવ્રતજીઅે જણાવ્યું હતું કે રાજકોટ સંસ્થાન ગુરૂકુલોમાં હાલ ૩૦ હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે અને અભ્યાસની સાથે સાથે તેમનામાં સંસ્કારોનું પણ સીંચન કરવામાં આવે છે. અને આ ગુરૂકુલ પરંપરાથી જ સારા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નું નિર્માણ થાય છે. રતનપર ખાતે કુલ ૧૧ અેકર જમીનમાં નવનિર્માણ પામી રહેતા આ ગુરૂકુલમાં અંદાજે ૨૫૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત   છાત્રાલય, લાઇબ્રેરી, લેબોરેટરી, ગૌશાળા અને આરોગ્યકેન્દ્ર સહીતની સુવિધાઓ પણ ઉભી કરવામાં  આવશે. અને ગુરૂકુલમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષકની સાથે સાથે સંસ્કારો પણ આપી આદર્શ માનવ બનાવવાના પ્રયાસો કરાશે

Related posts

ઉનાળાના પ્રારંભે જરૂરીયાત મંદ ૨૫૦ બહેનોને ચંપલ વિતરણ

editor

કોરોના કેર વચ્ચે મ્યુકરમાઇકોસિસના ૫૦૦થી વધુ કેસ

editor

ટીવી, એસી અને ફ્રીજ ઉપર હાલ લોકોને બંપર છુટછાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1