Aapnu Gujarat
Uncategorized

વેરાવળના ભીડીયા બંદર જેટી મા Rcc કરવામાં તો આવ્યું પરંતુ ગંદા પાણી ના નિકાલ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો મુશ્કેલી વધી

કરોડો ના ખર્ચે વેરાવળ બંદર ની જેટી પર RCC કરવામાં આવ્યું પણ ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્વચ્છતા બિલકુલ જળવાતી નથી અને એટલા મોટા બંદર પર એક પણ કચરા પેટી Dustbin મુકવામાં આવી નથી જેથી તમામ કચરો પાણીના નિકાલ ની ગટરો માં ભરાય જાય છે. અને સ્વચ્છતા અભિયાન મજાક બની જાય છે! માચ્છીમારો ન છુટકે આ ગંદકી ની વચ્ચે રહીને પોતાનું કામ કરવા મજબુર છે! ને મચ્છર જન્ય રોગો નો સામનો કરવા મજબુર છે. આની અસર વેરાવળ ના શહેરીજનો સુધી પહોંચે છે. ને વેરાવળ ની હોસ્પીટલલો મચ્છર જન્ય રોગો થી હર હમેંશ ભરેલી જ રહે છે.!
જ્યાં સરકાર ના એકમોજ સ્વચ્છતા પ્રત્યે બેદરકારી રાખતા હોય ને લાલ અક્ષર ના હોદાના બોર્ડ વાળી ગાડીમાં નિકળતા સરકારી અધિકારીઓ ને નેતાઓ આ બધુ નજરે જોવા છતાં આંખ આડા કાન કરતા હોય ત્યાં સ્વચ્છતા ની વાત કેટલી હદે શોભનીય છે!
માચ્છીમારો ને બંદર પર ફાળવેલી જગ્યાનું સરકાર સ્વેરફીટ મુજબ ભાડુ લેતી હોય આ ઉપરાંત મત્સ્યોદ્યોગ વર્ષે કરોડો નું હુંડિયામણ કમાઈને સરકાર ને આપતું હોય છતાં આ મત્સ્યોદ્યોગ ની ને માચ્છીમારો આ પરિસ્થિતિ નો સામનો કરવો પડતો હોય ત્યારે સ્વચ્છતા અભિયાન ની વાત પોકળ સાબિત થતી જણાય છે!
બંદર પર થતા કચરાના યોગ્ય નિકાલ માટે એક પણ કચરા પેટી Dustbin ન હોવાથી સ્વચ્છતા બિલકુલ જળવાતી નથી અને મચ્છર જન્ય રોગચાળા નું ઉદભસ્થાન બનતું જોવા મળે છે. કરોડો નો ખર્ચ કરી વેરાવળ બંદર ની જેટી નું નવીનીકરણ કરવામાં આવ્યું પણ અહીં નિકળતા પાણીના યોગ્ય નિકાલ ની વ્યવસ્થા નું ધ્યાન ન રાખવામાં આવ્યું તેને પરીણામે આજ માચ્છીમારો તસ્વીરો માં ખદબદતી ગંદકી વચ્ચે કામ કરવા મજબુર છે. ને મચ્છર જન્ય રોગોનો સામનો કરવા પણ મજબુર છે.
આ માટે સરકાર કોઈ યોગ્ય પગલા લેય એ જરૂરી છે.
સ્વચ્છતા અભિયાન પાછળ મસમોટા બેનરો મારી સ્વચ્છતા રાખવા જાગૃતતા ની વાત કરે છે ત્યારે આ સરકારી એકમોજ જો આ સ્વચ્છતા નું યોગ્ય પાલન નહીં કરે તો જનતા પણ ક્યાં કરવાની હતી! આ માટે સરકાર કોઈ યોગ્ય વ્યવસ્થા કરી જનસુખાકારી નું કામ કરી સ્વચ્છતા માટે યોગ્ય કરે તે જરૂરી જણાય છે.
“મારૂ શહેર સ્વચ્છ તો હું નિરોગી”
મિત્રો આ મારી લોક જાગૃતિ ની છેલ્લી પોસ્ટ છે. આજ રામનવમી થી હું ફેસબુક પરથી વનવાસ લઈ રહ્યો છું આ મેસેજ મેં ગઈ કાલે મુકેલ આપ મિત્રો એ લાગણી વ્યક્ત કરી મને ફેસબુક પરથી ન જવા વિનંતી ફોન ને મેસેજ થી કરી પણ હું આપની આ લાગણી નું દિલ થી સન્માન કરૂ છું ને આજ ના દિવસ દરમિયાન મારે ફેસબુક પરથી વનવાસ લેવાનો નિર્ણય લઈ ચુક્યો છું તો આપ મિત્રો મને ક્ષમા કરશો

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

राजकोट पश्चिम में सबसे रोमांचक टक्कर रहेगी

aapnugujarat

શહજાદના બહાને કોંગ્રેસ પર નરેન્દ્ર મોદીના આકરા પ્રહાર

aapnugujarat

तीसरे दिन ऑस्ट्रेलिया ने भारत पर बनाई 197 रन की बढ़त

editor

Leave a Comment

UA-96247877-1