Aapnu Gujarat
Uncategorized

બરવાળા નગરપાલિકા દ્વારા ૧૨ ઇસમોનાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા

બરવાળા નગરપાલિકાનાં ખોડીયાર મંદિર પાછળ ૧૨ ઇસમોના ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવ્યા.જેમાં સી.આર.પ્રજાપતિ(મામલતદાર-બરવાળા),પી.સી.રાઠોડ(ચીફ ઓફિસર-બરવાળા નગરપાલિકા), એન.જી.રબારી(પોલીસ સબ ઇન્સ્પેકટર-બરવાળા) સહીતનાં અધિકારીઓ,કર્મચારીઓ,પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દબાણો દુર કરવામાં આવ્યું હતું દબાણ દુર કરવામાં આવતા શહેરમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.બરવાળા નગરપાલિકાનાં ખોડીયાર મંદિર પાછળનાં વિસ્તારમાં સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજનાં મકાન બાંધકામ બરવાળાનાં રે.સ.નં.૫૪-અ ની જમીન કોલેજનાં મકાન બાંધકામ માટે ફાળવવામાં આવેલ જે જમીનમાં ૧૨ જેટલા ઇસમો દ્વારા મકાન તેમજ ઝુપડા બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું જેને દબાણ દુર કરવા માટે બરવાળા નગરપાલિકા દ્વારા નોટીસો ફટકારી હતી

તેમ છતાં દબાણકર્તા ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવામાં નહિ આવતા બરવાળા નગરપાલિકા દ્વારા તા.૧૦/૦૨/૨૦૨૨ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર,ચીફ ઓફિસર તેમજ પીએસઆઈ બરવાળાનાં સયુંકત ઉપક્રમે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર (૧) સુનીલભાઈ ચંદુભાઈ ઓગાણીયા (૨) હિતેશભાઈ ચંદુભાઈ ઓગાણીયા (૩) કંચનબેન ચંદુભાઈ ઓગાણીયા (૪) હસમુખભાઈ વાલજીભાઈ વાઘેલા (૫) જગદીશભાઈ લાભુભાઈ પરમાર (૬) લાભુભાઈ રામુભાઈ પરમાર (૭) નરેશભાઈ લાભુભાઈ પરમાર (૮) ટીનાભાઈ રૂપાભાઈ દેત્રોજીયા (૯) વિરસંગભાઈ નારૂભાઈ પરમાર (૧૦) શક્તિભાઈ વિરસંગભાઈ પરમાર (૧૧) જીતુભાઈ વિરસંગભાઈ પરમાર (૧૨) જયંતીભાઈ મનુભાઈ પરમાર તમામ રહે.ખોડીયાર મંદિર પાછળ,કોલેજ બિલ્ડીંગ પાસે,મું.બરવાળા દ્વારા ગેરકાયદેસર દબાણ કરેલ ઇસમોના દબાણો દુર કરવામાં આવ્યા હતા.બરવાળામાં ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર બરવાળા નગરપાલિકા વિસ્તારનાં હાઇવે રોડ ઉપરનાં ગેરકાયદેસર દબાણો દુર કરવા અંગેનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં બરવાળા-વલભીપુર,બરવાળા-બોટાદ,બરવાળા-નાવડા હાઇવે રોડ ઉપરનાં દુર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દબાણદુર કરવા અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકારોને નોટીસો ફટકારી દેવામાં આવી છે. 

Related posts

આગના ચાર બનાવોમાં ૧૫ લાખ લિટર પાણીનો વપરાશ

aapnugujarat

ગીર-સોમનાથનાં ગુંદાળા ગામમાં પાણીનો કકળાટ શરૂ

aapnugujarat

અમદાવાદમાં પાણીજન્ય – મચ્છરજન્ય રોગચાળો વકર્યો

editor

Leave a Comment

UA-96247877-1