Aapnu Gujarat
Uncategorized

નર્મદાના નીરથી વંચિત ખેડૂતો છેવટ સુધી લડી લેવાના મૂડમાં

સુરેન્દ્રનગર જિલ્લામાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં નર્મદાનાં નીર પહોંચી ચુક્યા છે.સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રનું ક્ચ્છનું પાણિયારુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનાં જ ખેડૂતો જ નર્મદાના પાણીથી વંચિત રહ્યાં છે.ત્યારે ધાંગધ્રા તાલુકાનાં નારીચાણા,રાયગઢ, ગુજરવદી, અંકેવાળીયા. અને વઢવાણ તાલુકાના રૂપાવટી, ખોડુ, વેળાવદર. અને મુળી તાલુકાનાં દિગસર, દાણાવાડા, પાંડવરા, ટીકર, સરલા, કળમાદ, દુધઈ, કુતલપુર, લીયા, સરા સહિત ત્રણેય તાલુકાનાં એકવીસ જેટલા ગામોમાંથી ખેડૂતો લડત લડવાના મુડ સાથે બહાર આવ્યા છે.હાલ તમામ ગામોમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું . જેમાં ખેડૂતોની સમગ્ર કામગીરી અને કાર્યક્રમથી વાકેફ કરવામાં આવેલ. અને સંગઠન શક્તિ વધું મજબૂત બને અને મોટી સંખ્યામાં ખેડૂતો આ લડતમાં જોડાય તે માટે તમામ ગામોમાં સરપંચ અને તાલુકા, જિલ્લા પંચાયત સદસ્યો અને ખેડૂતોને મળી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવેલ.

ત્યારબાદ સંગઠનનું એક નામ આપી એક બેનર નીચે તમામ ગામોનાં ખેડૂતો સરકારમાં રજુઆત કરવામાં આવશે. આ આયોજનનાં અનુસંધાને મુળી તાલુકાનાં દુધઈ ગામે તા.૧૦-૨-૨૨ નાં સાંજ નાં આઠ કલાકે દુધઈ વડવાળા મંદિર ખાતે એક મોટી મિટિંગનું બોલાવવામાં આવેલ છે. જેમાં તમામ ગામોનાં સરપંચ અને સભ્યો ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે.આ તમામ ગામોમાં આજદિન સુધી કેનાલ માટે કે સૌની યોજના થકી નર્મદાનાં નીર ખેડૂતોનાં ખેતર સુધી પહોંચી શકે તેવું કોઈ પણ આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ નથી કે કોઈ સર્વે પણ કરવામાં આવેલ નથી.ત્યારે ખેડૂતો આ બાબતે સરકારમાં રજુઆત છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે પરંતુ આ ગામનાં ખેડૂતો ઉપર ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેમ એકપણ યોજના હેઠળ પાણી મળી રહે તે માટે સરકાર ચિંતિત બની નથી.ત્યારે આશરે દશ હજાર ખેડૂતોની ત્રીસ હજાર એકર જમીનને નર્મદાનાં નીર મળી રહ્યા નથી.ત્યારે ખેડૂતોને હવે બોરમાં પણ પાણી પાંચસો ફુટથી ખેંચી ખેતી કરી રહ્યા છે.આ પાણી પણ બે હજાર ટીડીએસ વાળું હોય જે ખેતી માટે નુકસાન કર્તા છે ત્યારે નર્મદાનાં નીર માટે મેદાનમાં ખેડૂતો આવ્યા છે.

 અને છેવટ સુધી લડી લેવાનો મુડ બનાવી લડત આપવા કટિબદ્ધ બન્યાં છે.તેમ ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડાની યાદીમાં જણાવ્યું હતું અને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તે હેતુથી હાલ તમામ ગામોમાં સભા કરી ખેડૂતોને વિસ્તૃત ચર્ચા કરી જોડાવવા આહવાન કર્યું હતું.ત્યારબાદ સરકાર સામે લડત આપવામાં આવશે જેમાં દુધઈ ગામે વડવાળા મંદિર ખાતે મોટી સંખ્યામાં ગામજનો ખેડૂતો ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યું હતું.

Related posts

વેરાવળના ભીડીયા બંદર જેટી મા Rcc કરવામાં તો આવ્યું પરંતુ ગંદા પાણી ના નિકાલ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો મુશ્કેલી વધી

aapnugujarat

સોમનાથ મહાદેવની પદયાત્રાએ આવેલ સ્વામી આત્મારામજી મહારાજ… ૮૦ વર્ષે ૮૦ હજાર કિલોમીટર યાત્રાનો લક્ષ્યાંક પુર્ણ કરવા સંકલ્પ

aapnugujarat

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1