Aapnu Gujarat
Uncategorized

દિયોદર તાલુકાના 14 ગામોના ખેડૂતો દ્વારા દિયોદર નાયબ કલેકટરને આવેદન

દિયોદર તાલુકાના 14 ગામોના ખેડૂતોએ જેટકો કંપની દ્વારા ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર આપવા દિયોદર નાયબ કલેકટર ને આવેદન પત્ર આપ્યું.દિયોદરના પાલડી, રામપૂરા, ધુણસોલ, કુવાતા, ગોલવી, રોટીલા, માનપૂરા, મેરા, ગોલવો સહિતના ગામોના ખેડૂતો જેટકો કંપની સામે નારાજગી દર્શાવી હતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી ખેડૂતોએ જમીન વળતર માટે રજૂઆત કરી કરી હતી.મેરા થી પાલડી 220- KV, 66-KV ધુણસોલ થી મેરા જતી વીજ લાઈન કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યા વગર પોલ ની કામગીરી સામે વિરોધ કર્યો હતો. દિયોદરના ખેડૂતોએ જેટકો કંપની દ્વારા કચ્છ જિલ્લામા કરેલા ચુકવણું કરવા માંગ કરી કરી હતી.

દિયોદર તાલુકના ખેડૂતો ની ફળદ્રુપ જમીન ના જુની જંત્રી પ્રમાણે ભાવ આપવા માંગ કરી હતી. વીજ કંપની દ્વારા જંત્રી પ્રમાણે રૂ. 1772 પ્રમાણે ચૂકવવા માંગ કરી હતી કોરિડોર વળતરમા જંત્રી ભાવ 970 પ્રમાણે 7.5 મામૂલી રકમ ના ચૂકવવા ખેડૂતો વિરોધ કર્યો હતો .દિયોદરના 14 ગામોના ખેડૂતોએ સરકાર શ્રી જેટકો કંપનીની બેવડી નીતિ સામે કોઈ પગલાં ના લેતો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર સામે બાંયો ચઢાવવા ચીમકી ઉચ્ચારી હતી.

Related posts

જસદણ તાલુકાનાં જીવાપર ગામની શાળામાં ભુલકાઓનું નામાંકન થયું

aapnugujarat

જૂનાગઢનાં સંત અમર દેવીદાસના પરબધામમાં અષાઢી બીજે ભક્તિના ઘોડાપૂર ઉમટશે

aapnugujarat

ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસ-આપમાં ગાબડું : સીઆર પાટીલ પહેરાવશે કેસરીયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1