Aapnu Gujarat
Uncategorized

માંગરોળ નગર પાલિકામાં સર્જાયો જોરદાર વિવાદ

માંગરોળ નગરપાલિકામાં  ભાજપ અને કોંગ્રેસ થી બનેલ બોડીએ ચીફ ઓફીસર વિરૂધ્ધ ઠરાવ કર્યો છે માંગરોળ ચીફ ઓફીસરની વિરૂધ્ધના ઠરાવમાં જણાવાયું છે કે માંગરોળ નગરપાલીકાની ગાડીનો પર્સનલ કામમાં ઉપયોગ થતો હોય જયારે રસ્તાના કામો ન કરાતા હોય તેવા અનેક આક્ષેપો કરાયા છે

તો બીજીતરફ ચીફ ઓફીસર સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવાયું છે કે  હજુ ભુ ગર્ભ ગટર યોજના ના કામ બાકી છે અને અત્યારે જો રસ્તાઓ બનાવવા યોગ્ય નથી જણાતું કારણકે ગટરના કામો કરીશું એટલે  ફરીથી રસ્તાઓમાં ખાડા પડશે જેથી ગટર યોજના પુરી થયા બાદ રસ્તાના કામોની કાર્યવાહી હાથ ધરાશે હાલતો નગર પાલીકામાં વિવાદ સર્જાતા લોકોના કામો ટલ્લે ચડયા છે તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ અત્યારે માંગરોળની બનવા પામી છે જયારે માંગરોળ નગર પાલીકામાં આવો ઠરાવ પ્રથમ જ વખત થયો હોવાનુ કહેવાઇ રહયું છે.જયારે ઠરાવમાં આક્ષેપ કરાયા છે કે ચીફ ઓફીસર સરકારી ગાડીનો પર્સનલમાં  ઉપયોગ કરે છે તો હજુ તો ગાડી હમણા જ ખરીદવામાં આવી છે અને આજ બોડી દ્વારા ગાડી ખરીદી કરવામાં આવી છે તો પછી ખરીદી સમયે કેમ કોઇ વિવાદ ન થયો કે કોઈ આવા પ્રશ્ન ન થયા તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહયા છે

હાલતો નગર પાલીકાના ચીફ ઓફીસર ઉપર જે આક્ષેપો થયા છે તે બાબતે તપાસ થાય ત્યાર બાદ જ ખબર પડશે કે હકીકત શું છે.તો બીજી તરફ નગરપાલીકા ની બોડી એ કારની ખરીદી કઇ રીતે કરી અને કય ગ્રાન્ટમાંથી કારની ખરીદી  કરવામાં આવી તે પણ તાપસનો વિષય હોય તેવા પણ સવાલો ઉઠયા છે

Related posts

પોતાના જ ગઢમાં પરેશ ધાનાણીનો વિરોધ, રાજીનામાની ઉઠી માંગ

aapnugujarat

બોપલ – ઘુમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જીનો ‘ભીમ જ્યોત કાર્યક્રમ’ યોજાયો

editor

ગીર સોમનાથ જીલ્લા સમસ્ત કડીયા સમાજનુ સંમેલન યોજાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1