Aapnu Gujarat
Uncategorized

જર્મન ગણરાજ્યના રાજદૂત ભાવનગરની બે દિવસીય મુલાકાતે

જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે આજે સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના જાણીતા બંદર એવાં ઘોઘા ખાતે આવી પહોંચતાં ભાવનગર કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સ્વાગત- અભિવાદન કર્યું હતું.ભાવનગરની બે દિવસીય મુલાકાતે પધારેલાં રાજદૂતશ્રી વોલ્ટર જે. લિન્ડનર બપોર બાદ અલંગની અને આવતીકાલે પાલીતાણાના જૈન મંદિરની પણ મુલાકાત લેવાના છે.ભાવનગર ખાતે રોપેક્ષ ફેરી મારફતે આવી પહોંચ્યાં બાદ તેમણે ભારત હવે દરિયાઇ પરિવહન ક્ષેત્રે પણ કાઠૂં કાઢી રહ્યું છે તેનું ઘોઘા સાક્ષી રહ્યું છે

તેનો આનંદ વ્યક્ત કરી ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રો-રો ફેરી, રોપેક્સ ફેરી જેવાં પ્રકલ્પો દ્વારા ભારત દરિયાઇ ક્ષેત્રે પણ અગ્રેસર બની રહ્યું છે તેની સરાહના કરી હતી.તેમણે સુરત થી ઘોઘાની દરિયાઇ સફર તેમના જીવનની એક યાદગાર સફર બની રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.તેમની આ મુલાકાતમાં જર્મન એમ્બસીના મંત્રીઅને આર્થિક અને વૈશ્વિક બાબતોના વડાશ્રી સ્ટીફન કોચ, મુંબઇ કોન્સુલેટના કાર્યકારી કોન્સલ જનરલ સુશ્રી મારિયા ઇયનિંગ, રાજનૈતિક અને આર્થિક બાબતોના વરિષ્ઠ સલાહકાર સુશ્રી આશુમી શ્રોફ પણ સાથે રહ્યાં હતાં.

Related posts

દીવની બુચારવાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

editor

પ્રભાસપાટણની રેફરલ હૉસ્પિટલ પાણી પાણી

editor

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1