Aapnu Gujarat
Uncategorized

ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સાબરમતી આશ્રમ પુનવિકાસ યોજના કેસમાં ફરી થશે સુનાવણી

સાબરમતીમાં ગાંધી આશ્રમની પુનવિકાસ યોજનાનો કેસ સુપ્રીમ કોર્ટે ફરી ખોલ્યો છે. ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. યોજના વિરૂદ્ધ મહાત્મા ગાંધીના પ્રપોત્ર તુષાર ગાંધીની અરજી પર ફરી સુનાવણી થશે.

ગુજરાત હાઇકોર્ટ નવેસરથી તેની પર સુનાવણી કરશે. પુનવિકાસ યોજના વિરૂદ્ધ અરજી ફગાવવાના હાઇકોર્ટના 2021ના નિર્ણયને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આ મામલે ફરી સુનાવણી કરવા કહ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે હાઇકોર્ટ ગુજરાત સરકારનો પક્ષ સાંભળ્યા બાદ નિર્ણય સંભળાવે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે સુનાવણી કરી હતી. બેંચે કહ્યુ કે અમારો વિચાર છે કે હાઇકોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસે સોગંદનામુ પણ નથી માંગ્યુ, માટે આ કેસને ફરી ખોલવો જોઇએ. હાઇકોર્ટ ફરી સુનાવણી કરે અને પક્ષોની વાત સાંભળે. અમે આ મામલે ગુણ દોષ પર કોઇ ટિપ્પણી નથી કરી રહ્યા. હાઇકોર્ટ આ કેસની જલ્દી સુનાવણી કરી નિર્ણય સંભળાવે.

સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર માટે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે અમે 2 અઠવાડિયામાં પોતાનો જવાબ દાખલ કરીશુ. ગુજરાત હાઇકોર્ટને આ અરજીને ફાસ્ટ ટ્રેક કરવા માટે કહેવુ જોઇએ, ત્યાર સુધી પુનવિકાસ પર રોક લાગવી જોઇએ. તુષાર મહેતાએ કહ્યુ કે હું હાઇકોર્ટને તેને પ્રાથમિકતાના આધાર પર લેવાનો અનુરોધ કરીશ.

અરજી કરનારા ઇન્દિરા જયસિંહે કહ્યુ કે ટ્રસ્ટીઓને સાંભળવાની જરૂર છે કારણ કે કેસ ટ્રસ્ટના જનાદેશમાં આવે છે. ગુણ-દોષના આધાર પર તમને સંબોધિત નથી કરી રહ્યો. આજના સમયમાં મહાત્મા ગાંધીની વિરાસતને જીવિત રાખવી ટ્રસ્ટનો જનાદેશ છે. ગુજરાત સરકારે કહ્યુ કે સરકાર ટ્રસ્ટોની હાજરીમાં સાવચેત છે પરંતુ હાઇકોર્ટને તે અનુરોધને સાંભળવા દો. ગુજરાત સરકારના નિર્ણય વિરૂદ્ધ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા.

તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને પડકાર આપ્યો છે. હાઇકોર્ટે 25 નવેમ્બર 2021માં તુષાર ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. તુષાર ગાંધીનું કહેવુ છે કે ઉક્ત પરિયોજનાથી સાબરમતી આશ્રમની ભૌતિક સંરચના બદલાઇ જશે અને તેની પ્રાચીન સાદગી ભ્રષ્ટ થઇ જશે. અરજી કરનારે કહ્યુ કે 2019માં ગુજરાત સરકારે આશ્રમની ફરીથી ડિઝાઇન અને પુનવિકાસ કરવા માટે પોતાના ઇરાદાને પ્રચારિત કર્યા અને દાવો કર્યો તેને વિશ્વ સ્તરીય સંગ્રહાલય અને પ્રવાસન સ્થળના રૂપમાં બનાવવામાં આવશે.

Related posts

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનોહર સિંહ પવાર સાહેબ તેમજ ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠીની

aapnugujarat

ભાવનગરમાં એનડીઆરએફ દ્વારા કોવિડ – ૧૯ અંગે જનજાગૃતિ રેલી યોજાઇ

editor

સુરેન્દ્રનગરની ‘હત્યારી સાવકી મા’નો કેસ નહીં લડે કોઇ વકીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1