Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જીલ્લા સમસ્ત કડીયા સમાજનુ સંમેલન યોજાયુ

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે આજરોજ ગુજઁર ક્ષત્રીય કડીયા સમાજ ના નવા પાટીઁ પ્લોટ ખાતે અમરેલી મા મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ મા યોજાનાર કડીયાસમાજનું મહા સંમેલન ના મુખ્ય આયોજક ભરતભાઇ ટાંક તથા ઉવીઁબેન ટાંક ના અધ્યક્ષ સ્થાને વેરાવળ ,તાલાલા , સૂત્રાપાડા સહીતના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં રહેતા કડીયા સમાજ ની મહત્વ ની બેઠક યોજાઇ હતી. જેમા અમરેલી ખાતે આવનાર 23–12-2018 ના રોજ યોજાનાર કડીયા સમાજનું મહા સંમેલન યોજાનાર છે તે સંદર્ભે કાયઁક્રમો ની રુપરેખા તથા બહોળી સંખ્યામાં સમાજની ઉપસ્થિતિ રહે તે માટે ખાસ આમંત્રણ અપાયુ હતુ . આ તકે વેરાવળ કડીયા સમાજ ના ટ્રસ્ટીઓ મા વિઠલભાઇ પરમાર , મુકેશભાઈ ટાંક , મિતેષભાઇ પરમાર , કિશનભાઇ રાઠોડ , પોપટભાઈ ચોટલીયા , પ્રમુખ પ્રવિણભાઇ કાચા, યુવા પ્રમુખ રવીભાઇ અજાગીયા , મહીલા મંડળ ના પ્રમુખ મીનાબેન ચોટલીયા સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ તાલાલા પ્રમુખ ભૂપતભાઈ વાઘેલા તથા ટીમ અને ગીર સોમનાથ જીલ્લા માથી આ મહાસંમેલન મા પાંચ થી વધુ બસો જનાર છે જેની ખાત્રી આપેલ હતી.

આ તકે ઉવીઁબેન ટાંકે જણાવેલ કે ( મહીલા આયોજક , મહાસંમેલન , અમરેલી ) હાલમા દેશમાં 50% વસ્તી મહીલાઓ ની છે ત્યારે નારીશકિતનુ ઉમદા ઉદાહરણ સમાજમા બહાર આવે તેમજ તેમા રહેલી પ્રતિભાઓ જાગૃત થાય , દરેક ક્ષેત્રે મહીલાઓ ખૂબજ આગળ વધે તે માટે સમસ્ત કડીયા સમાજ નુ ભવ્ય અને મહાસંમેલન અમરેલી ખાતે યોજાનાર છે જેમા મહીલાઓ ની ચિંતન શિબિર , વ્યસનમુક્તિ ના કાયઁક્રમો , ગૌ સંવધઁન માટે કાયઁક્રમો , સાસંકૃતિક કાયઁક્મો , વિનામુલ્યે મેડીકલ નિદાન કેમ્પ સહીતના કાયઁક્મનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે .

ભરતભાઇ ટાંક ( આયોજક , પ્રમુખ અમરેલી કડીયા સમાજ ) એ જણાવેલ કે દેશભરમા કડીયા સમાજ ની વસ્તી 17 લાખથી વધુ છે ત્યારે સમાજને એકતાંતણે બાંધવાના ભાગરુપે સમાજમા સંગઠન , સંપ , સંમપઁણ , સેવા ના મુખ્ય ઉદેશ સાથે સામાજીક ક્ષેત્રે સમાજ આગળ વધે , રાજકીય ક્ષેત્રે નોંધ લેવાય તેવા શુભ હેતુથી સતાધારના મહંત પ પૂ વિજયબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ ની પ્રેરણાથી કડીયા સમાજ નુ ભવ્ય અને ભગીરથ મહાસંમેલન આગામી 23- 12 ના રોજ અમરેલી ખાતે બિનરાજકીય રીતે યોજાનાર છે .જેમા સૌરાષ્ટ્ર , ગુજરાત , મહારાષ્ટ્ર , કચ્છ , સહીત અન્ય મહાનગરો , શહેરો , ગ્રામ્ય વિસ્તાર સહીત લોકોનો ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે 50,000 થી વધુ લોકો એક મંચ પર જોવા મળશે અને કડીયા સમાજ એક ઇતીહાસ સજઁવા જઇ રહેલ છે …..

વેરાવળ કડીયા સમાજ ના પૂવઁ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી મિતેષભાઇ પરમારે જણાવ્યું કે કડીયા સમાજ નુ આ સંમેલન ઇતીહાસ સજઁવા જઇ રહેલ છે અને દેશભરમાથી 50,000 થી વધુ લોકો આ સંમેલન મા ઉપસ્થિતિ રહેવાના છે ત્યારે સમાજનું સામાજીક , રાજકીય અને શૌક્ષણીક સતર વધુ મજબૂત બને તેમજ વધું મા વધુ લોકો આ ભગીરથ મહાસંમેલન મા આગામી 23-12-2018 ના રોજ અમરેલી ખાતે ઉપસ્થિતિ રહે તેવી વિનંતી કરી હતી અને ગીર સોમનાથ જીલ્લા માથી પાંચ બસો જવાની ખાત્રી પણ આપેલ હતી. સમગ્ર કાયઁક્મનુ સ્ટેજ સંચાલન રમેશભાઈ મંડોરા તથા દિલીપભાઇ ટાંકે કરેલ હતુ. આ કાયઁક્મ ને સફળ બનાવવા પ્રવિણભાઇ કાચા , મિતેષભાઇ પરમાર , નવીનભાઈ પોરીયા , રવીભાઇ અજાગીયા , રમેશભાઈ મં ડોરા , દિલીપભાઇ ટાંક , મુકેશભાઈ ટાંક , મીનાબેન ચોટલીયા સહીતના એ ભારે જહેમત ઊઠાવી હતી.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સાબરમતી આશ્રમ પુનવિકાસ યોજના કેસમાં ફરી થશે સુનાવણી

aapnugujarat

हार्दिक के और ४ विडियो लीक : बीजेपी को दी चेतावनी

aapnugujarat

વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની બહેનો દ્વારા ગૌ માતા પૂજનનો કાર્યક્રમ

editor

Leave a Comment

UA-96247877-1