Aapnu Gujarat
Uncategorized

ટીવી, એસી અને ફ્રીજ ઉપર હાલ લોકોને બંપર છુટછાટ

જે લોકો ટીવી, ફ્રિજ અને એસી તેમજ વોશિંગ મશીનની ખરીદી કરવા માટેની યોજના બનાવી રહ્યા છે તેમને દિવાળી જેવી બંપર છુટછાટ મળી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ ગુડ્‌સ રિટેલર આ પ્રોડક્ટસને ૨૦-૪૦ ટકા ઓછી કિંમતે વેચી રહ્યા છે. કારણ કે ગુડ્‌સ એન્ડ સર્વિસેસ ટેક્સ જીએસટી લાગુ થયા તે પહેલા પોતાના જુના સ્ટોકને ખતમ કરવાની ઇચ્છા રિટેલર ધરાવે છે. જુના સ્ટોક પર વધાર ટેક્સ લાગવાના કારણે નુકસાનના કારણે તેઓ વેચી રહ્યા છે. સરકાર પહેલી જુલાઇ જીએસટી અમલી કરનાર છે. ચીજવસ્તુઓની કિંમત અને તેમની લાઇફની કિંમતના હિસાબે છુટછાટ આપવામાં આવી રહી છે. રિટેલરોનુ કહેવુ છે કે મે મહિનાથી પહેલા ખરીદવામાં આવેલા અને નહી વેચાયેલા સામાન પર તેમને છ ટકા અને વર્ષભર જુના સામાન પર ૧૪ ટકા નુકસાન થઇ શકે છે. જેના માટે ઇનપુટ ક્રેડિટ લેવામાં આવી નથી. જીએસટી કાઉન્સિલની ત્રીજી જુનના દિવસે બેઠક મળી હતી. જેમાં એક્સાઇઝ ક્રેડિટને વધારીને ૬૦ ટકા કરવામાં આવ્યા હોવા છતાં નુકસાન થનાર છે. જીએસટી કાઉન્સિલની ત્રીજી જુનના દિવસે બેઠકમાં ભારે કસ્મકસ બાદ સોના ઉપર ત્રણ ટકા જીએસટી લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ફુટવેર, બિસ્કીટ, ટેક્સટાઇલ જેવી વસ્તુઓ ઉપર પણ જીએસટી નક્કી કરવામાં આવ્યા હતા. જીએસટી દ્વારા ગયા મહિનામાં જ મોટાભાગની ચીજવસ્તુઓ અને સર્વિસના રેટ નક્કી કરી લેવામાં આવ્યા હતા. બીડી ઉપર પણ ટેક્સના રેટ આજે નક્કી કરવામાં આવ્યા હતા. જો કે, સિગારેટ પર જીએસટીના રેટ હવે ૧૧મી જૂનના દિવસે યોજાનારી આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ અગાઉ સોનાને જીએસટીના પાંચ ટકાના સ્લેબમાં રાખવાની ચર્ચા હતી પરંતુ કેરળને છોડીને કોઇપણ રાજ્ય તેના ઉપર સહમત ન થતાં આખરે સોના અને સોનાની જ્વેલરી પર ત્રણ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૧૧મી જૂનના દિવસે યોજાશે. હાલમાં ૨થી ૨.૫ ટકા ટેક્સ કરોબારીઓને ચુકવવાની ફરજ પડે છે. આવીસ્થિતિમાં ત્રણ ટકા ટેક્સ લાગૂ થવાની સ્થિતિમાં તેમાં વધારો થઇ શકે છે. બીજી બાજુ ૫૦૦ રૂપિયાથી વધારેના ફુટવેર પર ૧૮ ટકા ટેક્સ લાગૂ કરવાને મંજુરી આપી દેવામાં આવી છે. આનાથી ઓછાના ફુટવેર પર પાંચ ટકા ટેક્સ લાગૂ થશે. મળેલી માહિતી મુજબ જીએસટી લાગૂ થતાં પહેલા મોટાભાગના રિટેલર્સ જુના સ્ટોકને દૂર કરવાના પ્રયાસ કરશે. આના માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બચી ગયેલી ચીજવસ્તુઓ ઉપર રિટેલર્સને ૪૦ ટકા સેન્ટ્રલ જીએસટીનો બોજ ઉપાડવો પડશે જે તેમને ક્રેડિટ કરવામાં આવશે નહીં. ઘણી કંપનીઓ પાસે હાલ પુરતા પ્રમાણમાં જથ્થો પડેલો છે. જીએસટીની છેલ્લી બેઠક હાલમાં જ મળી હતી જેમાં ૧૮ ટકા જીએસટી સ્લેબ વાળા પ્રોડક્ટ ઉપર ડિમ્ડ ક્રેડિટને વધારીને ૬૦ ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા આ ટકાવારી ૪૦ ટકા હતી. ટીવી, કિચન અપ્લાઇન્સ, નાના અપ્લાઇન્સ ૨૮ ટકાના જીએસટી સ્લેબમાં આવે છે.

Related posts

સિંચાઈ માટે પાણીના ઉપયોગ ઉપર દ્વારકા-જુનાગઢમાં અંકુશ

aapnugujarat

જુનાગઢ સિવિલમાં વરસાદી પાણી ઘુસ્યું

aapnugujarat

અમિતાભ વર્ષ ૨૦૧૯માં પણ વ્યસ્ત હશે : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1